________________
૬૭૩) એમ કહેવાય છે કે “કંઈક આપણા બળ અને કંઇક દેવકા બળ.” એમ બે હાથે તાલી પડે છે. પુરુષો આપણને મોહનિદ્રામાંથી જગાડવા પોકારી-પોકારીને કહી ગયા છે અને કહે છે; પણ તે માનવું, તેવા
ભાવ કરવા, તેમ વર્તવું - તે આપણા હાથની વાત છે. (બી-૩, પૃ.૭૭, આંક ૬૭) ભક્તિ પરમકૃપાળુદેવનાં વચનો પવિત્ર હદયમાં જ સ્થાન પામે (વાસ કરે) તેવાં છે. તેથી વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ અને ભક્તિ દ્વારા દય પવિત્ર કરતા રહેવા ભલામણ છેજી. ભક્તિ : એ આત્માની પ્રેમશક્તિને પરમ પુરુષમાં લીન કરવારૂપ દશા છે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસેં.' ત્યાગ - તજવા યોગ્યના અનેક પ્રકાર છે, પણ ભજવા યોગ્ય તો આત્મારૂપ, મોક્ષની મૂર્તિ સમાન પરમપુરુષ એક જ છે અને તેમાં અનન્યભાવે લીનતા થતાં સર્વ જગતનું વિસ્મરણ થવા યોગ્ય છેજી, આ પરમપદનો ટૂંકો માર્ગ અનેક મહાપુરુષોએ આચર્યો છે અને આ કાળમાં એ જ પરમ ઉપકારી છે, એવો ઉપદેશ કર્યો છે. મને-તમને-સર્વને તે ધ્યેયરૂપ હો એવી ભાવના છેજી. આ બધાનો સાર ““આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. જેટલા પોતાની પુદ્ગલિક મોટા ઇચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો.” (૮૫) આ કર્તવ્ય સર્વ અવસ્થામાં, યથાશક્તિ કરતા રહેવાની જરૂર છે. સાજા હોઇએ, માંદા હોઇએ, સત્સંગમાં હોઇએ, વિયોગમાં હોઇએ, યુવાવસ્થામાં હોઇએ કે વૃદ્ધાદિ અવસ્થામાં હોઈએ, ગૃહસ્થાવસ્થામાં હોઈએ કે ત્યાગી અવસ્થામાં હોઇએ તોપણ એ લક્ષ ન ચુકાય તેમ પ્રવર્તવું ઘટે છેજી. (બો-૩, પૃ.૫૪૬, આંક ૬૦૧) I અપૂર્વ ભક્તિ એટલે સંસાર પ્રત્યેનો પ્રેમ છૂટી, ભગવાનમાં પરમ પ્રેમ થાય છે. “પર પ્રેમ પ્રવાહ બઢે
પ્રભુસેં.' ભક્તિ એ છૂટવાનું સાધન છે. ભક્તિમાં કિંમત ભાવની છે. ક્રિયા કરવાથી કંઈ ન થાય. સમજણસહિતની ભક્તિ, આજ્ઞાથી થાય તે સાચી ભક્તિ છે. અપૂર્વ ભક્તિ હોય તો શરીરમાં દુઃખ છે કે સુખ, તે ખબર ન પડે.
તરુણ સુખી સ્ત્રી પરિવર્યોજી, જેમ ચાહે સુરગીત;
સાંભળવા તેમ તત્ત્વનેજી, એ વૃષ્ટિ સુવિનીત.” તત્ત્વમાં જીવને પ્રેમ લાગે ત્યાંથી ભક્તિ શરૂ થાય છે. શ્રવણ કરવાની ઇચ્છા જાગે. કોઈ તરુણ,
સ્ત્રી સહિત સુખી છતાં, તે છોડી દૈવી ગાયન સાંભળવા પ્રેરાય છે; તેમ પાંચ ઇન્દ્રિયના વિષયોથી ઊઠી પ્રભુમાં પ્રેમ લાગે. પછી મનન થાય, નિદિધ્યાસન થાય. ભક્તિ એ આત્મા છે. જાગે તો થાય.
ભક્તબીજ પલટે નહીં, જો જુગ જાય અનંત;
ઊંચનીચ ઘર અવતરે, આખર સંતકો સંત.” ભક્તિ જીવને ગમે તો સાથે જાય. સમકિત જેવી જ છે. એ રસ્તો છે. સ્વચ્છંદ, પ્રમાદ, મિથ્યાગ્રહ, ઇન્દ્રિયવિષય બધું ટળે એવી ભક્તિ છે. ભક્તિનું ફળ એ આવવું જોઇએ. (બો-૧, પૃ.૧૮૦)