________________
૬ ૨૬ બીજું કંઈ ન બને તો મંત્ર વારંવાર કાનમાં પડશે તોપણ મહા હિતકારી છે. શિવભૂતિમુનિએ માત્ર “મા રુષ, મા તુષ'' મંત્રથી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું હતું. સત્પરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે; તો વિશ્વાસ રાખી, ભાવપૂર્વક, સ્વપરનું હિત તેમાં છે એમ ગણી, સેવાચાકરીમાં તત્પર રહેવાથી સર્વ સેવા કરનારાઓને લાભ થશે.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તો સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.'' તા.ક. : સાદ્વાદમાર્ગ અલૌકિક છે. સત્સંગ તો સદૈવ કર્તવ્ય છે, પણ સેવા વગેરેના કોઈક વખત મળતા પ્રસંગો પ્રાપ્ત થાય, તે વખતે તે ફરજ બજાવવામાં તત્પર થવું યોગ્ય છે અને સત્સંગની ભાવના વર્ધમાન થાય, તેમ વર્તવા યોગ્ય છેજી. પોતાને તકલીફ પડે કે શરીર વ્યાધિને લઇને પાછું પડતું હોય તો તેને સમજાવીને બળવાન બનાવવું અને દેહાધ્યાસ ઓછો કરવો છે, તે આ પ્રસંગે બને તેમ છે એમ વિચારી, પિતાશ્રીની સેવા કરશોજી. (બી-૩, પૃ.૧૧, આંક ૧૧૧)
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય;
જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય.'' જીવે જે પ્રકારે કર્મ બાંધ્યાં છે, તે પ્રકારે વહેલામોડા ઉદયમાં આવે છે અને તે ભોગવ્યા વિના છૂટકો નથી. પરંતુ જે પ્રમાણે જીવને બોધ અને વૈરાગ્ય વર્તતો હોય, તે પ્રમાણે તે કર્મને વેદી શકે છે, એમ જ્ઞાની પુરુષે કહ્યું છે. સમજણ, સદ્ગુરુકૃપાએ પ્રાપ્ત થઈ હોય અને સહનશીલતા, ખમી ખૂંદવાની ટેવ પાડી મૂકી હોય તો વેદના આવી પડે ત્યારે ગભરાઈ ન જવાય. ઊલટું ભક્તિમાં ભાવ વધારે રહે. મરણ આવશે તો શું થશે? બહુ લાંબા વખત સુધી માંદગી લંબાશે તો કેમ ખમાશે? વગેરે વિચારો અણસમજણથી આવે છે અને તેને લીધે આર્તધ્યાન થાય છે એટલે વેદનામાં જ વૃત્તિ ચોંટેલી રહે છે. સમજુ માણસને, કે સત્પરુષના સમાગમ કંઈ બોધ સાંભળી, વૃઢ વિચાર કર્યો હોય કે વેદના કરતાં આત્માનું વધારે બગાડનાર તો મોહનીયકર્મ છે, તેને વિચાર આવે કે કર્મ બાંધ્યાં હતાં તે હવે જાય છે, ગયેલાં ફરી પાછા આવવાનાં નથી. દેવું પતાવી દેવું છે એમ જેણે વિચાર કર્યો હોય, તેની પાસે ઉઘરાણી કરવાવાળા આવે ત્યારે તે ગભરાય નહીં; ગમે તેમ કરી તે દેવું પતાવી દે છે તેમ મુમુક્ષુને તો કર્મથી છૂટા થવું છે અને કર્મ જવા માટે આવ્યાં છે, તો જેવો તેનો સુખદુ:ખરૂપ સ્વભાવ હશે, તે દેખાડી, ચાલ્યાં જશે. આપણે તેમાં હર્ષ-ખેદ ન કરવો, આટલું સાચવવાનું છે. જો સમભાવે, ઉદય આવેલાં કર્મ વેદી લેવાય તો તે તપ કરવા સમાન છે. તપ કરીને મુનિઓ જેમ કર્મ છોડે છે તેમ વેદના વખતે પણ સમભાવ રહે તો કર્મ છૂટે જ છે. મૂળ ધ્યાનમાં રાખવાની વાત આટલી છે. તે કહેવી અને સાંભળવી સહેલી છે; પણ તેવા વખતે, કસોટીના પ્રસંગે તે ભાવમાં (સમભાવમાં) જે વિરલા પુરુષો ટકી રહે છે, તેમને ધન્ય છે. ૫.૧ ૫.પૂ. પ્રભુશ્રીજીને છેવટે એટલી બધી વેદનાનો ઉદય હતો કે ચોકમાં પણ તેમની બૂમ સંભળાય અને સાંભળનારને ત્રાસ થાય; પણ તેમની સહનશીલતા એટલી બધી કે મૃત્યુ તે મહોત્સવરૂપ છે એમ વારંવાર કહેતા, તે ભાવમાં રહેતા અને દેહ દેહની દુષ્ટતા દેખાડતો હતો.