________________
(૬૨૨
પરમકૃપાળુદેવે અનંત કૃપા કરી, પરમ ઉપકારી શ્રી પ.પૂ. પ્રભુશ્રીજીને સમાધિમરણ અર્થે જે મંત્ર કહ્યો, તેથી તેમણે પરમ પુરુષાર્થ ફોરવી, તેમાં તન્મયતા સાધી આત્મકાર્ય સાધ્યું; તે જ મહામંત્રનું દાન, તેઓશ્રીની આજ્ઞાથી મને મળ્યું છે. હવે તેમના જેવી જ દશા પામવાનો, મને અપૂર્વ અવસર સાંપડ્યો છે, તે આ દેહની પંચાતમાં પડીને નહીં ગુમાવું; દેહનું ગમે તેવું થવું હો તે થાઓ, સુકાઈ જાઓ, સડી જાઓ, પડી જાઓ અને આથી બમણી વેદના ભલે આવો પણ તેની કાળજીમાં મારા આત્માનું કલ્યાણ કરવાનું, આ ભવના છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તો નહીં જ ચૂકું, એવી વૃઢતા રાખી, કાયરપણું તજી શૂરવીર થવાનો પ્રસંગ આવ્યો છે, તે દીપાવજો. ‘વીરહાક આલોચનામાંથી સાંભળવાનું બને તેમ ગોઠવણ કરશોજી, તથા સમાધિસોપાનમાંથી સમાધિમરણ' પૃ. ૩૨૧થી પાછલા પત્રો પૂરા થતા સુધીનું લખાણ પણ, સાંભળતા રહેવા ભલામણ છે. કંઈ ન બને તો એક શરણ પરમકૃપાળુદેવનું છે, તે જ મને તારનાર છે - એવી ભાવના, દુઃખ ગમે તેટલું હોય તોપણ ભુલાય નહીં, તેમ વારંવાર અભ્યાસથી કર્તવ્ય છેજી. જીભે સ્મરણ અને દયમાં પરમકૃપાળુદેવની પરમ શાંત રસમય મુદ્રા અખંડ રહે, તેવો બનતો પુરુષાર્થ કર્યા જ કરવો ઘટે છેજી, શ્રી સદ્ગુરુપ્રસાદમાંથી વારંવાર વીતરાગ-મુદ્રા-દર્શન દ્વારા, તે મહાપુરુષની અલૌકિકદશામાં તન્મય થવાય, એ જ કર્તવ્ય છે). (બો-૩, પૃ.૪૨૭, આંક ૪૩૯) પરમકૃપાળુદેવનો પ્રત્યક્ષ સમાગમ જેને થયો છે, તે સજીવન મૂર્તિનો સાક્ષાત બોધ શ્રવણ કર્યો છે, મનન કર્યો છે અને તેની જ ભાવના-રૂચિ રહ્યા કરે છે, તેને બહાર ગમે તેટલી વેદના-પરિષહ સહન કરવા પડે, પણ જે પ્રજ્ઞા-સમજણ છે, તે, તે વખતે હાજર જ છે. જો પાપ વગેરે ખોટાં કામ થયાં હોય તેનું ફળ થાય. તો સત્પષ અને તેનાં વચનની ઉપાસના કરી હોય, તે કેમ નિષ્ફળ હોય ? જેનો અભ્યાસ પાડી મૂક્યો હોય, તે વારંવાર યાદ આવે; તેમ આત્મકલ્યાણ અર્થે જેણે આયુષ્ય ગાળ્યું હોય, તેને આત્મા ગમે તેટલી વેદનામાં પણ ભુલાય નહીં. પ્રત્યક્ષ પુરુષ ઉપરની શ્રદ્ધા અને તેનું યોગબળ અપૂર્વ કલ્યાણ કરે છે. (બો-૩, પૃ.૬૮, આંક ૫૬) D તીવ્ર વેદની જેવા અશુભ પ્રસંગના ઉદયમાં, સંસારનું સ્પષ્ટ અસારપણું-દુઃખમયપણું દ્રષ્ટિગોચર
થવાથી, આત્માર્થીનું વીર્ય વિશેષ ઉલ્લસિત થાય છે અને જે લક્ષ સત્પરુષ પાસેથી પ્રાપ્ત થયો હોય, તેમાં ચિત્તવૃત્તિ જોડવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને દુઃખને પણ દુઃખરૂપ ન જાણતાં પરરૂપ, પુદ્ગલ-પર્યાયરૂપ કર્મફળ જાણીને તેથી પોતાના ભિન્નપણા વિષે, વિશેષ કૃઢપણું અંતરમાં પ્રકાશે છે. (બી-૩, પૃ.૧૧૦, આંક ૧૦૩) . સ્મરણ, ભક્તિ, સત્કૃત આદિમાં વૃત્તિ રાખી, શાંતિનો પરિચય કરવા વિનંતી છેજી. વેદનાના વખતમાં દેહથી હું ભિન્ન છું, દેહમાં જે થાય છે તેનો જોનાર છું, દેહના ઘર્મ મારે મારા માનવા નથી, અનિત્ય પદાર્થોમાં મોહ થતો રોકવો છે, તે પ્રત્યે મારે મમત્વ રાખવું નથી, મારું કંઈ નથી, પરમાર્થઅર્થે આ મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે તે દેહાર્થે ન વપરાઓ, સગુરુશરણે આત્મહિતાર્થે વપરાઓ આદિ ભાવના દ્રઢ થઈ શકે છે.