________________
(૪૮)
જેમ શ્રી પાર્શ્વનાથ ભગવાને કમઠ ધૂણી તપતો હતો તેમાંના લાકડામાંથી, સાપ અને સાપણને બળતાં કાઢયાં અને મંત્રનું સ્મરણ દીધું તો તે તેટલા દુઃખમાં પણ ભગવાનનાં દર્શન અને તેમની આજ્ઞાથી ધરણેન્દ્ર પદ પામે તેવો ભાવપુરુષાર્થ કરીને, મહાપુરુષના મંત્રનો પ્રભાવ પ્રગટ કરનાર બન્યાં, તેવી જ સ્થિતિ તમારી અત્યારે સંભળાય છે; પણ પરમપુરુષનાં દર્શન જેને થયાં છે, જેમણે તેમના બોધનું પાન ઘણા દિવસ સુધી કર્યું છે, તથા તે મોક્ષમાર્ગને આપનાર પુરુષ ઉપર દૃઢ વિશ્વાસ જેના હૃદયમાં દ્રઢ થયો છે, ધર્મ આરાધવાની અને આ સંસારનાં સર્વ દુઃખોથી છૂટી જવાની જેને મનમાં અત્યંત અભિલાષા છે, તેને જે જે દુઃખો આવે તે પણ આત્માને હિતકર્તા નીવડે છે. મોક્ષગામી શ્રી ગજસુકુમારમુનિની આપના જેટલી જ ઉંમર હતી, પણ દ્રઢતા ધર્મમાં કેટલી બધી હતી કે માથા ઉપર કાદવની પાળ કરી ધગધગતા અંગારા ભર્યા, પણ કાઉસગ્નમાં જ રહ્યા, કોઈને પોતાનો શત્રુ ન ગણ્યો. પોતાનાં બાંધેલાં પોતાને ભોગવવા પડે છે, તેમાં કોઈનો વાંક નથી; ઊલટો ગુણ માન્યો કે મારા સસરાએ મને મોક્ષની પાઘડી પહેરાવી. આવાં દુઃખ તો આ ભવમાં આપણે માથે આવે એવો સંભવ ઓછો છે, પણ હિંમત તેટલી હોય તો જ મોક્ષરૂપ પરમ ફળ પ્રાપ્ત થાય. જે ગુણો પરમકૃપાળુદેવ આદિ મહાપુરુષોએ પ્રગટાવી, ટકાવી રાખ્યા, તે તે ગુણો, આપણે બધાએ પ્રાપ્ત કર્યા વગર મોક્ષ થાય નહીં કે મુમુક્ષુતા પણ ટકે નહીં. માટે ૫.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ખમી ખૂંદવું, સહનશીલતા રાખવી, ભૂંડું કરે તેનું પણ ભલું થજો એવી અંતરમાંથી આશિષ આપવી. કોઇની સાથે બોલી બગાડવું નહીં, તેમ પોતાની ટેક તજવી નહીં. થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ.' એવા ભાવ &યમાં રાખી, સર્વને રાજી રાખી, તાળી-તાળી દઈ આ સંસારથી છૂટી જવું છે. પથરા નીચે હાથ આવ્યો હોય, તે કળ-કળે કરીને કાઢી લેવો. ઉતાવળે ખેચવા જાય તો આંગળીઓ તૂટી જાય. ધીરજનાં ફળ મીઠાં છે; કોઈ ગમે તેમ બોલે, આપણી વાતો કરે - તે સાંભળી, આપણા ભાવ બગડવા ન દેવા; મનમાં કંઈ ક્રોધ જેવું કે ઓછું આવે તે ભૂલી જવું, સંકલ્પોમાં તણાઈ ન જવું પણ મંત્રના સ્મરણમાં મનને જોડી દેવું. વ્યાધિ-પીડા, કર્મને લઈને ખાટલામાં પડ્યા-પડ્યા ભોગવવી પડે છે, તેવા જ આ કર્મના યોગે સંયોગો આવી પડયા છે, તેમાં સમભાવ છે તેથી વધારે બળવાન બનાવી, પરમકૃપાળુદેવને શરણે આ ભવ પૂરો કરવો છે, એ ચૂકવા જેવું નથીજી, જ્યાં સુધી શરીરમાં ભાન હોય ત્યાં સુધી, તે પરમપુરુષનું મને શરણું છે તો મારે ફિકર કરવા જેવું કશું નથી, એ દૃઢ નિશ્ચય કર્તવ્ય છેજી. “ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નરખેટ - વિમલજિન દીઠાં લોયણ આજ.”
(બો-૩, પૃ. ૨૨૯, આંક ૨૨૫) D શરીરપ્રકૃતિ નરમ રહેતી હોય ત્યારે તેમાં એકાકાર વૃત્તિ થવા દેવી નહીં. તાવ આવ્યો હોય ત્યારે
આપણે તો એવો વિચાર રાખવો કે દેહ ગરમ થયો છે, તે તાવ ગયે ઠંડો થઈ જશે. ફક્ત જોનાર તરીકે રહેવું જેથી સમતા રહે. મરણ આવે તોપણ આત્મા ક્યાં મરે છે ? તે તો ત્રણે કાળ નિત્ય છે. “મારું' માન્યું કે દુઃખ આવ્યું જ સમજવું. માટે મારાપણું કાઢી નાખવું. જે થાય છે, તે દેહને થાય છે - તેમ જોયા કરવું. જેમ કપડું જૂનું