________________
(૭૨૨)
રોવા-કકળવામાં જેટલો કાળ ગાળશો, તે વખતે કર્મ બંધાશે, તે ભોગવતી વખતે આકરાં લાગશે; અને લોકો સારાં, સારાં કહેશે તેથી કંઈ કર્મ ઓછાં નહીં બંધાય. માટે જ્ઞાની પુરુષની આજ્ઞામાં ચિત્ત રાખી, સદાચાર અને નીતિપૂર્વક વર્તવાનું રાખવું. કોઈના ઉપર દ્વેષબુદ્ધિ ન આવે, તેમ જ કોઇ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગ વડે પ્રતિબંધ ન થાય, તેવું વર્તન રાખવાનો અવસર આવ્યો છે. તેનો વારંવાર વિચાર કરી, જેટલી સમતા સેવાશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે, એમ જરૂર માનશો. જે ભાવ, મરણ વખતે આખરે રાખવાના છે, તે અત્યારથી જ સેવવા જે કેડ બાંધી પુરુષાર્થ કરશે, તેને સમાધિમરણ મહોત્સવરૂપે લાગશે. મરણપ્રસંગ વિકટ, દુઃખદાયી નહીં લાગે. માટે શાંતિ, સ્વસ્થતા આત્મામાં વર્તે તે અર્થે મંત્રસ્તરણ, ભક્તિ, સત્સંગની ઉપાસના કરવી. પૂ. .. ને ભલામણ છે કે પત્ર વાંચી - વિચારી, તમારાં બહેનને વાંચી સંભળાવતા રહેશોજી. સત્સંગ અર્થે જ તમે ગયા છો, તે ચૂકશો નહીં. લોકલાજમાં તમારાં બહેન તણાય નહીં, તેવી ચેતવણી આપતા રહેશોજી. (બી-૩, પૃ.૩૪૬, આંક ૩૪૯) T “બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.” (૪૭) આયુષ્ય અલ્પ લઈને
આવેલા મહેમાનને, કોણ વધારે વાર રાખવા સમર્થ છે? તેની પાછળ ખેદ કરવામાં કંઈ સાર નથી. જે બની ગયું, તે અન્યથા થવાનું નથી. ઊલટું આર્તધ્યાન કરી કર્મ બાંધવાથી, આપણું એટલું ભક્તિ કરવા યોગ્ય આયુષ્ય એળે જાય અને એવા વખતમાં આયુષ્ય બંધાઈ જાય તો રોકકળ કરનારને ઢોર-પશુની ગતિમાં જવું પડે. એવું કામ પોતે પણ ન કરવું અને બીજાને પણ સમજાવી રડવા-કૂટવાથી પાછા વાળી, કંઈ વાંચી સંભળાવવું. સમાધિસોપાનમાંથી અનિત્ય, અશરણ, સંસાર આદિ ભાવનાઓ, જે કોઈ રોવા કે સાંભળવા આવે, તેમને તે દિવસોમાં સંભળાવવાથી, તમારો તેમ જ સાંભળનારાઓનો વખત ધર્મકાર્યમાં જવાથી સ્વપરહિત થશેજી.
સમ્યફવૃષ્ટિ જીવ સવળું કરે.' એવું પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. શોક થતો હોય, તેને તપાસે કે દીકરા ઉપર બહુ મોહ કર્યો હતો તો હવે આ વિયોગ વધારે સાલે છે. જેમને વધારે મોહ તેના ઉપર નહીં હોય, તેમને એટલું બધું લાગતું નથી; તો હવે એ શિખામણ લેવી કે નાશવંત વસ્તુઓ ઉપર મોહ કરવો, તેમાં આનંદ માનવો, તે ક્લેશકારી આખરે નીવડે છે. માટે હવે વિષયભોગ, સગાંવહાલાં, ધન, ખેતર, કુટુંબ આદિનો વિચાર કરી, ઊંડાં મૂળ મોહે નાખ્યાં હોય, તેને ખેંચી કાઢવાનો, તેને વિચારીને ક્ષય કરવાનો અવસર આવ્યો છે. તો હવે શાના વિના મારે ચાલે એવું નથી? મરતી વખતે મને શું આડું આવે એવું છે? શામાં મારું મન વારંવાર ભમ્યા કરે છે? એનો વિચાર કરી, મરણ આવ્યા પહેલાં, મરણ બગાડી અધોગતિ કરાવે એવી વૃત્તિઓને શોધી શોધીને, હવે દૂર નહીં કરું તો અચાનક મરણ આવી પહોંચશે ત્યારે મારાથી એકાએક એટલો બધો પુરુષાર્થ નહીં થાય કે તેમાં મારું મન ન જ જવા દઉં. માટે પહેલેથી વિચારી-વિચારી, દોષોને ઓળખી, તે દોષો દૂર કરવા સદૂગુરુશરણથી આજે જ કેડ બાંધવી છે એવો નિર્ણય કરી, જીવન સફળ થાય તે માટે પુરુષાર્થ કરવાનો ક્રમ આરંભશો તો પુત્રવિયોગની વાત વિસારે પડશે, અને આ જીવની શી વલે થશે? એ વાત મુખ્ય થશે, અને એ જ હવે તો કર્તવ્ય છેજી.