________________
ન
થાય
છે.
(૧૩ શાંતિમાં રહેશો અને બીજા બધાને ગભરાવાનું કારણ ન બને તેવો ઉપયોગ રાખી, પરમપ્રેમપ્રવાહ પરમકૃપાળુદેવ પ્રત્યે નિષ્કામપણે વહે તેમ વર્તશોજી. (બી-૩, પૃ.૬૧૨, આંક ૭૦૯) અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે પરવશપણે ઘણું વધ્યું છે; તેનો થોડો ભાગ પણ જો સ્વવશ-જાણીજોઈને ખમી ખૂંદે તો ચિત્ત સમભાવ ભણી આવે અને ઘણાં કર્મો ખપાવવાનું બને તેમ છે. નરકમાં જીવ જે જે દુ:ખો લાંબા કાળ સુધી વેદે છે, તેનો સોમો ભાગ પણ આ મનુષ્યદેહમાં દુ:ખ દેખાવાનો સંભવ નથી. પૂર્વે કરેલાં પાપનાં ફળરૂપ જે વ્યાધિ, વેદના જણાય છે, તે તો પૂર્વનું દેવું ચૂકે છે એમ જાણી, સમભાવ ધારણ કરી, સપુરુષના આશ્રયે ધીરજ રાખી, જે જે દુઃખ આવી પડે તે ખમી ખૂંદવાનો અભ્યાસ પાડી મૂકનારને, મરણ વખતે ગભરામણ થતી નથી. આપણા જેવા ઘણા જીવો જગત ઉપર મનુષ્યનામધારી ફરે છે, પણ જેને પુરુષનાં દર્શન થયાં છે અને જેને આત્મજ્ઞાની પુરુષે કોઈ આત્મહિતકારી સાધન આપ્યું છે અને તે સાધનને મરણ સુધી ટકાવી રાખી, તેને આશ્રયે દેહ છોડવાની જેની તૈયારી છે તેવા જીવો વિરલા છે; તેવો ભાવ જેના અંતરમાં નિશદિન વર્તે છે અને યથાશક્તિ તે ભાવને જે આરાધે છે, તેને જાણ્યે-અજાણ્યે આ ભવમાં જે કરવું ઘટે તે થયા કરે છે. સ્વરૂપસ્થિતિને યોગ્ય તે જીવ થાય છેજી. મરણ વખતે કે વેદના વખતે કોઈ કોઈને બચાવી શકે એમ નથી, પરંતુ પુરુષની શ્રદ્ધાથી ભાવ દેહમાંથી છૂટી આત્મહિતકારી સાધનમાં રખાય તો તે જીવને આગળ વધારનાર, સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર છેજી.
“જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય;
જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.'' આમ ધીરજ રાખી, આવી પડેલાં દુ:ખમાં સ્મરણમંત્ર એ ઉત્તમ દવા છે, એવો નિશ્ચય રાખી, તે પ્રમાણે રાતદિવસ જ્ઞાનીની આજ્ઞામાં વૃત્તિ જોડી રાખવાથી, ચિત્તસમાધિ કે આનંદ ઊપજે છેજી. બીજા લોકોને સંપુરુષનો આશ્રય નહીં હોવાથી, જે માંદગી આર્તધ્યાનનું કારણ બને છે, તે સપુરુષોના આશ્રિતજીવને ધર્મધ્યાનનું કારણ બને છેજી. તે વિચારે છે કે હવે થોડો કાળ આ મનુષ્યદેહમાં રહેવાનું છે તો નકામો વખત આળપંપાળમાં ગાળવા યોગ્ય નથી, પણ સત્પષે દર્શાવલા સાધનથી જરૂર મારા આત્માનું હિત જ થશે એવો વિશ્વાસ રાખી, તેના બતાવેલે માગે તે વધારે બળ કરી, મન તેમાં જ જોડી રાખે છે. આ દેહ છૂટી ગયા પછી કીડી-મકોડી કે કાગડા-કૂતરાના ભવ લખચોરાસીમાં ભમતાં મળે તેમાં કંઈ આત્મહિત થવાનું નથી, માટે હવે પ્રમાદ કરવા યોગ્ય નથી, ચેતી લેવા જેવું આપણે સર્વને છેજી. (બો-૩, પૃ. ૨૧૨, આંક ૨૧૦).
'दुनिया मरनेस टुरे, मेरे मन आनंद ।
વે મરશે. વ મેટશું. પૂરાં પરમાનંદ ||" આપને હજી તેમ ને તેમ જ રહે છે, એમ કાર્ડમાં હતું. ભલે શરીર-સ્થિતિ શિથિલતા ભજે, પણ સત્સંગ, આત્મહિત અને સત્સાધન તથા સદાચાર અર્થે વૃત્તિ સતેજ રહ્યા કરે તેમ કર્તવ્ય છે.