________________
જ્ઞાનીએ સત્સાધન બતાવ્યું છે તેમાં વિશેષ વર્તવાથી યોગ્યતા વધતાં જીવને સર્વ સામગ્રી મળી આવવા યોગ્ય છેજી. મનુષ્યભવ છે ત્યાં સુધી બધું બની શકે તેમ છે; તો સત્સંગ, સલ્ફાસ્ત્રના આધારે બને તેટલી દશા વર્ધમાન કરતા રહેવા ભલામણ છે). (બો-૩, પૃ. ૧૯૩, આંક ૧૯૫) D આત્મસ્વરૂપનો નિર્ણય તો યોગ્યતા આવ્યું થઈ જાય છે. જ્ઞાનીપુરુષના અવલંબનવાળા જીવને કલ્પિત
પદાર્થને વિષે ની માન્યતા થાય તેવું બનવાનો પ્રસંગ આવતો નથી. યોગ્યતા ન હોય અને ઉતાવળ કરે, તે કંઈ કામ લાગતું નથી. (બો-૧, પૃ.૫, આંક ૪) ધર્મપ્રયત્નમાં કોઇના તરફ દૃષ્ટિ કરી, બીજાની દશાની સાથે પોતાની સરખામણી કરવા યોગ્ય નથી. પૂર્વે કરેલાં કર્મોનું ફળ અત્યારે દેખાય છે. વર્તમાનમાં મંદ કષાય આદિ વર્તતાં હોય, તે વિચારવાન હોય તેને જ સમજાય તેમ છે; પણ પોતે પોતાના દોષો જોઇ, તે દોષી કાઢવા કેવો પ્રયત્ન કરે છે, તેની પોતે સંભાળ રાખતા રહેવી ઘટે છેજી. બીજાની સાથે મેળ મળે તેમ નથી. આપણને જાગૃતિ રહે અને આગળ વધવામાં બળ મળે તે અર્થે, બીજાના ગુણ જોઈ રાજી થવું, પોતે તેવા થવા પ્રવર્તવું, સંયમ આદિની અભિલાષા રાખવી, પણ ખેદ કરી અટકી રહેવા જેવું નથી. યોગ્યતા વધે તેને માટે પુરુષાર્થ, કાળજી, વિચાર વિશેષ કર્તવ્ય છેજી. “દુ મવિના 1. Íર્મર્થાત તાળ” જેની જેવી ભાવના, તેવી તેને સિદ્ધિ મળે છે.
ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.' (૧૯) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે પત્ર વારંવાર વિચારવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૩૯૬, આંક ૪૦૩) | આ દુષમ કળિકાળમાં સર્વત્ર દુઃખ જ દ્રષ્ટિગોચર થાય છે છતાં આ જીવને વૈરાગ્ય નિરંતર રહેતો નથી,
એ જ યોગ્યતાની ખામી છે. ક્ષણ-ક્ષણ જતાં અનંતકાળ વહી ગયો છતાં કરવાયોગ્ય આ જીવે કંઈ કર્યું
નથી. (બો-૩, પૃ.૬૮, આંક ૫૫). || મરતી વખતે સ્મરણ કાનમાં પડતાં ઘણાની ગતિ સારી થઈ ગઈ છે એમ આપણે સાંભળ્યું છે, માનીએ
છીએ; પણ “ “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?' એમ પરમકૃપાળુદેવે પરમકૃપા કરી જણાવ્યું છે, તે આપણને વારંવાર, પળ-પળે સાંભરતું નથી, એ આપણી યોગ્યતાની ખામી છે. ક્ષણે-ક્ષણે જીવ વિભાવમાં વર્તીને મરી રહ્યો છે, તે વખતે મહાપુરુષનાં વચન સ્મૃતિમાં આવે તો કેવો લાભ થાય ? પણ કલ્યાણ કરવાનો સાચો ભાવ જાગ્રત થયો નથી; નહીં તો અમૂલ્ય અને દેવને પણ દુર્લભ એવો આ મનુષ્યદેહ, ઉત્તમ કુળ, સત્સંગનો યોગ, સદ્ધોધ વગેરે ઉત્તમ સામગ્રી મળેલી ક્ષણે-ક્ષણે વહી જતી જોઈ, જીવને ત્રાસ કેમ ન લાગે? આવો લાગ કરોડો ભવમાં પૂર્વે મળ્યો નથી, નહીં તો પરિભ્રમણ હોત નહીં. તેથી આ ઉત્તમ વેપાર કરવાનો વખત ચૂકવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૭૪, આંક ૬૨) D પરમકૃપાળુદેવ લખે છે: “ “શું કરવું ?' અથવા “કોઇ પ્રકારે થતું નથી ?' એવું તમારા ચિત્તમાં
વારંવાર થઈ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્યરૂપ