Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 744
________________ ૭૩૫ આ ભવમાં પ્રગટાવવું જ છે, એવી દાઝ ઊંડી અંતરમાં રાખી, ભક્તિમાં તલ્લીન થતાં શીખવાનું છેજ. (બો-૩, પૃ.૪૯૫, આંક ૫૩૧) મરણની વિચારણા વૈરાગ્યની વૃદ્ધિને અર્થે છે. તેનો અર્થ એવો નથી કે મરણનો ભય માથે વર્તે છે એમ માની, સાધનમાં ઉતાવળ કર્યા કરવી. આત્મા અજર, અમર, અવિનાશી, અછેદ્ય, અભેદ્ય, નિત્ય પદાર્થ છે તે પણ ભૂલવા યોગ્ય નથી, એમ સ્યાદ્વાદ છે; તે આત્માને બળવાન બનાવે તેવો છે. સત્સંગ, સત્શાસ્ત્રના વિશેષ પરિચયે અને વિચારની વૃદ્ધિ થયે તે વિશેષ સમજાશેજી. (બો-૩,.પૃ.૪૦૮, આંક ૪૧૪) ॥ મરણના વિચારોથી ગભરાવા જેવું નથી. સમાધિસોપાનમાંથી ‘મૃત્યુ-મહોત્સવ' વારંવાર વાંચી-સાંભળી, મરણનો ડર દૂર કરવા યોગ્ય છે. જેને અવકાશ હોય તેણે, પૂ. ને ‘મૃત્યુ-મહોત્સવ’ સંભળાવવા યોગ્ય છે; ભક્તિ, મંત્ર વગેરે પણ સંભળાવવા યોગ્ય છે. આપણે પણ એક દિવસ એવો આવવાનો છે, તો પહેલેથી તૈયારી કરી રાખી હોય તો આખરે મૂંઝવણ થાય નહીં અને સમાધિમરણનું કારણ થાય. ક્ષણવાર પણ સત્તાધન ભૂલવા જેવું નથીજી. (બો-૩, પૃ.૭૬૧, આંક ૯૬૨) આપનો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. ‘“બનનાર છે તે ફરનાર નથી.'' આયુષ્ય જે નિમાર્ણ થયું છે, તેમાં કોઇ મીનમેખ કરી શકે તેમ નથી; તોપણ ‘ચેતતા નર સદાય સુખી' કહેવાય છે, તેમ સદ્ગુરુ શરણે નિર્ભય બની, આખરની ધડી માટે તૈયાર રહેવું, એ હિતકારી છેજી. આજ સુધી આટલી જિંદગીમાં, જે બાંધ્યું હતું તે ભોગવાયું. અનંતકાળથી કર્મની કડાકૂટમાં જીવ પડયો છે, તે પ્રત્યેથી હવે ઉદાસ થઇ, જ્ઞાનીઓએ આત્માને નિત્ય, અજર, અમર, અછેદ્ય, અભેદ્ય, પરમાનંદરૂપ જાણ્યો છે, માન્યો છે તે સંમત કરી, તેણે અનંત કૃપા કરી જે મંત્ર આપ્યો છે, તે જ છેલ્લો આધાર છે એમ માની, છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તેમાં ચિત્ત રાખી, પરમકૃપાળુદેવને શરણે, તેનો આશ્રય હૃદયમાં રાખી, આયુષ્ય પૂર્ણ કરવા યોગ્ય છેજી. પોતાથી બોલવાનું ન બને તો કોઇ કાનમાં મંત્રનું સ્મરણ આપનાર હોય તો તેમાં ચિત્ત રાખવું કે હૃદયમાં પરમકૃપાળુદેવની સ્મૃતિ રાખી, ‘હે ભગવાન, આપનું શરણ છે. મને કંઇ ખબર નથી; પણ . તમને હો તે મને હો ! મારે બીજે ક્યાંય ચિત્ત રાખવું નથી. આત્માનું પરમ હિત કરનાર આપ જ છો. આપના ચરણમાં સર્વભાવ અર્પણ થાઓ.' એવી ભાવના કર્યા કરવી અને ‘થાવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ.' એ જ લક્ષ રાખી, દેહની ચિંતામાં ચિત્ત ન રોકતાં, પરમકૃપાળુદેવ પ્રત્યે વાળવામાં હિત છે. સમાધિસોપાનમાંથી ‘મૃત્યુ-મહોત્સવ' પૂ...ને સંભળાવવા યોગ્ય છેજી. ‘આલોચનાદિ પદ સંગ્રહ'માંથી ભક્તિ આદિનાં પદ, આલોચના, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ આદિ, આપણે ભક્તિમાં છંદ વગેરે બોલીએ છીએ તેમાંથી, અવસર પ્રમાણે તેમના આગળ ભક્તિનો ક્રમ રાખ્યો હોય તો સ્વપરને હિતકારી છેજી. ક્ષણે-ક્ષણે સર્વના આયુષ્યમાંથી કાળ જાય છે, તે મરણ થયા જ કરે છે. આખર વખતે જેમ સ્મરણ આપવાની કાળજી રાખીએ છીએ, તેમ ક્ષણે-ક્ષણે પોતાના આત્માને સદ્ભાવમાં લાવવા, સ્મરણમાં

Loading...

Page Navigation
1 ... 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778