________________
(૫૯૫) જીવને યોગ્ય થવા અર્થે ચારે ભાવનાઓ કહી છે; તેમાં પ્રથમ ભાવના એટલી બધી દ્રઢ કરવા યોગ્ય છે કે જગતમાં કોઈ પ્રત્યે વૈરભાવ, અણબનાવ કે ઊંચું મન ન રહે. સર્વ જીવોના આત્મકલ્યાણમાં આપણાથી બનતો ફાળો આપવાની તત્પરતા, કોઈનું દિલ આપણા નિમિત્તે ન દુભાય, તેવું બનતા પ્રયત્ન કરતા રહેવાની ફરજ ગણવી ઘટે છેજી. વિરભાવ, દ્વેષભાવના અંશ રહે ત્યાં સુધી મૈત્રીભાવ ટકે નહીં; અને મૈત્રીભાવ વિના સપુરુષ પ્રત્યે પ્રેમ ઉલ્લશે નહીં. સર્વ પ્રાણી પ્રત્યે પોતાનું દાસત્વ સમજાયે, સપુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ પ્રગટે છેજી. પછી આપોઆપ ભક્તિકર્તવ્યમાં જીવ પ્રેરાય છે. જેમ બને તેમ નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિકાળ, નિવૃત્તિદ્રવ્ય અને નિવૃત્તિભાવને ભજતાં રહેવાની પરમકૃપાળુદેવની આજ્ઞા છે, તેમાં સર્વ જીવોની રુચિ થાઓ, એ જ, તે પરમપુરુષ પ્રત્યે વિજ્ઞાપના ઈજી. (બો-૩, પૃ.૩૨૭, આંક ૩૨૧) સંસારનાં સુખ આખરે દુઃખ આપે છે, જન્મમરણ ઊભાં કરાવે છે; પણ તેનું સ્વરૂપ, જ્ઞાનીપુરુષના યોગે, જીવે લક્ષ દઈને સાંભળ્યું નથી, તેથી તેની વાસના દ્ધયમાં રહ્યા કરે છે અને એ જ દુ:ખનું મૂળ છે. તે નિર્મૂળ કરવા આત્મવિચારની જરૂર છે. તે આત્મવિચાર થવા માટે સત્સંગ, સલ્ફાસ્ત્રની જરૂર છે. તેનો યોગ પણ ન હોય ત્યાં સુધી યોગ્યતા વધારવા માટે કષાય (ક્રોધ, માન, માયા, લોભ) ઓછાં કરવાનો લક્ષ રાખવો, મોક્ષની ઇચ્છા વધારવી, સંસાર દુઃખરૂપ છે એમ ચિંતવવું અને દયાભાવ, મૈત્રીભાવ, કોઇના ગુણ દેખીને રાજી થવાની ટેવ અને મધ્યસ્થભાવ કે ઉદાસીનતા વધારતા રહેવાથી સત્સંગમાં વિશેષ લાભ થવા જેવી યોગ્યતા આવે છે. આમ જ્ઞાની પુરુષોએ આત્માનું હિત થાય તેવો ઉપાય, દવા જેવો બતાવ્યો છે; પણ દવા વાપરે નહીં, તો દવા જોવાથી કંઈ રોગ મટી જાય નહીં; માટે જન્મમરણનાં દુઃખથી છૂટવા માટે અને મોક્ષ થવા માટે જ્ઞાનીપુરુષે જે જે આજ્ઞા કરી છે કે, દેહના રોગ માટે દવા લઈએ તે કરતાં, ઘણા-ઘણા પ્રેમથી તે
આજ્ઞાઓ ઉઠાવવા ભાવના કર્તવ્ય છે. (બી-૩, પૃ.૧૦૨, આંક ૯૪) D આપે જેના માટે “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ' ગાથાઓના અર્થ પુછાવ્યા છે, તે
ભાઇને જ્ઞાનપિપાસા વધારવાની જરૂર છે. તેની સાથે પુરુષ પ્રત્યે શ્રદ્ધાભાવ વધતાં, સત્સંગયોગે તે સમજાવા યોગ્ય છે; કારણ કે અત્રેથી લખેલા અર્થમાં પણ પ્રશ્નો ઉદ્ભવે, તેનું પાછું સમાધાન, ત્યાં તમારાથી દુર્લભ સમજાય છે. તેથી સત્સંગની ભાવના રાખી, હાલ વીસ દોહરા, જો શીખી, રોજ નિત્યનિયમ તરીકે રાખે તો તેને એ પદના અર્થ સમજવાની યોગ્યતા આવવાનું કારણ બને એમ લાગે છે; અને એટલી પણ ભાવના તેને ન હોય અને માત્ર શબ્દાર્થમાં જ ક્યાંક મુશ્કેલી લાગવાથી તમારી પાસે પુછાવ્યો હોય તો-તો કંઈ તે વાત લંબાવવામાં શ્રેય નથી. તમે પણ વિચારીને સદ્ગુરુશરણે કહી શકશો. પરમકૃપાળુદેવને શુદ્ધ સમકિતનો લાભ થયો તે અરસામાં તે લખાયેલાં પદોમાં, આખા વિશ્વની વાતનો ઉકેલ તેમાં, પોતાને સમજાયેલો, સમાવ્યો છે. આપણી યોગ્યતા અનુસાર, આપણી શંકાઓ દૂર કરવા, શ્રદ્ધા દૃઢ કરવા તે વિચારવા યોગ્ય છે. બીજાની સાથે તેવી વાતમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. (બો-૩, પૃ.૯૪, આંક ૮૭)