________________
૭૧૭) પરમકૃપાળુદેવે લખેલું એક વાક્ય સ્મૃતિમાં આવવાથી, લખીને, આ પત્ર પૂરો કરું છુંજી : ““જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે-પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે.” (૪૭૯) (બી-૩, પૃ.૪૮૬, આંક ૫૧૮) I આત્મહિતનાં સર્વ સાધનોમાં મુખ્ય સાધન સત્સંગ છે, એવો નિશ્ચય મુમુક્ષુજીવને અવશ્ય કર્તવ્ય છે,
એમ પરમકૃપાળુદેવ જણાવે છે. પૂર્વકર્મના ઉદય તથા જીવના શિથિલપણાને લીધે તેનો લાભ લેવાતો નથી, તેમાં પણ શિથિલપણાનો દોષ તો જરૂર, જરૂર ટાળવો ઘટે છેજી. (બો-૩, પૃ.૫૬૦, આંક ૬૨૪) | શરીર તો, કર્માધીન - શાતા-અશાતા પૂર્વે બાંધી છે તે અનુસાર, ત્યાં કે અહીં વર્તવાનું છે. જેવી ફરસના
હોય તેમ થયા કરે છે. તેને આગળ કરીને જીવ વિચાર કરે તો જીવને શિથિલ થવામાં સહાય મળે છે. દેહને અર્થે આત્માને અનંતવાર ગાળ્યો છે એમ પરમકૃપાળુદેવનું કહેવું છે, તે શા અર્થે હશે ? તે
વિચારશો. (બી-૩, પૃ.૫૪૩, આંક ૫૯૬). સંલેખના I શરીરને કૃષ કરવું, તે સંલેખના શરીરનું લાલનપાલન કરે તો દોષનું ઘર થઈ જાય. જેને કાયા પરથી વિશ્વાસ ઊઠી ગયો હોય, તેને સંલેખના છે. કષાય ઓછા કરે, તે અંતરસંલેખના છે. કાયામાં વૃત્તિ રહી તો આત્માનું હિત થવાનું નથી. કાયસંલેખના અનુક્રમે થાય છે. કાયસંલેખનામાં ભગવાનને શરણે ચિત્ત રાખવું. જેનાથી ધર્મ થાય, તેવા દેહની સંખના કરવા નથી કહ્યું. સ્યાદ્વાદ માર્ગ છે. ધર્મ સધાતો હોય તો દેહને પોષવો. શરીરને નાખી દેવું નથી, પણ તેનાથી ધર્મનું કામ લેવું છે. મનુષ્યદેહ વિના ધર્મનું કામ ન થાય. ધર્મમાં જેની
કાયા મદદ ન આપતી હોય, તેણે તેને કૃષ કરવી. (બો-૧, પૃ.૧૦૮) મૃત્યુ D પ્રશ્ન : માણસ મરી જાય છે, ત્યારે કેવી રીતે અંદરથી આત્મા જતો રહે છે? કંઈ ખબર, કેમ પડતી
નથી ? ઉત્તર : આયુષ્યકર્મને આધારે આ દેહ ટકતો હતો તે જેમ દિવામાં દિવેલ કે ઘાસતેલ થઈ રહે એટલે દીવો બુઝાઈ જાય છે અને જ્યોતિ વગરનું ફાનસ કે કોડિયું પડયું રહે છે; તેમ દેહમાંથી અરૂપી આત્મા, કર્મ
જ્યાં લઈ જાય ત્યાં ચાલ્યો જાય છે, એટલે તેના આધારે શ્વાસોશ્વાસ, લોહીનું ફરવું, ગરમી વગેરે નિશાનીઓથી જીવ જણાતો હતો તે ન દેખાવાથી, આત્માં ચાલ્યો ગયો એવું નક્કી થાય છે. પવન વાતો હોય ત્યારે જેમ ઝાડનાં પાન હાલતાં જણાય છે, સ્થિર પાન જણાય તો પવન પડી ગયો છે એવું લાગે છે; તેમ આત્મા આંખે દેખાય તેવો પદાર્થ નથી અને કર્મ જે સાથે જાય છે, તે પણ પવનની પેઠે દેખાય તેવાં નથી; એટલે જતો કેમ કરીને ભળાય? પણ જેનો આત્મા નિર્મળ હોય છે, તે તો મરતાં પહેલાં પણ જાણે છે કે છ મહિના પછી આનો દેહ છૂટી જશે. પરમકૃપાળુદેવ ઘણાને કહેતા કે અમુકનું આટલું આયુષ્ય છે. (બો-૩, પૃ.૨૮૪, આંક ૨૭૪)