________________
૭િ૦૨
જે પ્રારબ્ધ બાંધેલું હોય, તે આવી પડે ત્યારે કંટાળવું નહીં, પણ શૂરવીરપણે વેઠી લેવું. જેની સારી ભાવના છે, તેનું સારું જ થવાનું છે. સત્સંગના વિયોગમાં અસત્સંગથી ભડકતા રહેવું. ઠામ-ઠામ અસત્સંગના પ્રસંગો આ કાળમાં બને છે. તેથી ઝાઝું સમજવાની ઇચ્છાએ અસત્સંગ ન ઉપાસવો. કંઈ નહીં તો મંત્રની માળા ફેરવાશે તો તે પણ પુસ્તકની ગરજ સારે તેમ છે. માત્ર જીવને સહ્રદ્ધાની જરૂર છે. પોતાની દશા કરતાં ચઢિયાતી દશા હોય, તેવાનો સત્સંગ કામનો છે. તેવી જોગ ન હોય તો પોતાના જેવી છૂટવાની જેની ઇચ્છા છે, તેનો સમાગમ પણ હિતકારી છે. તેવો પણ જોગ ન હોય તો પોતાને વિપ્ન ન કરે, પણ કહ્યું કરે, તેવા જીવોનો સમાગમ પણ ઠીક કહ્યો છે. તેવો પણ જોગ ન હોય તો ઘેર બેઠાં મંત્રસ્મરણ કર્યા કરવું પણ કુસંગતિની ઇચ્છા પણ ન કરવી. આ સમજવા જેવી વાત ભગવાને કહેલી છેજી. જે લક્ષ રાખશે, તે આ કાળમાં ઠગાશે નહીં. (બો-૩, ૫.૬૭૬, આંક ૧૨) દેહને અર્થે અનંતકાળ ગાળ્યો, પણ જે દેહે આત્માર્થ સધાય તે દેહને ધન્ય છે. તેવો જોગ પ્રાપ્ત થયો છે તો હવે અલ્પ આયુષ્યમાં જેટલો વિશેષ સત્સંગનો લાભ લેવાય તેમ ભાવના રાખવા યોગ્ય છે. પૂર્વનાં બાંધેલાં સુખદુઃખ સર્વ સ્થળે ભોગવવાં પડે છે. ભલે દવાખાનામાં રહો કે હવા ખાવાનાં સ્થળોમાં રહો; પણ જ્યાં સત્સંગ છે ત્યાં આ ભવ, પરભવ બંનેનું હિત થાય તેવો જોગ છે. કોટિ કર્મનો નાશ પુરુષના સમાગમ થાય છે. તે કમાણી જેવી તેવી નથી. બસો-પાંચસો રૂપિયા માટે જીવ પરદેશ પણ ચાલ્યો જાય, અનેક જોખમ ખેડે અને મહેનત ઉઠાવે પણ પુણ્ય વિના તે પામી શકાતું નથી; અને સત્સંગ માટે જ્યારથી ડગલાં ભરે ત્યારથી જીવને પુણ્ય અઢળક બંધાતું જાય છે. તેનું માત્ર જીવને ભાન નથી, શ્રદ્ધા નથી. પૂર્વભવનું કરેલું આ ભવે જીવ પામ્યો છે, પણ જો આ ભવમાં કમાણી નહીં કરે તો શી વલે થશે? માટે ચેતવા જેવું છે. બાળ કરશે તે બાળ ભોગવશે, બૈરી કરશે તે બૈરી ભોગવશે. પોતે એકલો જવાનો છે. માટે ધર્મ કરશે તે સુખી થશે. (બો-૩, પૃ.૮૯, આંક ૭૮) જીવ પુરુષાર્થ કરે તો મનુષ્યભવમાં સત્સંગનો યોગ મેળવી શકે તેમ છે. સત્સંગ જેવું કલ્યાણનું કારણ બીજું ગમે તેવું સારું લાગતું હોય તો પણ તે ગૌણ કરી, સત્સંગ ઉપાસવાની પરમકૃપાળુદેવની શિક્ષા છે. તે લક્ષમાં રાખવા ભાવના કરવા લખ્યું હતું, બાકી તો પુણ્યના યોગ પ્રમાણે બને છે જી. (બી-૩, પૃ.૭૫૮, આંક ૯૫૫). D દેહથી આત્મા ભિન્ન છે એમ સદગુરુના ઉપદેશથી જાણી, તેની પકડ કરતાં ભેદજ્ઞાન થાય છે. જેને
ભેદજ્ઞાન થાય છે તેનો જરૂર મોક્ષ થાય છે. જે જે જીવો મોક્ષે ગયા છે તે સર્વ, એક ભેદજ્ઞાનના આરાધનથી ગયા છે, એટલે તે સર્વે ભેદજ્ઞાન પામ્યા હતા. સત્સંગ વિના આવી સમજ આવવી દુર્લભ છે. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, એમ પરમકૃપાળુદેવ કહે છેજી. સત્સંગની ભાવના વધારી, સત્પષે આપેલા સત્સાધનને સેવતા રહેવા
ભલામણ છે). (બો-૩, પૃ.૧૬૮, આંક ૧૭૧). T સંસારનું સ્વરૂપ સદ્ગુરુના બોધને અનુસરીને વારંવાર વિચારી, સંસારનું અસારપણું, અનિત્યપણું,
અમોહકપણું હૃદયમાં પ્રગટ ભાસે તેમ કર્તવ્ય છેજી.