________________
(૫૯૪) | સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ કરવો. કોઈ આપણને પ્રિય હોય તેનું દિલ દુભાય એવું આપણે કરતા નથી, તેમ આખા જગત પ્રત્યે મૈત્રીભાવ કરવો. એક મૈત્રીભાવના હૃદયમાં ચોંટે તો એ અપૂર્વ વસ્તુ છે. મૈત્રીભાવ ભાવે એથી રિદ્ધિઓ પણ ઉત્પન્ન થાય છે. જરા પણ ગુણ દેખાય તો બહુમાન થાય, તે પ્રમોદભાવના છે. પ્રમોદ એ ભક્તિનું બીજું રૂપ છે. સપુરુષનાં વખાણ કરે ત્યાં પ્રમોદભાવ છે. પરના પરમાણુ જેટલા ગુણને જોઇને, તેને પર્વત જેવા ગુણ ગણીને પ્રમોદ પામે છે – પોતાનું હૃદય વિકસાવે છે, એવા સંતપુરુષો હોય છે. સ્વાર્થને માટે પ્રમોદ થાય, તે સ્વાર્થ છે; માયા છે. બીજાના ગુણો જોઇને આનંદ પામવાથી લાભ છે. એ પોતાના ગુણો ઉત્પન્ન થવાનું કારણ છે. જે દુઃખી હોય તેને જોઈને કરુણાભાવ આવે, તેને જેનાથી પીડા હોય, તે કારણો નિવારણ કરવાં, તે કરુણાભાવ છે. બીજા જીવોને મદદ કરવાના ભાવ, તે કારુણ્યભાવના છે. કોઈ શિખામણ આપે તોય માને નહીં એવા અને દેવ-ગુરુ-ધર્મની નિંદા કરનારા હોય તેઓને જોઇને ખોટું ન લાગે, મધ્યસ્થ રહેવું તે મધ્યસ્થભાવ છે. મધ્યસ્થ રહેવું, એ ક મ વસ્તુ છે, નહીં તો વેર બંધાય. જેનામાં સગુણ ન હોય, એવા પ્રત્યે રાગ ન કરવો અને દ્વેષ ૫:: કરવો, તે મધ્યસ્થભાવ છે. પોતે જેની ઉપાસના કરતો હોય, તેની કોઈ નિંદા કરે તો શ્વેષભાવ થઈ જાય છે. એવું ન થવા દેવું. એથી કર્મ બંધાય છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ – એ ચારે ભાવના દરેક ધર્મમાં હોય છે.
(બો-૧, પૃ. ૨૯૭, આંક પ૨). |હાલ તો આપણે આપણી યોગ્યતા, આપણાં આચરણ ઉન્નત થતાં જાય તે તરફ વિશેષ લક્ષ દેવા
ભલામણ છેજ. ઘણા, તરંગના ઘોડા દોડાવ્યે જાય છે, પણ હોય ત્યાંથી એક ડગલું પણ આગળ વધતાં નથી; તેમ આપણા સંબંધમાં સપુરુષનો આશ્રય ગ્રહણ કર્યા પછી તો ન જ થવું જોઈએ, એમ વૃઢતાથી વિચારવું ઘટે છેજી. જેમ બને તેમ, આખા જગત પ્રત્યે મૈત્રીભાવનાથી વર્તવું થાય; દયાપાત્ર જીવો પ્રત્યે તેમનાં દુ:ખ કેમ દૂર થાય અને પોતાનાથી બનતી મહેનત, તેમને કેવી રીતે થાય - તે કરુણાભાવના વર્તે તેમ જ સર્વને ભવમુક્ત કરવાની ભાવના જાગે; કોઈના પણ ઉત્તમ ગુણો જોઈ હર્ષ થાય, તેવા ગુણો પ્રગટાવવાનું બળ જાગે અને સર્વ દુષ્ટ દેખાતા જીવો પ્રત્યે ઉદાસીનતા-મધ્યસ્થભાવના અકલુષિતભાવે તેમના પ્રત્યે વર્તવું થાય; એ લક્ષ રહે તો જીવમાં પાત્રતા આવે છે. માટે આ ભાવનાઓમાં વિશેષ વિચારો રહે અને બને તેટલું આચરણ થયા કરે, તેવો પુરુષાર્થ જગાવવા
ભલામણ છે). (બી-૩, પૃ.૨૯૫, આંક ૨૮૪) | ‘બિના નયન' આદિ વાક્યોનો સ્વકલ્પનાએ વિચાર કરવાની ના પાડી છે, તે શિરસાવંઘ ગણી, યોગ્યતા થયે સર્વનો ઉકેલ સ્વયં આવી રહેશે ગણી, હાલ તો સત્સાધનમાં વૃત્તિ જોડાયેલી રહે તથા પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ વર્ધમાન થતો રહે તેમ કર્તવ્ય છેજ. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસ. સબ આગમ ભેદ સુઉર બસેં.'' આવું સ્પષ્ટ લખ્યું છે તે પ્રત્યે વૃત્તિ વાળી, આત્મામાંથી કંઇક માહ મટે તે અર્થે મૈત્રીભાવની વૃદ્ધિ કરતા રહેવા ભલામણ છે.