________________
(૫૯૨
(પત્રાંક ૪૫૪ : ““સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાની પુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાનીપુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર, ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જીવો આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા. તમ સર્વ મુમુક્ષભાઇઓને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોચે. અમારો આવો ઉપાધિજોગ જોઇ જીવમાં ક્લેશ પામ્યા વિના જેટલો બને તેટલો આત્મા સંબંધી અભ્યાસ વધારવાનો વિચાર કરજો. સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફરવું, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમયમાત્ર પણ પ્રમાદ યોગ્ય નથી.'') બુદ્ધિબળ ઉપર મુખ્ય આધાર ન રાખતાં, અનુભવી જ્ઞાની પુરુષ નિષ્કારણ કરુણાથી, કલ્યાણનો માર્ગ પ્રરૂપ્યો છે, તે મારે ઉપાસવા યોગ્ય છે, એ બુદ્ધિ હૃદયમાં દૃઢ ધારી, સત્સંગ-સમાગમ નિઃશંક થવા ધર્મચર્ચામાં હરકત નથી. સમાધાન ન થાય તો આગળ ઉપર યોગ્યતા વધ્યું કે વિશેષ સમાગમ થશે એમ વિચારી, ધીરજ રાખી, સલ્ફીલનું આરાધન ઉત્સાહપૂર્વક કર્યા રહો, એ જ હાલ તો ભલામણ છે). (બો-૩, પૃ.૩૮૭, આંક ૩૯૨) શ્રી આત્મસિદ્ધિજીની છઠ્ઠી ગાથાની ટીકામાં પરમકૃપાળુદેવ લખે છે : ““સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી.' (૭૧૮). આ ગુણો વિના યોગ્યતા અટકી છે, તે ક્યારે પ્રાપ્ત કરીશું? આ કામ કોઈ કરી આપે તેવું નથી, માટે વેળાસર ચેતી લઈ તેને માટે સત્સંગ, સવિચાર અને સત્કાર્યમાં મંડી પડવા જેવું છેજ. આવો અવસર ફરી-ફરી મળનાર નથી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ક્ષણ લાખેણી જાય છે, લૂંટેલ્ટ લેવાય તેટલું સાચું ભાથું લઈ લેવું. પરભવમાં પછી કંઈ બની શકશે નહીં, માટે અંતે પસ્તાવું ન પડે તેમ વિચાર કરી, ત્વરાથી આત્મહિત માટે યુવાની નવી પ્રાપ્ત થઈ હોય તેમ કમર કસીને પરમાર્થ સાધી લેવો. (બી-૩, પૃ.૨૨૩, આંક ૨૨૧)