________________
૬૩૨)
સદ્ગુરુનું શરણું, તેની આજ્ઞાની ઉપાસના, સ્મરણ કરતા રહેવાની ટેવ, સરુના બોધનો ઊંડા ઊતરીને શાંતિથી કરેલો નિર્ણય, ભક્તિ આદિ અપૂર્વ સામગ્રીની જોગવાઇ પુણ્યયોગે આ ભવમાં સમીપ સમજી, વૃત્તિ એવી ઉત્તમ બાબતોમાં રાખશો, અને મરણનો ડર ન રાખતાં, તેની તેયારી જરૂર કાળજીપૂર્વક, શાંત ભાવે, સદ્ગુરુશરણે કરતા રહેવા ભલામણ છે. આ કાળમાં અચાનક આયુષ્ય તૂટી જતાં સાંભળીએ છીએ. આપણને આટલું જીવવાનું મળ્યું છે, તે કોઈ પૂર્વના પુણ્યનો યોગ ગણવા યોગ્ય છેજી. ભલે પથારીમાં પડી રહેવું પડતું હોય, વંદના ભોગવવી પડતી હોય, ચેન ન પડતું હોય, પણ એવો-એવોય મનુષ્યભવ છે. ત્યાં સુધી, સદ્ગુરુ અપાર જ્ઞાન, સુખ, વીર્ય અને નિરંતર આત્મઉપયોગ તરફ દ્રષ્ટિ દઇ, તેને શરણે આ જીવનું જરૂ કલ્યાણ થશે, એવું આશ્વાસન એવા દુઃખના વખતમાં મેળવી, શાંતિથી સર્વ ૬ ખમવાનું ન મેળવી શકાય તેમ છે). આ જીવે આજ સુધી કરવા જેવું છે, તે તો કંઈ કર્યું નથી, નહીં તો આ વખતે બીજા જીવોને પણ પૂ. સોભાગભાઇની પેઠે ઉપદેશરૂપ થઇ પડે; આવે વખતે ધીરજથી પદની વદાય તો પોતાનું કલ્યાણ થાય અને બીજા જીવોને પણ “માર્ગ ઉત્તમ છે. આ ભાઇ આરાધ છે તે જ માર્ગ આરાધવા યોગ્ય છે.' એવી ભાવના થવાથી માર્ગ પામવાની જિજ્ઞાસા જાગે. ધીરજ ખોઇ બુમો પાડવાથી. કાંઈ કર્મને દયા આવવાની નથી, ઊલટી કંઇ રહી-સહી શક્તિ હોય, તે ભક્તિમાં ગાળી શકાત તેને બદલે, બરાડા પાડવામાં અને બીજાને ગભરાવવામાં ખલાસ પંઇ જાય. માટે શાંતિથી, ધીરજથી, સમભાવથી, સહનશીલતા લાવી, ગમે તેવી વેદના હોય તે જવા માટે આપી છે. ભોગવી લીધા પછી ફરી આવવાની નથી, દેવું પતે છે એમ જાણી, હિમત રાખી, કઠણાઇ કેળવવા વિનંતી છેજી. દવા પીવાની હોય, તે કડવી છે, નહીં પીઉં એમ કરીને પણ નાનાં છોકરાંની પદે પરાણે, આખરે પીવી પડે છે અને સમજુ હોય, તે ન ગમે તોપણ આંખો મીંચી, કઠણ મન કરી, પી જાય છે; તેમ આત્મામાં ક્લેશવૃત્તિ ન ઊપજે પણ શ્રી ગજસુકુમારની પેઠે, મોક્ષની પાઘડી માની વેદના સહન કરી તેમ, પ્રસન્નચિત્તે “સદ્ગુરુએ જ આપણને ઊંચી દશામાં લાવવા આ કઠણાઇ મોકલી છે' એમ માની, સદ્ગુરુને શરણે દુ:ખને સુખ ગણી, આનંદમાં રહેતાં શીખવાની ભલામણ છે. નરકમાં કેવા-કેવાં આકરાં દુઃખ, પરાધીનપણે ભોગવીને આ જીવ આવ્યો છે, તેનો વિચાર આવે તો અહીંનાં દુઃખોની તો કંઈ ગણતરી ન રહે. ઊલટું, મનુષ્યભવથી મોક્ષ સુધીનો માર્ગ ખુલ્લો છે એમ સમજી, પૂ. સોભાગભાઈની પેઠે એકાગ્રભાવ જ્ઞાનીની આજ્ઞામાં, સ્મરણમાં રાખવો ઘટે છે. (બો-૩, પૃ.૪૦૮, આંક ૪૧૫) એ હંમેશાં પુરુષાર્થપરાયણ રહેવું. બીજા હોય અને સ્મરણ બોલે તો તેમાં ચિત્ત રાખવું, નહીં તો આપણે
વેદનામાં જતી વૃત્તિને વાળીને સ્મરણમાં રોકવી. એમ વારંવાર કાળજીપૂર્વક ર્યા કરવાથી તેવો અભ્યાસ થઈ જશે એટલે સહેજે કોઈ હોય કે ન હોય પણ મન સ્મરણમાં જ લાગેલું રહેશે. જેટલું જીવન બાકી હોય તે પરમકૃપાળુદેવને આશ્રયે ગાળવું છે અને અંતે પરમકૃપાળુદેવને આશ્રયે જ દેહ છોડવો છે એવી દ્રઢ ભાવના દ્ધયમાં રાખી, તે શરણ જ જીવન છે - તેમાં વૃત્તિ રહેવાથી આનંદ અનુભવાશેજી.