________________
(૬૮૯) છે; તો ભવરોગ નાશ કરવા જેટલી શક્તિ આપણામાં છે, તેટલી બધી તે આજ્ઞા ઉઠાવવામાં વાપરવી ઘટે છે. જે વાંચીએ તે આત્મા પ્રગટાવવા, જે જાપ જપીએ તે પણ તે અર્થે, જે ભક્તિ કરીએ, દર્શન કરીએ, સમાગમ કરીએ, ખાઈએ-પીએ, બેસીએ-ઊઠીએ, ઊંધીએ-જોઈએ, કામ કરીએ, કોઈ પ્રત્યે સ્નેહ કરીએ, જઈએ-આવીએ તે સર્વ ક્રિયા એક આત્માર્થે કરવા યોગ્ય છે.જી. (બી-૩, પૃ.૨૦૧, આંક ૨૦૦) તે તરફ કોઈ મુમુક્ષુ હોય એમ સ્મૃતિમાં નથી પણ સરખે-સરખા સ્વભાવના શોધકને, મળી આવવા સંભવ છે. તેવો યોગ ન બને ત્યાં સુધી, મંત્ર-આરાધના વિશેષ કરતા રહેવા ભલામણ છેજી. એકાગ્રતાનું, જાગૃતિનું મુમુક્ષુજીવને એ પ્રબળ કારણ છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી તો એટલા સુધી કહેતા કે મંત્ર આપીએ છીએ, તે આત્મા જ આપીએ છીએ, પછી જેવી જીવની યોગ્યતા. (બી-૩, પૃ.૩૮૮, આંક ૩૯૩) D મંત્રસ્મરણનું વિશેષ આરાધન વિશેષ લાભનું કારણ છેજી. પરમકૃપાળુદેવે જેવો આત્મા જાણ્યો છે, પ્રગટ કર્યો છે, તેવો મારે માનવો છે, પ્રગટ કરવો છે, તે અર્થે જ આ આરાધન કરું છું. દેહનાં સુખદુઃખ તો પ્રારબ્ધકર્મને આધારે થાય છે, પણ આત્માને શાંતિ અનુભવવા, દેહદ્રષ્ટિ ભૂલી જ્ઞાનીના આશ્રયે આત્મવૃષ્ટિ કરવા, આ સાધન આરાખું છું, એ લક્ષ રાખવા યોગ્ય છે). (બો-૩, પૃ.૫૩૬, આંક પ૮૬) સ્મરણમંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકન્ડનો પણ સદુપયોગ કરવાનું તે સાધન છે. પરમકૃપાળુદેવે જામ્યો છે તેવો આત્મા, તે મંત્રમાં તેમણે જણાવ્યો છે. મને કંઈ આત્માનું ભાન નથી; પણ તે પ્રગટવા, તે પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવા, તેના સાચા સિપાઈ થવાનું સદ્ભાગ્ય મને જે દિવસથી મળે, તે દિવસથી મારો જન્મ થયો એમ માની, તે પરમગુરુ શ્રીમદ્ રાજચંદ્રની આજ્ઞા એ જ આપણું જીવન છે એમ માની, છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તે આરાધન કર્યા રહેવાનું છે. હાલ તો અમુક માળા રોજ ફેરવવાનો નિયમ લેવો, પણ હરતાં-ફરતાં, દિવસે રાત્રે, સૂતાં-સૂતાં પણ તેમાં મન રાખી,
જીવન સફળ કરવા આ ધર્મ સ્વીકારું છું, એ ભૂલશો નહીં. (બી-૩, પૃ.૨૯૪, આંક ૮૩૪) I આયુષ્ય અલ્પ અને અનિશ્રિત અને ઘણો પુરુષાર્થ હજી આપણે કરવો ઘટે તેવાં કર્મ બળવાન છે, ત્યાં
પ્રમાદ થાય એ આપણી અણસમજ છે; તે વાત ભુલાય નહીં, તે અર્થે સ્મરણનું સાધન છે. મૂળ આપણું સ્વરૂપ તો સહજ શુદ્ધ છે. તેનું રટણ જો મુખ દ્વારા કે મનમાં થતું રહેતું હોય તો બીજેથી વૃત્તિ પાછી વાળવાનું એ બળવાન સર્વોત્તમ સાધન છે, પણ તેમાં પણ મંદતા કે બેદરકારી જેવું થઇ જાય તો પછી શો ઉપાય ? મુક્ત થવાની ભાવના, કાળજી જોઇએ. જેવા ભાવ તેવા પ્રકારના શુભાશુભ કર્મોનો પ્રવાહ તો જીવને આવરણ નિરંતર કરી રહ્યો છે; તેમાંથી મુક્ત થવાનો માર્ગ પરમકૃપાળુદેવની કૃપાથી ૫.૩ ૫.પૂ. પ્રભુશ્રીજી મુખેથી આપણે સાંભળ્યો છે કે સપુરુષ કે સત્પરુષે આપેલા સાધનની સ્મૃતિ થતાં, જીવનાં પરિણામ સંસાર ભજવાનાં મંદ થાય અને મહાપુરુષના માર્ગની ભાવના જાગ્રત થાય, તો ત્યાં મંદ બંધ થાય અને જીવ બળવાન થાય તો કર્મોની નિર્જરા પણ ઘણી કરે. એમ કરતાં-કરતાં નિમિત્તો પણ સારાં મળે અને સન્માર્ગમાં સ્થિતિ થાય. (બી-૩, પૃ.૧૩૪, આંક ૧૩૪)