________________
(૬૭૧) પુરુષાર્થ વિના કંઈ બની શકવા યોગ્ય નથી અને સત્સંગ, સપુરુષની આજ્ઞાનો લક્ષ થયા વિના, રહ્યા વિના, પુરુષાર્થ ટકે તેમ નથી. (બો-૩, પૃ.૬૬૪, આંક ૭૯૪) I પુરુષાર્થ કર્યો આગળ વધાય. પુરુષાર્થ કરે નહીં અને આગળની વાતનો વિચાર કરવા બેસે, તે કેમ
સમજાય? ઈડું સેવાય તો મોર થાય. દરરોજ ખખડાવી જુએ કે બચ્યું કેમ થતું નથી, તો ઈડું નકામું જાય. જ્ઞાનીની આજ્ઞા મળી છે તો વિશ્વાસ રાખી, આરાધન કર્યા કરવું. યોગ્ય સમયે બધું માલૂમ
પડશે. (બો-૧, પૃ.૪, આંક ૨) D પૂ. ....ને earphone ન ચાલતું હોય તો ઘેર ભક્તિ કરે તો હરકત નથી; પણ પ્રમાદ કર્તવ્ય નથી,
એમ જણાવશોજી. ગમે ત્યાં નિત્યક્રમ નિયમસર કર્તવ્ય છેજી. બાકીના બચત વખતમાં વૈરાગ્ય-ઉપશમ વધે તેવું વાંચન આત્માર્થે કર્તવ્ય છેજી જેનું ફળ આત્મશાંતિ પ્રત્યે ન હોય તેવો પુરુષાર્થ, પ્રમાદરૂપ જ્ઞાની પુરુષે ગણ્યો છેજી.
(બી-૩, પૃ.૭૭૧, આંક ૯૮૨). [ પૂ. ... ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં અને આશ્રમમાં આત્માર્થે રહેલ. તેમણે પાંચ-સાત દિવસથી ખાવું-પીવું બોલવું છોડી, સ્મરણમાં રહેવાનું કંઈ અંતરંગ પચખાણ જેવું લીધું લાગે છે. વાતચીત કરતા નથી, એટલે તેમનો અભિપ્રાય સ્પષ્ટ જણાતો નથી, પણ કષાયાદિનું કારણ નથી. એકાદ માસથી આહાર, અન્યનો પ્રસંગ ઓછો કરી દીધો હતો. આ બીના સહજ જાણવા લખી છેજી. આપણે તો કોઇને પુરુષાર્થ કરતો જાણી, આપણો પુરુષાર્થ વધે તેમ લક્ષ રાખવો ઘટે છેજી. તેમણે ખાવું-પીવું છોડી, ભક્તિભાવનો લક્ષ રાખ્યો છે તો આપણે ખાઈને પણ તેમ ન કરી શકીએ તો કેટલું શરમાવા જેવું છેજી. આત્મહિત વધે તેવી વિચારણામાં રહેવા વિનંતી છે.જી. (બી-૩, પૃ.૪૧૯, આંક ૪૨૬) | એક દિવસ પુરુષાર્થ કરવાથી કર્મ ખસે એવાં નથી. આખી જિંદગી સુધી કરે ત્યારે ખસે.
(બો-૧, પૃ.૨૯૦, આંક ૪૦) પ્રારબ્ધ અને પુરુષાર્થ D ૫.પૂ. પ્રભુશ્રીજીએ એક પત્રમાં મુમુક્ષુજીવને શિખામણ લખેલી તે આપને લક્ષમાં રહેવા લખું છુંજી :
ઉદયને સમભાવે વેદવો એ જ્ઞાનીનો સનાતન ધર્મ છે. પ્રારબ્ધ એટલે પૂર્વે ઉપાર્જેલાં કર્મ, પુરુષાર્થ એટલે પ્રારબ્ધને વિષે હરખ-શોક ન કરવો તે.” (બી-૩, પૃ.૫૨૪, આંક ૫૭૦) I પુરુષાર્થ કરીએ અને કામ ન બને ત્યાં પ્રારબ્ધનો દોષ છે એ વાત ખરી, પણ પુરુષાર્થ નિષ્ફળ જતો
નથી. એક વાર ખેતર ખેડીને વાવ્યું હોય પછી વરસાદ ન વરસે તો ઊગેલું સુકાઈ જાય, પણ ખેડાયેલું જતું રહેતું નથી; જમીન સુઘરી છે તો ફરી વાવતાં વાર ન લાગે. આપણે જે ફળ લાવવું હતું, તે અમુક વખત સુધી આવેલું ન દેખાય તોપણ સદ્વિચારસહ પુરુષાર્થ કર્યા કરવાથી, જરૂર આત્મા સંસ્કારી, સહનશીલ અને સદ્ભાવનાવાળો બને છેજી. (બી-૩, પૃ.૨૧૩, આંક ૨૧૧)