________________
(૭૨૪)
દુઃખ આવી પડો, પણ મારે તો જ્ઞાનીનું કહેલું ક્ષણવાર પણ વીસરવું નથી, એવું દૃઢ મન કરી, પરમકૃપાળુદેવનાં વચનો વાંચી શકાય તો વાંચ્યાં કરવાં, ન વંચાય તો મોઢે કરેલું બધું ફેરવવું, વિચારવું અને પોતાના દોષો જોઇ દોષો કેમ દૂર થાય, તેના ઉપાય શોધી, દોષો ટાળવાના પુરુષાર્થમાં કાળ કાઢવા વિનંતી છેજી. પરમકૃપાળુદેવ, પ.પૂ. પ્રભુશ્રીજી આદિ કોઈ મરી ગયા એમ માનવું, એ અજ્ઞાન છે. અજર, અમર એવો આત્મા માનવા આપણને જ્ઞાનીઓ પોકારી-પોકારીને કહે છે અને આપણે “મરી ગયા’ કહીએ, તે કેવું અણઘટતું છે ? આત્માને દેહ બદલવો પડયો, પણ આત્મા તો આત્મા જ છે; તે કદી મરે નહીં. હવે દેહની સગાઈ ભૂલી, આત્મવૃષ્ટિ વારંવાર સંભારી, “કોઇ મરી ગયું નથી' એમ કૃઢ, હૃયમાં રાખવા વિનંતી છેજી. લોકો ભલે લૌકિકક્રિયા કરે અને આપણે તે જોયા કરવી પડે; પણ આત્માને માનનાર, આત્મા ગમે ત્યાં વિશ્વમાં છે જ, એમ તૃઢ માને છે. તે મરી જાય જ નહીં; આત્મા નિત્ય છે, એ વારંવાર વિચારવા ભલામણ છેજી. સંસારને સ્વપ્ન સમાન જાણી, સ્વપ્નની પેઠે ભૂલી જવા જેવો છેજી. (બી-૩, પૃ.૭૧૪, આંક ૮૬૫) | ખેદના પ્રસંગમાં પણ પુરુષ પ્રત્યે, તેમનાં વચનામૃત પ્રત્યે જેટલી શ્રદ્ધા જીવને પ્રગટી છે, તેટલું તે કામ જરૂર કરે છે. આત્મા છે, નિત્ય છે એમ જેને દ્રઢ થયું છે, તેને દેહનો તો શોક કર્તવ્ય નથી; અને આત્મા અજર, અમર, અવિનાશી, દેહાતીત છે એવી ભાવના કરનાર, પુત્ર આદિ કલ્પિત પદાર્થોમાં હર્ષ-શોક ન કરે, થાય તો તેને ભૂલ માને. આ ભૂલ અવશ્ય ટાળવી છે, એવો દૃઢ નિશ્ચય કરે અને બનેલા પ્રસંગને પોતાને આગળ વધવાનું નિમિત્ત બનાવે. સદ્ગત ....ના માતુશ્રીને પણ ધીરજ આપશો અને પત્રાંક ૫૧૦ બંધવૃત્તિ સંબંધી વાંચી સંભળાવશો તથા થાય તો મુખપાઠ કરવા સૂચવશોજી. ધીરજ, સમતા, ક્ષમા, સમાધિમરણ એ બોલો વારંવાર વિચારી, તે ભાવો દ્ધયગત થાય, તેમ કર્તવ્ય
છેજી. (બો-૩, પૃ.૫૮૫, આંક ૬૬૨) | રૂડા જીવો બહુ અલ્પ આયુષ્યવાળા હોય છે, એમ સામાન્ય પ્રચલિત લોકવાયકા છે, તે, તે ભાઇએ
ખરી પાડી. વિવેકી મુમુક્ષુનું કર્તવ્ય તો જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે વર્તવાનું છે. હર્ષ-શોકના પ્રસંગે, જ્ઞાની આવા પ્રસંગે શું કરે? કેવા ભાવને ધન્યવાદ આપે? તે વિચારતાં જીવને ધીરજ પણ આવવા સંભવ છેજી. ઘણા ભોળા જીવો પણ આવા પ્રસંગે એમ ગણી સંતોષ માને છે કે મારો દીકરો ક્યાં હતો? ભગવાનનું ધન ભગવાને સંભાળી લીધું. મારે ત્યાં અનામત મૂકેલી થાપણ ઉપાડી લીધી; આમ માનીને પણ મન વાળે છે અને ખેદને દૂર કરે છે તે પણ એક અપેક્ષાએ આર્તધ્યાનથી બચે છે. જે જીવ સદ્દગુરુનાં વચનો સાંભળી કંઈ મુમુક્ષતાનો ગુણ ધારણ કરતો હોય, તે જીવ સદ્ગુરુનાં વચન ઉપર વિશ્વાસ રાખી યથાર્થ સમજ કરે છે કે “જે થાય તે ભલું માનવામાં આવે' એમ સદ્ગુરુએ કહ્યું છે,