________________
(૭૨૩) બીજાનું ભલું કરવા આપણે સમર્થ નથી, પણ આપણા જીવને અધોગતિના મહાદુઃખોમાંથી બચાવી લેવા, સવિચાર કરી, સદાચારમાં આવી આપણું હિત કરવું, તે તો આપણા જ હાથની વાત છે. સુપુત્રે તો પોતે મરીને શિખામણ આપી કે આમ સર્વને વહેલામોડા જવાનું છે, માટે જરૂર જરૂર જરૂર ચેતજો. જાતે જોયેલી વાત ભૂલી ન જતાં, આપણે માથે મરણની ડાંગ ઉગામેલી જોતાં રહી, સત્કાર્યોમાં
વધારે ચિત્ત દઇ, પાપથી બીતા રહેવા વિનંતી છે. (બો-૩, પૃ. ૨૭૪, આંક ૨૬૭) D . ... ના પત્રથી આપનાં ધર્મપત્નીના દેહત્યાગના સમાચાર મળ્યા. નાની ઉંમરમાં એ બાઈને
ધર્મભાવનાના અંકુર ઊગવા લાગ્યા હતા, ત્યાં તો મનુષ્ય-આયુષ્યરૂપ ધર્મધન લૂંટાઈ ગયું એ ખેદનું કારણ છે; પણ તે ખેદનું ફળ સાંસારિક પરિભ્રમણનું કારણ ન થાય તે અર્થે, ખેદને વૈરાગ્યના રૂપમાં પલટાવવા વિનંતી છે. એક રીતે આ પ્રસંગ આપની, પ્રથમ પત્રોમાં જણાવતા હતા તેવી, મહદ્ અભિલાષાઓનો માર્ગ ખુલ્લો કરનાર સમજવા યોગ્ય છેજી. જીવન કેમ વ્યતીત કરવું, તેનો યથાર્થ વિચાર કરવા યોગ્ય અવસ્થામાં અત્યારે તમે મુકાયા છો; તો મોહને વશ થઇ, અન્યના સંકુચિત સાંસારિક વિચારોને માન આપતા પહેલાં, આપણે કેવા થવું છે, અને તે કયા માર્ગે થવાય તેમ છે તે વિચારવા, જોઇતો વખત છ-બાર માસ બ્રહ્મચર્ય પાળી, પછી જેમ યોગ્ય લાગે તે ક્રમ અંગીકાર કરવો ઘટે છેજી; એટલે કોઈ સાથે વચનથી બંધાઈ ન ગયા હો તો વચન આપતા પહેલાં, કેળવાયેલા માણસે કે આત્મહિતઇચ્છકે જે જે વિચારો કરવા ઘટે તે કર્યા પહેલાં, વચન આદિ બંધનમાં ફસાઈ ન જાઓ એટલા માટે આ ચેતવણી આપી છે જી. બનનાર તે ફરનાર નહીં અને ફરનાર તે બનનાર નહીં' એવી કહેવત છે, છતાં વિચાર કરી પગલું ભરનારને પસ્તાવું પડતું નથી. પોતાને પોતાની પરીક્ષા લેવાનો પ્રસંગ આવ્યો છે, ત્યાં ઉતાવળ ન કરવી, એવી સૂચના છેજી. (બો-૩, પૃ.૪૩૨, આંક ૪૪૪) | સદૂગત ....નો હાર્ટફેલ થવાથી દેહ અચાનક છૂટી ગયો, તે જાણ્યું. પર્યુષણ પર્વ ઉપર તે આવ્યા હતા.
જે ભાવો, ભક્તિ આદિ કરી ગયા તે સાથે ગયું. આવું અચાનક મરણ સાંભળી, સર્વને વૈરાગ્ય અને ખેદનું કારણ થયું છે; પણ જ્યાં આપણો ઉપાય નહીં, ત્યાં વૃત્તિ પરમકૃપાળુદેવના ચરણમાં વાળવી યોગ્ય જ છેજી. ગમે તેટલો ખેદ કરીએ, રાતદિવસ સંભાર-સંભાર કરીએ તોપણ એમાં તેમનું કે આપણું, કોઈનું હિત થાય તેમ નથી. માટે ખેદને પલટાવી ભક્તિ-વૈરાગ્યમાં વૃત્તિ વાળવી ઘટે છેજી. તમે તો સમજુ છો, તેમ છતાં છોકરાં વગેરે પ્રત્યે વૃત્તિ જતી હોય, તેનું ફળ સંસાર સિવાય કંઈ નથી એમ વિચારી, તેમને પત્ર લખાવો તો તેમને પણ ધીરજના બે બોલ લખાવશોજી. બનનાર તે ફરનાર નથી. જેમ થવાનું લખત હતું તેમ થયું. તે ટાળવા કોઈ સમર્થ નથી. શોક કરવાથી કર્મ બંધાય છે એમ જાણી, આપણા મરણનો વિચાર કરી, જેટલું મનુષ્યભવમાં જીવવાનું હોય, તે પ્રમાદ તજી, ભક્તિભાવમાં ગાળવાની શિખામણ આ પ્રસંગ ઉપરથી ગ્રહણ કરી, ક્ષણે-ક્ષણે મંત્રનું સ્મરણ, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો ઉપકાર તથા તેમના સમાગમમાં જે વખત ગયો હોય તેને યાદ કરી, તેમણે કહ્યું હોય તે તાજું કરી, તેમનું કહેલું કરવા જ, હવે તો જીવવું છે; ભલે દુઃખ ઉપર