________________
(૧૮)
જ સ્વપ્નદશા મહાપુરુષોએ કહી છે અને તે જ આર્તધ્યાનનું કારણ છે. માટે “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય'' - કેવળજ્ઞાન થાય.
આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.' સુખદુઃખ એ કર્મનું ફળ છે; તેથી આત્માનો અનુભવ જુદો છે. પાણીમાં સાકર નાખી ચાખે તો સાકરનો સ્વાદ આવે, પાણીનો ન આવે; તેમ પુદ્ગલના ધર્મ રૂપ, રસાદિ પર છે, તેનું જ્ઞાન તે પુદ્ગલ આધીન છે. તેમાંથી નિમિત્તને લઈને જે વિકાર જણાય છે, તેથી જુદુ જ્ઞાનીએ જાણ્યું છે, તેવું મારું સ્વરૂપ છે, એવી શ્રદ્ધા વેદના વખતે અત્યંત ઉપકારી છે.
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.'' (૮૩૩) ““ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના
સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો.'' (૩૭) (બો-૩, પૃ.૪૫૯, આંક ૪૮૧). T વેદનીયકર્મ શાતા-અશાતારૂપે ઉદય આવે છે અને આત્માને સુખદુઃખ બંને, વિભાવનાં કારણ છે, એ
સમજ વિરલા જીવને રહે છે. જેવું નિમિત્ત મળે તે રૂપે થઇને, જીવ ઊભો રહે છેજી. આ ભૂલ જ્ઞાની પુરુષોએ દીઠી, ત્યારથી તે શાતાની પણ ઇચ્છા છોડી, પરમ સુખસ્વરૂપ, પરમાનંદી, સહજાનંદી, શુદ્ધ, નિરંજન પરમાત્મસ્વરૂપની જ ભાવનામાં લીન થવાનો અભ્યાસ આદરે છે. જેને પરમ જ્ઞાની પુરુષની શ્રદ્ધા થઈ છે કે એક આ પરમકૃપાળુદેવ જ મને આ ભવમાં પરમોપકારી છે, તેવા મુમુક્ષુઓ પણ વેદનીયકર્મના ઉદય વખતે તેમાં તતૂપ ન બની જવાય માટે, તે જ્ઞાનાવતાર પુરુષનું અનન્યભાવે શરણ ગ્રહે છે અને વૃઢ ભાવનાથી, તેની આજ્ઞામાં ચિત્તને ચોંટાડી રાખે છેજી. તીવ્ર વેદના વખતે પણ બને તેટલી ખેંચ, પુરુષાર્થ તે પરમ જ્ઞાની પુરુષના શરણમાં રહેવાનો રહે છેજી તથા પ્રાર્થના કરે છે કે “કૃપા કરીને રાખજો, ચરણતળે ગ્રાહી હાથ રે.' તથા માને છે કે –
મોટાને ઉલ્લંગ, બેઠાને, શી ચિંતા; તિમ પ્રભુચરણ પસાય, સેવક થયા નિચિંતા.' “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય;
જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.” આમ હિંમત રાખીને વેદ, તેને નવાં કર્મ બહુ ન બંધાય, અને કાયર બની બૂમો પાડીને આર્તધ્યાન કરતાં વેદે, તોપણ કર્મનું ફળ તો ભોગવવું પડે, પણ આર્તધ્યાનથી આકરાં કર્મ બંધાય અને જો આયુષ્યનો બંધ, તેવે વખતે પડે તો તિર્યંચ એટલે પશુગતિ બંધાય. આમ જાણી “હું દુઃખી છું, હું દુઃખી છું' એવું આર્તધ્યાન તજી ““તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો.” (૧૪૩) એમ કૃપાળુદેવે કહેલું યાદ રાખી, તેવી ભાવના ભાવવી. (બી-૩, પૃ.૪૮૬, આંક ૫૧૯)