________________
(૫૯૩) 0 સપુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ સર્વ પ્રાણીઓ પ્રત્યે
પોતાનું દાસત્વ સૂચવે છે, એવું પરમકૃપાળુદેવે દીનત્વ કે પરમ વિનય વિષે લખ્યું છે, તે જીવને તરવાનું પ્રથમ સાધન છેજ. તેથી જ સર્વ પ્રકારની યોગ્યતા જીવને પ્રાપ્ત થાય છે, અને ભક્તિ જાગે છે. (બો-૩, પૃ.૬૦૨, આંક ૬૯૧) ‘જબ જાગંગે આતમા, તબ લાગેંગે રંગ.'' (હાથનોંધ ૧-૧૪) જાગે ત્યારે માગે એમ કહેવાય છે: તેમ અંતરંગમાં આત્મહિતની ભૂખ જેમ જેમ વધશે તેમ તેમ તેના રસ્તા જીવ શોધી લેશે, અને પોષણ પામતો રહેશે. Sermons in stones and books in brooks. એમ એક સ્થળે શેસ્પિયરે લખ્યું છે, તે એમ સૂચવે છે કે બોધયોગ્ય ભૂમિકા જીવને થાય છે ત્યારે તેને સર્વત્ર, સર્વ પ્રસંગો બોધદાયક નીવડે છે. જ્યાં વિકાર થાય તેવા પ્રસંગો પણ વિચારવાનને વૈરાગ્યનું કારણ થાય છે. જેને ગરજ નથી જાગી, ને વૈરાગ્યના ધામમાં પણ વિકાર ફરી આવે છે. માટે પાત્રતા, યોગ્યતા વધે તેવો પુરુષાર્થ કરતા રહેવા આપણે જરૂર છેજી.
“વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા, કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ.” પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.'
(બો-૩, પૃ.૩૮૮, આંક ૩૯૩) |પાત્રતા આપતી ચાર ભાવનાઓ :
(૧) મૈત્રી : સર્વ જીવ સુખી થાઓ, કોઈ પાપ ન કરો, સર્વ જીવ મોક્ષમાર્ગ પામો. (૨) પ્રમોદ : નિદોર્ષ, આત્મજ્ઞાની, નિષ્કારણ કરૂણાશીલ મહાપુરુષોના ગુણોનો વિચાર કરી ઉલ્લાસ
પામવો; તે ગુણો પ્રાપ્ત કરવા પ્રીતિ વધારવી. (૩) કારુણ્ય : દીન, દુઃખી, ભયભીત અને પ્રાણ બચાવવા પોકાર કરતાના દુઃખનો ઉપાય કરવાની
બુદ્ધિ. (૪) મધ્યસ્થતા ક્રૂર જીવો, દેવગુરુની નિંદા કરનાર, પોતાને વખાણનાર પ્રત્યે દ્વેષ ન થવા દેવો,
ઉદાસીનતા રાખી તેની દયા ખાવી, તેને સદ્ગદ્ધિ સૂઝો એવી ભાવના. સવારમાં ઊઠી, આ ચારે ભાવનાઓ દરરોજ વિચારી, તેવા ભાવની વૃદ્ધિ કરવાથી, જીવ પાત્રતા પામે છે, એમ પરમકૃપાળુદેવે કહેલું છે. (બી-૩, પૃ.૧૯૩, આંક ૧૯૫)