________________
(૭૧)
હોય તે કાઢે તો પ્રમાદ જાય. દિવસો ઉપર દિવસો જાય છે અને જે કરવાનું છે, તે પડ્યું રહે છે.
(બો-૧, પૃ.૧૨૯, આંક ૩) D પ્રમાદ છે, એ તો દોષ છે જ, પણ જીવને પ્રમાદમાં રતિ રહી છે, એ મોટો દોષ છે. “જીવને પ્રમાદમાં
અનાદિથી રતિ છે; પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી.' (૮૧૦) પ્રમાદ મારે ઓછો કરવો છે, એમ કરી જ્ઞાનીની આજ્ઞામાં કાળ ગાળશે, ત્યારે મુમુક્ષુતાની શરૂઆત થશે.
(બો-૧, પૃ.૨૬૦, આંક ૧૬૮) || જ્યારે આત્મા જાગ્રત થઈ જાય અને પોતાના આત્માનું જ કલ્યાણ કરવું છે, એવો અંતરનો નિશ્ચય થઈ
જાય ત્યારે બળવીર્ય સ્કુરે, કર્મનું જોર ચાલે નહીં, ત્યારે જ જ્ઞાની પુરુષોને જે કહેવું છે તે સમજાય તેમ છે, માટે રુચિ જાગ્રત કરવાની પ્રથમ જરૂર છે. પછી તો તેને, જ્ઞાની પુરુષો આગળ વધવા માટે જે ઉપાય બતાવે અને પ્રતીતમાં આવે, તેમ આત્મા બળવાન થઈ આગળ વધ્યે જ જાય છે. પછી પ્રમાદનું પણ કંઈ જોર ચાલતું નથી. પરમકૃપાળુદેવ સૂતા હોય ત્યારે પણ કંઈ ને કંઈ બોલતા. શિરીરને તો જ્યારે ચાલે નહીં, ત્યારે જ આરામ આપવો. બાકીના વખતમાં પુરુષાર્થ કર્યા કરવો. ઊંઘ ન આવતી હોય ત્યારે પરાણે લાવવાની કોશિશ નહીં કરતાં, સવળી સમજણ કરી લેવી કે સારું થયું, ઊંધ
નથી આવતી તો પુરુષાર્થ કરાય છે. તેમ લક્ષ રાખવો. (બો-૧, પૃ.૧૧, આંક ૧૪) | સરુષની આજ્ઞાના આરાધનમાં પ્રમાદ ન થાય, એમ વર્તવું. પ્રભુશ્રીજી કહેતા કે પ્રમાદ અને આળસ
જેવાં કોઈ શત્રુ નથી. માટે પ્રમાદ ન થાય, એવી સાવચેતી રાખવી. પ્રશ્નઃ પૂર્વકર્મથી પણ પ્રમાદ તો આવેને? પૂજ્યશ્રી : આવે તો પૂર્વકર્મથી, પણ પુરુષાર્થ કરે નહીં તો પ્રમાદ જાય નહીં. પુરુષાર્થ માત્ર દેહથી તે નહીં; પણ ભાવના ઊંચી રાખવી તે. પોતે પુરુષાર્થ ન કરે અને કહે કે કર્મ છે, કર્મ છે, તો-તો કોઇ મોક્ષે જાય નહીં. કર્મ તો જડ વસ્તુ છે. કર્મને કોણે બોલાવ્યાં ? આત્માએ બોલાવ્યાં છે; અને જો આત્મા કહે કે મારે નથી જોઇતાં તો કર્મ આવીને કંઈ વળગતાં નથી. પુરુષાર્થની જરૂર છે. પૂર્વકર્મ છે, એમ જ્ઞાનીઓએ શા માટે કહ્યું છે? ચેતવા માટે કહ્યું છે. “પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જવો.' (૮૪) જ્યારથી સત્પષની આજ્ઞા મળી ત્યારથી ચેતી જવું. (બો-૧, પૃ.૪૦, આંક ૧૨) T “એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે.” (મોક્ષમાળા પાઠ-૫૦) તે વિષે વચનામૃતમાં પાછળના પત્રોમાંથી જોવા વિનંતી છેજી. પરમાં વૃત્તિ રમે તે ખરી રીતે પ્રમાદ છે. તે અનાદિની કુટેવ ટાળવા, દ્રઢ નિશ્ચયની જરૂર છે. તે ઓછો કરવાનો જેણે નિશ્ચય કર્યો છે, તે મહાપુરુષો કાળના મુખમાં પેસતી અનેક પળોને ઝૂંટવી લઇ, જેટલો અવકાશ મળે તેમાં મોક્ષમાર્ગ કે આત્માના વિચારમાં રહે છે.