________________
૯૧૬) દેહ વેદનાની મૂર્તિ છે, એમાંથી કંઈ સાર વસ્તુ મળવાની નથી; પણ જ્યાં સુધી મનુષ્યભવ છે ત્યાં સુધી પરમકૃપાળુદેવની શ્રદ્ધા અને તેમણે જણાવેલ મંત્રનું આરાધન કરી લેવા યોગ્ય છે. તેમાં ચિત્ત જશે તો ધર્મધ્યાન થશે અને વેદનામાં મન રહેશે તો આર્તધ્યાન થશે અને ઢોર-પશુના ભવ બંધાઇ જશે, માટે મંત્ર વારંવાર યાદ કરવો. આ વેદનીથી ખબર પડી કે જીવને સમાધિમરણ કરવું હોય તો હજી ઘણો પુરુષાર્થ કરી દેહાધ્યાસ છોડવાની જરૂર છે. શ્રી ગજસુકુમારને માથે અંગારા ભર્યા છતાં તેમણે દેહને હાલવા પણ ન દીધો, માથું. બળતું જોયા કર્યું પણ તે દુ:ખમાં મન પરોવ્યું નહીં. હું તો પરમાનંદરૂપ, અનંત સુખનો ધણી છું. આ તો પૂર્વકર્મ સાથે-લગાં જવા માટે આવ્યાં છે, ભોગવાઈ ગયાં તે હવે આવવાનાં નથી; માટે ધીરજ રાખી સહન કરવું. (બો-૩, પૃ.૭૯૪, આંક ૧૦૨૦)
બંધક મુનિના શિષ્ય સૌ ઘાણી વિષે પિલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમપદ ભાઇ તે; નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘણા, એ મોક્ષગામી સપુરુષના ચરણમાં હો વંદના ! સંગ્રામ આ શૂરવીરનો આવ્યો અપૂર્વ દીપાવજો, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવજો; સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિમરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુ-ચરણમાં. કેવળ અસંગ દશા વરો, પ્રતિબંધ સર્વે ટાળજો, સ્વછંદ છોડી શુદ્ધ ભાવે, સર્વમાં પ્રભુ ભાળજો; દુશ્મન પ્રમાદ હણી હવે, જાગ્રત રહો, જાગ્રત રહો !
સદ્ગુરુ-શરણે સ્ક્રય રાખી, અભય આનંદિત હો ! (વીરહાક) વંદનીયકર્મ તેના ક્રમ પ્રમાણે ઉદયમાં આવી દેખાવ દેશે, તેથી ગભરાવાનું નથી, હિંમત હારવા જેવું નથી. કૂતરું ભસતું આવે, પણ હાથમાં લાકડી છે, તે જો ઉગામી તો બે પગ વચ્ચે પૂંછડી ઘાલી ભાગી જાય છે; તેમ વેદનીયકર્મનો ગમે તેવો આકરો ઉદય આવે પણ જેણે આર્તધ્યાન નથી જ કરવું એવો નિશ્ચય કર્યો છે; હું દુઃખી છું એમ માનવું જ નથી, મનાય તેટલી મારી કમજોરી છે, ભ્રાંતિનો અભ્યાસ છે; પણ આત્મા પરમાનંદરૂપ છે –
સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં;
પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” આ પરમકૃપાળુદેવના છેલ્લા કાવ્યની છેલ્લી કડી જ મારે તો માનવી છે; તેણે જોયો, અનુભવ્યો તેવો અનંત સુખધામ, અનંત પરમશાંતિરૂપ સુધામય આત્મા મારે તો માનવો છે, બીજું શરીર કે શરીરના ધર્મ સુખદુ:ખ મનાય છે, તે મારી ભૂલ છે; તે ટાળી, મારે તેને શરણે આટલો ભવ તેનાં જ વચનોને આધારે જીવવું છે, માનવું છે અને મરવું છે, આવા નિશ્ચયવાળાને કશો ડર નથી. મારી સમજણ ઉપર મારે મીંડું મૂકી, ચોકડી તાણવી છે; તે ઢયડીના કહ્યા પ્રમાણે વર્તી, અનંતકાળ જન્મમરણ કર્યા છે; હવે