________________
(૬૩૩ જ્ઞાની પુરુષની આજ્ઞા ““સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મારે માન્ય છે, બીજું કંઈ મારું નથી અને કંઈ કામનું નથી. તે આજ્ઞા સહિત જ દેહ છોડવો છે. આખરે મને એ જ લક્ષ રહે, અંતે બીજું કંઈ માનીશ નહીં. પરમગુરુ શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞામાં “સહજાન્મસ્વરૂપ પરમગુરુ''માં વૃત્તિ રાખી દેહત્યાગ થાય તેને સમાધિમરણ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે, માટે એ જ લક્ષ મને ક્ષણે-ક્ષણે રહો. જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ જ ખરું વ્રત છે, તેમાં બધું સમાય છે. હિંમત હારવી નહીં. પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ, ઉલ્લાસભાવ અને આશ્રયભાવ વધારતા રહેવા ભલામણ છેજી.
જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી સ્મરણમાં ચિત્ત રાખવું, પછીનું પરમકૃપાળુદેવને સોંપવું. જેવો પરમકૃપાળુદેવે આત્મા જાણ્યો છે, પ્રગટ કર્યો છે, અનુભવ્યો છે, તેવો જ મારો આત્મા છે. તે વિષે મારે કંઈ કલ્પના કરવી નથી. મને જે સાધન મળ્યું છે તેનું આરાધન, એ જ મારું કામ છે. દેહ-સંબંધી, કુટુંબ-સંબંધી, દેવલોક આદિ સંબંધી કંઈ વિકલ્પ નહીં કરતાં “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૬૯૨) આ ભાવ ઠેઠ સુધી રાખતા રહેવા ભલામણ છેજી. કોઈ પ્રત્યે રાગ કે કોઈ પ્રત્યે દ્વેષ - એ જ બંધનું અને જન્મમરણનું કારણ છે. થયેલા રાગ-દ્વેષની સર્વ પાસે ક્ષમા ઈચ્છી, નિરંતર ઉદાસીનતાનો ક્રમ આરાધવા યોગ્ય છેજી.
જહાં રાગ અને વળી વેષ, તહાં સર્વદા માનો ક્લેશ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.'
(બો-૩, પૃ.૫૩૮, આંક ૫૮૮). શરીર નરમ રહે તે વખતે, મનમાં મંદવાડ પેસી ન જાય એવું બળ જીવ ધારે તો કરી શકે, એવો મનુષ્યભવનો યોગ છે. શરીરના ધર્મને આત્માના ધર્મ સમજવાની ભૂલ અનાદિકાળથી ચાલી આવી છે, પણ કૃપાળુદેવે કહ્યું છે:
“છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ-મૂળ)''
“દહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય.'' ચેતનના ઉત્પત્તિ-લય, દેહના ઉત્પત્તિ-લયને આધારે માની, ઘણું જીવે વેઠયું છે. હવે તે ભાવ તજી, જ્ઞાનીએ જાણ્યો છે તેવો આત્મા હું છું અને દેહ તો પ્રત્યક્ષ, બધાને મૂકીને ચાલ્યા જતા આપણે નજરે જોયા છે; તો દેહમાં ને દેહમાં આત્માને મૂંઝવી મારવો નથી, એવો દ્રઢ વિચાર કરી, વેદનીના વખતે સત્સાધન પરમકૃપાળુદેવની કૃપાથી મળ્યું છે, તે પ્રાણ છૂટે તોપણ છોડવું નથી, એવી દૃઢતા આ ભવમાં તો કરી લેવી છે; તે અર્થે આ વેદનીનો વખત ગાળવો છે; અભ્યાસ પાડી મૂકવા માટે જ આ અવસર આવ્યો છે; ભાન છે ત્યાં સુધી કંઈક સપુરુષે કહેલું સ્મરણ કરી લઉં, પછી તો બની શકે તેમ નથી. માટે આળસ, પ્રમાદ કરી આત્માનો વેરી શા માટે બનું? (બી-૩, પૃ.૩૧૭, આંક ૩૦૭).