________________
૬૯૮
D કળિકાળ છે, તેથી સત્સંગનાં નિમિત્તો મળવાં પણ દુર્લભ થઇ પડયાં છે. સત્સંગના વિયોગમાં જ તેની કિંમત સમજાય છે. પુણ્યાનુબંધી પુણ્યનું ફળ સત્સંગ છે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે સાચું છે. આ કાળમાં તેવા પુણ્યના સંચયવાળા જીવો થોડા જ સંભવે છે. જ્યાં-ત્યાં પાપના ઉદયવાળા કે પુણ્યના ઉદયમાં પણ પાપ બાંધતા જીવો જણાય છે. વળી પરમકૃપાળુદેવે કહ્યું છે કે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયાં છે. એવા વિકટ વખતમાં પણ આત્મકલ્યાણ કરવું હોય, તેણે વિકટ પુરુષાર્થ કર્તવ્ય છે અને સત્પુરુષનો યોગ ન હોય ત્યારે તો વિશેષ બળ કરીને, તેનાં વચનો પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય ગણી ઉપાસતા રહેવાની . જરૂર છેજી.
જેટલી વિરહવેદના વિશેષ તીવ્રપણે વેદાશે, તેટલું કલ્યાણ વિશેષ થવા સંભવ છે. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમને પરમકૃપાળુદેવે વિયોગમાં રાખીને, વિરહાગ્નિના તાપમાં તપાવીને હિત કર્યું છે. આપણા હાથમાં હવે એ રહ્યું છે કે તે તે ભાવોની સ્મૃતિ, તે તે પ્રસંગો, વચનો, સમાગમ અને બોધ સ્ફુરી આવે તેવો અવકાશ મેળવી, તેમાં વૃત્તિ જોડી રાખવી, તે પરમપુરુષના આશય સુધી પહોંચાય તેવી વિચારણા જગવવી અને તેમને જે કરાવવું હતું તે કરવા મંડી પડવું.
ન
પ્રત્યક્ષ સત્સંગનો યોગ ન બને ત્યારે પરોક્ષ સત્સંગરૂપ પત્રવ્યવહાર મુમુક્ષુજીવો સાથે રહે, તે પણ હિતકારી છેજી. (બો-૩, પૃ.૩૮૭, આંક ૩૯૩)
માર્ગ જ્ઞાનીપુરુષોએ અને પરમકૃપાળુદેવે સ્પષ્ટ જણાવ્યો છે, તે સમજવામાં અને આચરવામાં આડું શું આવે છે તે દરેકે વિચારી, સત્સંગયોગે આ મનુષ્યભવ સફળ કરી લેવો ઘટે છેજી.
પત્રાંક ૫૦૫ ‘‘વીતરાગનો કહેલો ....'' રોજ ઊંડા ઊતરી વિચારશોજી. (બો-૩, પૃ.૫૫૯, આંક ૬૨૧)
D પોતાને નહીં તો પોતાના પાડોશીને પણ, કંઇ મળ્યું હશે તો આપણા કામમાં કોઇ દિવસ આવશે એમ જાણી, મનુષ્યભવ સફળ કરવામાં પ્રબળ સાધન એવા સત્સંગનો યોગ સર્વને પ્રાપ્ત થાઓ, તેમાં વિઘ્નરૂપ હું ન થાઉં એવી ભાવના અને આચરણા, સર્વ મુમુક્ષુઓએ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૪૬, આંક ૯૨૧)
— સદાચાર હશે તો જ સત્સંગ સફળ થશે, એ ભૂલવા જેવું નથી. (બો-૩, પૃ.૭૪૯, આંક ૯૨૯) આપ લખો છો તેમ સત્સંગ જ જીવને ઉપકારક વસ્તુ છે, પણ પૂર્વપુણ્યને આધીન તેવો જોગ બને છેજી. સત્સંગના વિરહમાં સત્પુરુષનાં વચનોને પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય સમજી, તેનું આરાધન કરી, જિજ્ઞાસા વર્ધમાન કરે તો વિરહ પણ કલ્યાણકારી નીવડે છે, એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છેજી. (બો-૩, પૃ.૧૯૦, આંક ૧૯૩)
જગતમાં સારા ગણાવા માટે લોકલાજને માન આપીને, પોતાનું કલ્યાણ થાય તેવાં નિમિત્ત હોય તેથી પણ ડરતા રહેવું, છુપાતા-નાસતા ફરવું, એ મહા હાનિકારક જ્ઞાનીઓએ કહ્યું છે; અનંતાનુબંધીનું કારણ ગણ્યું છેજી. શ્રી મીરાંબાઇ જેવાં બાઇ-માણસ પણ નિર્ભય ભક્તિ કરી શક્યાં છે, તે સત્સંગનો પ્રતાપ છે.
‘‘મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઇ; સાધુસંગ બેઠ બેઠ લોકલાજ ખોઇ. ''