________________
૭િ૦ )
ભક્તિ વગેરે સૌ જુદા-જુદા વખતે કરી લેતા હો તો ભલે, પણ એકઠા મળીને કંઇ વાંચન, વિચાર દ્વારા પરમકૃપાળુદેવના ઉપકાર, તેના ગુણગ્રામ અને તે અલૌકિક પુરુષની દશાનું માહાસ્ય દયમાં અહોનિશ વર્યા કરે, તેમ ચર્ચા તથા વિચારોની આપ-લે કરવાની કંઈ ગોઠવણ કરવા ભલામણ છેજી. એવો જોગ ન બને અને માત્ર પૈસા અર્થે આવો રૂડો યોગ મળેલો વહ્યો જાય, તે વિચારવાનને ઘટે નહીં. ત્યાં તો ઘણાખરા બ્રહ્મચર્ય પાળીને રહો છો; તેવા વખતમાં સત્સંગનો જોગ રહ્યા કરે તો વૈરાગ્ય-ઉપશમ વધતાં, મનુષ્યભવને સાર્થક કરવાની ભાવના વધી, ગુણપ્રાપ્તિનું કારણ થાય. ઉપાધિના પ્રસંગમાં મનમાં પણ બીજી બાજુની ખેંચ રહ્યા કરે તો કંઇક વૈરાગ્ય જીવતો રહે, નહીં તો આરંભ-પરિગ્રહને વૈરાગ્ય-ઉપશમના કાળ પરમકૃપાળુદેવે કહેલ છે; તે લક્ષ રાખી દિવસના ત્રાસમય પ્રસંગોની અગ્નિમાં ઠરવાનું ઠેકાણું, એકાદ કલાક જો સત્સંગ અને સદ્વાંચન શરૂ કરી ટકાવી રાખશો, તો તેનો લાભ સર્વને ટૂંકી મુદ્દતમાં સમજાશેજી. (બી-૩, પૃ.૭૧૩, આંક ૮૬૩) “સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે.” (૫૧૧) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તેવી જોગવાઈ ત્યાં પણ બે-ચાર જણ મળીને કરવાથી જીવને શાંતિનું કારણ થશે. જ્ઞાનીપુરુષનાં વચન કાનમાં પડશે, ચર્ચાશે તો તેમાંથી ઘણું બળ જીવને મળશે; પોતાના દોષો દેખાશે, તેને વગોવીને હાંકી કાઢવાનું સાહસ પણ થશે. માટે સાચા દિલથી સત્સંગ કરવાનો દ્રઢ નિશ્ચય કરી, ભક્તિ કરી, કંઈ-કંઈ પરમકૃપાળુદેવનાં વચન વાંચવા-વિચારવાનું રાખવા ભલામણ છેજી. સત્સંગમાં જ્ઞાની પુરુષનાં ગુણગ્રામ ગાવા છે, એ જ લક્ષ રાખવો. આપણને હિતકારી વચનો વર્ષો ઉપર જ્ઞાની ઉચ્ચારી ગયા છે, તેનો ઉપકાર માનવો અને તેનાં વખાણ કરવાથી કોટિ કર્મ ખપે છે અને આશ્વાસન, શૂરવીરપણું અને હિંમત મળે છેજી. (બી-૩, પૃ.૭૩૬, આંક ૯૦૧) રોજ મોક્ષમાળા આદિ સમજાય તેવું વાંચન, ચર્ચા ખુલ્લા દિલથી, શરમ મૂકીને કરતા રહેશો તો સત્સંગનું અપૂર્વપણું તમને ભાસ્યા વિના નહીં રહે. સત્સંગનો જેને રંગ લાગે, તેને પરમ સત્સંગની ભાવના રહ્યા કરે, એ બનવા યોગ્ય છેજી. સત્સંગ, સન્શાસ્ત્ર, સદ્વિચાર અને યથાશક્તિ સદાચરણ, એ યોગ્યતાના મુખ્ય કારણ છેજી. (બી-૩, પૃ.૭૮૫, આંક ૧૦૦૨) D સપુરુષોનાં વચનોમાં પ્રેમ, ભક્તિ, ઉલ્લાસ આવ્યા વિના, તે મહાપુરુષોનો ઉપકાર ખરા હૃયથી જીવ
ગ્રહણ કરી શકતો નથી, તેનું કહેલું સંમત કરી શકતો નથી. તેમ કરવું હોય તેમાં, વિષય અને પ્રમાદ આડે આવે છે. તે બંનેને હઠાવીને આત્માને સન્દુરુષ, તેમનાં વચન, તેમની આજ્ઞામાં ઉલ્લાસ આવે તે અર્થે, સત્સંગની ઘણી જ જરૂર છે. પોતામાં બળ ન હોય અને સત્સંગનો આશ્રય ન લે તો જીવને બચવાનું સાધન શું છે? તે એકાંતમાં વિચારી સત્સંગપ્રેમ વધારશોજી. (બી-૩, પૃ.૨૮૮, આંક ૨૭૭) નિમિત્તને આધીન આપણા ભાવ પલટાઈ જાય, એ હાલની અવસ્થામાં સ્વાભાવિક છે. તેથી જ જ્ઞાની પુરુષોએ આપણા જેવા માટે સત્સંગ કરતા રહેવા ભલામણ કરી છે. તેવો જોગ ન હોય ત્યારે તેની ભાવના રાખી, બીજી બાબતોમાં જીવન વ્યતીત થઈ જાય છે, તેનો ખેદ કરતા રહેવા યોગ્ય છે; કારણ કે આયુષ્ય અલ્પ અને અનિશ્ચિત, અને ઘણો પુરુષાર્થ હજી આપણે કરવો ઘટે, તેવાં કર્મ બળવાન છે, ત્યાં પ્રમાદ થાય તે આપણી અણસમજ છે. (બી-૩, પૃ.૧૩૪, આંક ૧૩૪)