Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 727
________________ (૭૧૮) T મોટામાં મોટી કસોટી મરણ છે. પૂ. શ્રી અંબાલાલભાઇએ પૂ. શ્રી સોભાગભાઇને મરતી વખતે સ્મરણ સંભળાવવા માંડ્યું, ત્યારે પૂ. શ્રી સોભાગભાઇએ કહ્યું કે “અંબાલાલ, સોભાગને બીજું હોય નહીં.'' મોટા મુનિઓને દુર્લભ, એવી દશા પૂ. શ્રી સોભાગભાઇએ પ્રાપ્ત કરી હતી, પરમકૃપાળુદેવે એમને પહેલાં બહુ ચેતાવ્યા હતા, પરમપુરુષદશાનો લક્ષ રાખવા કહેલું. મહાપુરુષના યોગે સંસ્કાર પડયા હોય છે, તેની ભાવના થાય છે. (બો-૧, પૃ. ૨૮૮, આંક ૩૬). T સદ્ગત ભાઇ ..ના વિયોગે આઘાત લાગવા યોગ્ય છે, પરંતુ તે ખેદ અને લાગણી પલટાવી, વૈિરાગ્યમાં વૃત્તિ, આપ સર્વ સમજુ જનોએ વાળવા યોગ્ય છે; કારણ કે તે આપણા હાથની વાત નથી અને અવશ્ય બનનાર તેમ જ બન્યું છે. ક્લેશ કરી કોઈ આપધાત કરે તો પણ તે વિયોગ ટળી, સંયોગનો યોગ બને, તેમ રહ્યું નથી, તો સમજુ જીવે તો કોઈ જ્ઞાનીપુરુષનાં વચનનું અવલંબન ગ્રહી, વારંવાર થતા ખેદને વિસ્તૃત કરવો યોગ્ય છેજી. આપ તો સમજુ છો, છતાં નાનાં-મોટાં સર્વ, આપનાં કુટુંબીજનોને સમજાય અને વારંવાર યાદ આવે, એવી એક નિર્મોહી કુટુંબની કથા પ્રાતઃસ્મરણીય પૂ. સ્વામી શ્રી લઘુરાજ મહારાજના મુખથી સાંભળેલી, અત્રે લખી જણાવું છું; તે વારંવાર વાંચી, વંચાવી તેનો પરમાર્થ સર્વના હૃદયમાં ઘર કરે તો ભવિષ્યમાં પણ આવા પ્રસંગો જીવને જોવામાં આવે તો કંઇ પણ ક્લેશ થવાને બદલે, પરમકૃપાળુદેવનું શરણ બળવાનપણે ગ્રહણ કરવાનું બનશેજી. એક રાજા મોટું રાજ્ય સંભાળતો હતો, છતાં તેને સદ્ગનો અપૂર્વ યોગ થયેલો, તેથી તેનું ચિત્ત તો આત્મહિત થાય તેવું જ્ઞાનીએ જણાવેલું, તેમાં જ મગ્ન રહેતું. તેના આત્માને શાંતિ રહેતી. તે લાભ રાણીજીને પ્રાપ્ત થાય, તે અર્થે તેણે રાણી આગળ તે મહાત્માના ગુણગ્રામ કર્યા અને પોતાને તેમનો યોગ થયો, ત્યારથી તે ભાવ ફરી ગયા જેવું થયું, તે કહ્યું. તેથી રાણીજી પણ તે સદ્ગુરુનું સ્મરણ ગ્રહણ કરવા ભાવના થવાથી, તે સદ્ગનો યોગ મેળવી, તેમણે જણાવેલું સાધન ત કરવા લાગ્યાં. તેમને પણ તે સાધનનો પ્રગટ અનુભવ થયો એટલે કુંવર યુવાન હતો છતાં, તેને સદ્ગુરુનો સમાગમ કરાવ્યો અને તેને પણ ધર્મની લગની લાગી. કુંવરે તેની સ્ત્રીને સમજાવી, તેથી તેણે સગુરુની ઉપાસના કરી, શાંતિ મેળવી. આ પ્રમાણે આત્માર્થે બધાં સસાધન આરાધતાં અને પૂર્વકર્મના યોગે સુખદુઃખ ભોગવવાના પ્રસંગો આવે, તેમાં ઉદાસીન રહેતાં, તેનું માહાત્મ કોઈને લાગતું નહીં. દેવલોકમાં ઈન્દ્ર એક વખત આ રાજાના આખા કુટુંબનાં વખાણ કર્યા. તે સાંભળી એક દેવને થયું કે ઇન્દ્રનું કહેવું ખરું લાગતું નથી. પુરુષો તો કંઈ સમજે પણ બૈરાંમાં ધર્મ સમજવાની બુદ્ધિ ક્યાંથી હોય? તે તો મોહમાં જ આખો ભવ ગાળે છે. તેથી પરીક્ષા કરવા, તે રાજાની રાજધાનીને દરવાજે આવી ઊભો રહ્યો. થોડી વારમાં રાજકુમાર વનક્રીડા કરવા, એક ટુકડી લશ્કરની લઈ જંગલમાં ગયો; તે જોઈ દેવે બાવા-યોગીનું રૂપ ધારણ કર્યું અને રાજસભામાં ગયો. આંખોમાં આંસુ લાવી, ગળામાં ડૂમો ભરાયો હોય તેવો દેખાવ કરી, તેણે કહ્યું : હે રાજાજી ! મોટી ઉંમરે આપને એક કુંવરની પ્રાપ્તિ થઇ, તે રાજ્ય ચલાવે તેવા થયા ત્યારે શિકાર કરવા આવ્યા હશે. તે મારી ઝૂંપડી પાસે વાધે મારી નાખેલા મેં જોયા, ત્યારથી મારી આંખોમાં આંસુ સુકાતા નથી. રાજ્યનું હવે શું થશે?

Loading...

Page Navigation
1 ... 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778