________________
(૮૩
રોજ રાત્રે ભક્તિ કર્યા પછી પરમકૃપાળુદેવનાં વચનામૃતમાંથી પ્રભુશ્રીજી ઉપરના પત્રોમાંથી ક્રમસ૨ એકેક પત્ર વાંચવો, એવો નિત્યનિયમ કરી લેવો. (બો-૧, પૃ.૨૭૫, આંક ૧૧)
આપની તબિયત નરમ રહ્યા કરે છે તે જાણ્યું. થૂંકને લઇને વારંવાર ઊઠવું પડે છે અને નિત્યનિયમમાં પણ વિઘ્ન પડે છે તે સંબંધી ખુલાસો પુછાવ્યો, તેના ઉત્તરમાં જણાવવાનું કે ભાવ તો એકસરખા રહેવા મુશ્કેલ છે, તેમ છતાં નિત્યનિયમ ઉતાવળે સ્વરે જ બોલવો (કરવો) જોઇએ એવો નિયમ નથી. મનમાં પણ બોલાય. વચ્ચે વિઘ્ન આવે અને ઊઠવું પડે તો ઊઠવું, પણ તેમાં લક્ષ બને તેટલો રાખીને કરવાની જરૂર છેજી. પરાધીનતાને કારણે ન બને તે વાત જુદી, પણ પ્રમાદને લઇને નિત્યનિયમ ન ચુકાય એટલી કાળજી તો મુમુક્ષુજીવે રાખવી ઘટે છેજી.
કોઇ પ્રસંગે તેવી ગફલત થઇ ગઇ હોય તો સાવધાન થયા ત્યારથી ‘‘ૐ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે (૮૧૯) એ પત્ર ભક્તિ-પશ્ચાત્તાપપૂર્વક વાંચી કે બોલીને નિત્યનિયમ કરી લેવો ઘટે છેજી. (બો-૩, પૃ.૪૫૭, આંક ૪૭૯)
11
D નિત્યનિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય છેજી. સત્પુરુષની રૂબરૂમાં જે વચન કે ટેક અંગીકાર કરી હોય તે ન ચુકાય એટલું માહાત્મ્ય મુમુક્ષુના હૃદયમાં રહેવું જોઇએ. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા, પાછા પેસે નહીં; તેમ સજ્જનનું વચન ફરે નહીં. દુર્જનનું વચન, કાચબાની ડોક ઘડીમાં બહાર અને ઘડીમાં પાછી ખેંચે તેના જેવું, ‘અબી બોલ્યા અબી ફોક' થઇ જાય તેવું હોય છે, માટે હવે કદી નિત્યનિયમ ન ચુકાય તેવી કાળજી રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૨૮, આંક ૩૨૨)
તાવ ચઢયો હોય કે તદ્દન અશક્તિમાં વખતે નિત્યનિયમ ન બને તોપણ મનમાં ખેંચ રાખવી કે અત્યારે ન બન્યું તો તાવ ઊતરતા પણ નિત્યનિયમ કરી લઇશ. પરમકૃપાળુદેવની સાક્ષીએ, આજ્ઞાએ નિયમ લીધેલો પાળવો જ ઘટે છેજી.
કોઇ વખતે ન બને તો પશ્ચાત્તાપ રાખવો પણ તેવી ટેવ પડી ન જાય - આજ્ઞાભંગ ન થાય તો ઘણો લાભ
ન
થવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૨૩, આંક ૫૬૮)
D પૂ. ને જણાવશો કે પ્રતિક્રમણ વગેરે શીખવામાં હરકત નથી, પણ નિત્યનિયમ ત્રણ પાઠ, માળા વગેરે ગણવાનો ક્રમ તે ચૂકે નહીં તેમ જણાવશોજી. (બો-૩, પૃ.૭૪૩, આંક ૯૧૫)
વીસ દોહરા
આપણને પ્રાર્થના કરતાં પણ, પરકૃપાળુદેવે પોતે જ વીસ દોહરા આદિ દ્વારા શીખવ્યું છે ઃ
‘ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન.''
‘સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ.''
રોજ લાખ વાર વીસ દોહરા બોલાય, તોય ઓછા છે, એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ એક વખત કહેલું. ‘‘પ્રભુ પ્રભુ લય'' લગાડવાની છે. પુરુષાર્થ કર્યે જઇશું તો જેવું કારણ મળશે, તેવું કાર્ય થશે જ.