________________
૫૯
મુમુક્ષુ : પુરુષાર્થ કેવી રીતે કરવો ?
પૂજ્યશ્રી : જે થોડી પણ આજ્ઞા મળી હોય, તેને દરેક કામ કરતાં સંભારે કે હું આ કામ કરું છું એમાં જ્ઞાનીની આજ્ઞા છે કે નહીં ? અને આજ્ઞાને આરાધવાનો ખૂબ પ્રયત્ન કરે.
ધર્મો 13
તવો' તે માટે ભક્તિ એ સર્વોત્કૃષ્ટ સાધન છે. સ્વચ્છંદને રોકવો, એ મોટું તપ છે. (બો-૧, પૃ.૫૬, આંક ૩૨)
પોતે, પરમકૃપાળુદેવે જ લખ્યું છે કે ‘‘દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં; બંધાવાના કામીને છોડવો નહી.'' (૧૭૬) માટે આપણે તેવા અપૂર્વ પુરુષને શરણે છીએ એમ ભાવ રાખી, સત્સંગ-સદાચરણના ભાવ રાખી, વિશ્વાસથી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરીશું તો જરૂર જીવનું કલ્યાણ થશે. કંઇ ગભરાવા જેવું નથી. જેટલી પરમપુરુષ ઉપર શ્રદ્ધાની ખામી છે તેટલો જ જીવ દુઃખી છે. નહીં તો મોક્ષ થવાના ઉપાયો બતાવવામાં તે મહાપુરુષે કચાશ રાખી નથી. આ જીવે કરવામાં ખામી રાખી છે, તે પૂરી કરવી પડશે. (બો-૩, પૃ.૧૮૫, આંક ૧૮૯)
આ અવસર આત્મકલ્યાણ ક૨વાનો, વ્યર્થ વહ્યો જાય છે તેનો ખેદ ક૨વાનું પડી મૂકી, કંઇક બળતામાંથી કાઢી લે તો તેટલું બચે, તેમ દ૨૨ોજ અમુક વખત એકાંત - વિચાર, ભક્તિ, આત્મસાધન માટે ગાળવાની જરૂર છે.
ઘણા સત્સંગની જરૂર છે. મેલું કપડું જેમ વારંવાર ધોવાય તો ચોખ્ખું થાય તેમ આત્મા અનાદિકાળથી મલિન-મલિન થતો આવ્યો છે, તેને હવે સાફ કરવા સદ્ગુરુનાં અમૃત સમાન વચનોનો પ્રવાહ ખમવાની અને દોષ દૂર કરવા પુરુષાર્થ કરવાની ખરી આવશ્યકતા છેજી.
પરમપુરુષ પરમકૃપાળુદેવનાં વચનોનો, અલ્પબુદ્ધિથી જેટલો વિચાર થાય તેટલો કરતા રહેશો અને દેદૃષ્ટિ ઘટાડી, આત્મકાળજી વધે, તેમ પ્રવર્તતા રહેવા ભલામણ છેજી.
આત્માની સંભાળ, અનંતકાળ વહી ગયો પણ લીધી નથી. જગતના કામનો તો પાર આવે તેમ નથી. બધા ગયા, તે અધૂરાં મૂકીને ગયા અને આપણે તેમ હાયવોય કરતાં મરી જવું ન પડે, માટે ચેતી લેવાની જરૂર છે. લીધો કે લેશે એમ થઇ રહ્યું છે, ત્યાં પ્રમાદ ક૨વો ઘટતો નથીજી.
(બો-૩, પૃ.૨૪૪, આંક ૨૩૭)
આપને પરમપુરુષની દૃઢ શ્રદ્ધા છે તે જ આ ભવમાં પરમ પુરુષાર્થ પ્રેરનારી છે. શરીરથી જ કંઇ પુરુષાર્થ થાય એવું નથી. શ્રદ્ધા જ્યાં દૃઢ હોય છે ત્યાં જ ચિત્તની વૃત્તિ વળે છે, સ્થિર થાય છે, લીન થાય છે. તેથી વારંવાર પ.પૂ. પ્રભુશ્રીજી ‘શ્રદ્ધા પરમ ગુજ્જĒા' એમ કહેતા હતા. (બો-૩, પૃ.૭૨૧, આંક ૮૭૫)
D. પૂ. ....એ તપશ્ચર્યા આદરી, પૂર્ણ કરી છે તેમ કર્મના તાપને સમભાવે સહન કરી, પરમ શાંતિપદ પામવામાં પુરુષાર્થ અખંડ રાખે અને પરમકૃપાળુદેવની કૃપાથી તે માર્ગે આગળ વધે, એ ભાવના ભાવું છું.
ઇચ્છા-નિરોધને તપ કહેલ છે. પરમ ઉદાસીનતાના પ્રતાપે ઇચ્છાઓ ઊગવા પામે નહીં અને પૂર્વકર્મના ધક્કાથી ઇચ્છા ઊઠે તે પરમકૃપાળુદેવના બોધબળે મંદ પડી જાય, નિર્મૂળ થતી જાય અને પૂર્ણ-કામતા, નિઃસ્પૃહતા, ૫૨મ વીતરાગતાનો લક્ષ રહ્યા કરે, એ જ સાચો પુરુષાર્થ છેજી.