________________
(૬૫)
મહાપુરુષોએ કામ જીતવાના અચૂક ઉપાયોમાંનો એક ઉપાય વૃદ્ધસેવા પણ કહી છેજી. આવો પ્રસંગ જેને સહેજે બની આવ્યો હોય, તેનાં અહોભાગ્ય ગણવા યોગ્ય છેજી. આખી જિંદગીમાં સજ્જન આત્માર્થી જીવે જે વિચાર્યું હોય, પોતાને ઉપયોગી લાગ્યું હોય, તે સેવામાં રહેનાર પાસે વંચાવે, બોલાવે છે તે સંબંધી પોતાને થયેલો લાભ જણાવે; તે જો જીવ લક્ષમાં લે તો તેને અનેક પુસ્તકોના સારરૂપ અને સમાધિમરણમાં ખરું ખપ લાગે તેવા આધારરૂપ થાય છેજી. આખરે કંઈ કામ આવતું નથી, સગાંકુટુંબી, ધન વગેરેથી આત્માને કંઈ ઉપકાર થતો નથી; પણ પરમકૃપાળુદેવ અને તેના રાગી ભવ્ય જીવો જ આ જીવને ઉત્તમ નિમિત્તરૂપ, આધારરૂપ અને નિઃસ્વાર્થ ભક્તિનો ઉત્તમ પાઠ, વગર બોલ્ય આપી શકે છે. આ સત્ય જ પહેલેથી સમજી લે, તે ખરો અંતરત્યાગી બની ભક્તિરાગી બને છે અને આખરે તે પરમપુરુષને આશ્રયે જ દેહ છોડે છે કે જે આશ્રયના બળે તે જ ભવમાં કે ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છેજી. દેહદ્રષ્ટિવાળું તો આખું જગત છે, અને તે દ્રષ્ટિએ સગાંવહાલાંની સંભાળ મરતાં સુધી તનતોડ મહેનત કરીને પણ કરે છે; છતાં જેને કંઈ પણ સ્વાર્થ નથી એવા હરિભક્તો, પ્રભુના બાળની સેવા કરતા હોય તે સ્થળ, આ કળિકાળમાં દેરાસર જેવું જ માનવા યોગ્ય છેજી. તે સેવા એ મોટું તપ છે, શીલ છે, શાસ્ત્રાભ્યાસ છે, સત્સંગ છેજી. (બો-૩, પૃ.૪૩૭, આંક ૪૫૭) D જેને પરમકૃપાળુદેવની ભક્તિ ગમે છે, જે પરમકૃપાળુદેવને આધારે જ જીવે છે, જેને સંસાર ઉપરથી
ભાવ, અંતરમાં વૈરાગ્ય પ્રગટવાથી ઊઠી ગયો છે અને પોતાને થોડા દિવસના મહેમાન જેવો ગણી, પરમકૃપાળુદેવનો પરમ ઉપકાર માની, તેને આશ્રયે દેહત્યાગ કરવા ઈચ્છે છે એવા ભવ્ય જીવની સેવા મળવી એ પણ મહાભાગ્યની નિશાની છે; વૈરાગ્યનું, પુણ્ય કમાવાનું અને ગુરુની આજ્ઞા ઉઠાવવાનું, તે મહાન નિમિત્ત છેજી પૂર્વે જીવે કમાણી કંઈક પુણ્યની કરી છે. તેથી આ ભવમાં સર્વ પ્રકારની અનુકૂળ સામગ્રી મળી છે. પુણ્ય આમ આંખે દેખાય નહીં; પણ જે કંઈ સુખ-સામગ્રી જીવને દેખાય છે, તે પુણ્યનું ફળ છે; તે પુણ્ય કમાવાનું કારણ તો કોઈ પુરુષની શ્રદ્ધા, તેનાં હિતકારી વચનો પ્રત્યે પ્રીતિ, તેના અનુયાયી સાધર્મી ભાઈબહેનોની સેવાચાકરી અને ધર્મનાં કાર્યો કરવાના ભાવ, એ છેજી. અત્યારે લોકોની માન્યતા એવી છે કે દુકાન કરીએ, વેપાર કરીએ કે મહેનત કરીએ તેથી કમાવાય છે; પણ મહેનત કરનાર તો ઘણા હોય છે, આખો દહાડો ભીખ માગવા ભિખારી ફરે છે પણ પૂરું પેટ પણ ભરાતું નથી કારણ કે પાપના ઉદયથી, ઇચ્છેલો લાભ થતો નથી. માટે પૈસા કે શરીરની મહેનત, ઉજાગરા વગેરે પૂ...ની સેવામાં થતા હોય તેથી નહીં કંટાળતા, તેમને લઈને આપણને ધર્મની પ્રાપ્તિ થઈ છે અને પરમકૃપાળુદેવના એ ભક્તની ભક્તિથી આપણને કમાણી થઈ રહી છે, તે આપણી આંખે ન દેખાય પણ જ્ઞાની જાણી રહ્યા છેજી. વિનય, વૈયાવચ્ચ તો મોટો ગુણ છે, તેથી તપ થાય છે અને જીવને ઘણો લાભ થાય છે. (બી-૩, પૃ.૪૭૫, આંક ૫૦૨). તમારી સત્સંગ અર્થે ભાવના છે, તે પ્રશસ્ત છે; પણ પૂર્વકર્મયોગે માતાની સેવામાં રોકાવું થયું છે, તેમાં ખેદ નહીં કરતાં, બનતો ભક્તિભાવ કરી સેવા કરશો તો હિતકારી છે. તેમને સાંભળવાની ઇચ્છા હોય