Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 740
________________ (૭૩૧) જગતમાં સાચા સગા તો સપુરુષ છે અને તેનો વિયોગ રહે છે, તે જેટલો સાલવો જોઇએ તે નથી સાલતો; તે મોહનું માહાભ્ય છે. સગાંવહાલાં અનંતવાર મળ્યાં પણ અનંતકાળે જે પ્રાપ્ત નથી થયું, તે પ્રાપ્ત થવાનું પ્રબળ નિમિત્ત સપુરુષનો યોગ અને ત્યાગ-વૈરાગ્યપૂર્વક જીવની યોગ્યતા છે, તેમાં ખામી છે, ત્યાં સુધી ક્ષણે-ક્ષણે આ જીવ ભયંકર મરણ કરે છે અને તેમાં રાચી રહ્યો છે. તે ખામી દૂર થવા, જીવને વૈરાગ્ય-ઉપશમ પામવાની જરૂર છે અને તે અર્થે સત્સંગ, સદ્ધોધની જરૂર છે. આપને વિચારવા નીચેનો ઉતારો મોકલું છું: આ જીવને યથાર્થ વૈરાગ્ય પ્રાપ્ત થવા યોગ્ય છે. જે આ આત્મા નજરે જુએ છે કે તેની સમીપમાં, તેનાથી લઘુ અને વડીલ એવા ઘણા આત્માઓ કાળના ઝપાટામાં ચાલ્યા ગયા, છતાં આ ક્લેશિત આત્મા કાળનો વિશ્વાસ કરી, નિશ્ચિત થઈને સૂતો છે, તેને કેમ જરા પણ ખબર પડતી નથી ? પ્રત્યક્ષ જોઈ રહ્યો છે કે કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, છતાં આ અજ્ઞાની એવો મૂઢ આત્મા, જ્ઞાની પુરુષની પેઠે નિશ્ચિત થઈને સૂએ છે. કહ્યું છે કે “જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.” (૬૯૩) ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, પાથરવાના પ્રસંગોમાં જે જે, જીવને, તાદાભ્યપણું વર્યા કરતું હોય, તે તે વખતે, તે તે પદાર્થોનું તુચ્છપણું ભાળ્યા જ કરવું અને જેમ સર્પને વિષે દૃઢ થયેલું ઝેર, નિદ્રામાં પણ જાગ્રત રહે છે, તેમ પદાર્થ આદિક પ્રત્યેનું અનિત્યપણું, તુચ્છપણું વૃઢ કરી રાખ્યું હોય તો જીવને તે તે પદાર્થો પ્રાપ્ત થયે, ઘણું કરીને, તેને તાદાભ્યપણું થવા દેતા નથી, અને તેટલા માટે મુખ્ય કરીને વૈરાગ્યને વિશેષ જાગ્રત રાખવો જોઇએ. વૈરાગ્ય એ જ આત્મધર્મ પામવાને એક સીડીરૂપ, ઉત્તમ પ્રકારે સડકનો રસ્તો છે અને તે પણ સપુરુષના શરણસહિત હોય તો, નહીં તો જીવને તેમાં પણ ભુલાવો થવાનાં કારણો વિશેષ છે.” સપુરુષની ભક્તિ વિક્ષેપ મટાડવામાં ઉત્તમ નિમિત્ત છે, તેથી વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષના ઉપાયોમાં પ્રવર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. આપણે પણ એ જ મરણને માર્ગે જવાનું છે, એમ વારંવાર વિચારી, સંસાર ઉપરની આસક્તિ ઓછી કરી, પુરુષ પ્રત્યે પ્રેમ વર્ધમાન કરવા યોગ્ય છે. (બી-૩, પૃ.૮૦, આંક ૭0) |પરમકૃપાળુદેવે એક ભાઈને, જેમ બને તેમ વહેલી આરાધના કરતા રહેવા, પત્રાંક ૭૦૨માં જણાવ્યું છે, તે વારંવાર વાંચી, જે પ્રેરણા મળે તે ગ્રહણ કરવા ભલામણ છેજી. મરણની ફિકર કર્યો કંઇ વળે તેમ નથી, તેની તૈયારી કરતા રહેવામાં શૂરવીરપણું છેજી. આલોચનામાંથી વીરહાક' નામનું કાવ્ય મુખપાઠ કર્યાથી, વિશેષ પુરુષાર્થ જાગે અને આખરે શું કરવું, તે તરફ દૃષ્ટિ દેવાની તેમાં પ્રેરણા છે, તે લક્ષમાં લેવા યોગ્ય છે. ‘‘તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે ? પાણી પહેલાં બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે?''

Loading...

Page Navigation
1 ... 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778