________________
૦૨) ચાર પ્રકારનાં અસત્ય શાસ્ત્રમાં કહ્યાં છે. (૧) વસ્તુ છે, છતાં તેની ના કહેવી; (૨) જે નથી, તે છે એમ કહેવું; (૩) વિપરીત જ કહેવું અને (૪) નિંદાનાં વચનો કહેવાં; હાસ્ય - તે જૂઠ છે. શાસ્ત્રમાં હોય તેથી વિરોધી વાક્ય બોલવું, તે જૂઠું છે. (બો-૧, પૃ.૧૦૪, આંક ૨૧) સંયમ | ઇન્દ્રિયોને નુકસાન ન થાય અને ઇન્દ્રિયો વધારે લોલુપી પણ ન થાય, તેનું નામ સંયમ છે. બહુ
ઉતાવળ કરવાની નથી. શક્તિ હોય તેટલું તપ વગેરે કરવાનું છે. શરીરને પણ નુકસાન ન થાય અને પ્રમાદ પણ ન થાય - તેમ કરવાનું છે; નહીં તો શરીર બગડી જાય તો પછી કંઈ ન થાય. (બો-૧, પૃ.૩૩૨, આંક ૮૦) D જીવને કલ્યાણ કરવાની ભાવના થાય ત્યારથી ઇચ્છાયોગની શરૂઆત ગણાય છે, અને જેમ જેમ દોષો-કષાયાદિ દૂર થતા જાય તેમ તેમ જીવને જે નિર્મળતા પ્રાપ્ત થાય છે તેને સંયમની પ્રાપ્તિ; અને સંયમની નિર્મળતા અતિચાર આદિ ટાળતાં થાય છે તેને, સંયમની વિશુદ્ધિ કહે છે. એ વિશુદ્ધિનો ક્રમ બતાવતાં, જ્ઞાની પુરુષોએ જેમ ગુણસ્થાનકના ક્રમની રચના ચૌદ વિભાગરૂપે કરી છે તેમ, સંયમના ભેદો અસંખ્યાત થાય છે. તે બધાં સંયમવિશુદ્ધિ સ્થાનકો કહેવાય છે. (બી-૩, પૃ.૫૬૫, આંક ૬૩૩) | જીભ કે ગળામાં કંઈ દુઃખાવો થાય ત્યારે જેમ ન-છૂટકે બોલે છે, ઇશારતથી ચલાવી લે છે; તેમ કર્મ
બંધાય તેવાં નિમિત્તોમાં વિચારવાન જીવ બોલતાં પહેલાં ડરે છે. રખેને મને કે સાંભળનારને કષાયની પ્રેરણા થાય અને બંનેને કર્મબંધનું કારણ થાય. માટે જ્યાં સુધી મનમાં શાંતભાવની ખાતરી ન થાય ત્યાં સુધી વચનને મુખમાંથી બહાર નીકળવા નથી દેવું, એવો લક્ષ રહે; કે પરમકૃપાળુદેવનું શરણ સંભારી વચન બોલવું છે, એવો લક્ષ રહે તો જીવ અંકુશમાં રહે. (બી-૩, પૃ.૫૮૪, આંક ૬૬૦) | કડવું વચન ન બોલવું. હિતકારી, પ્રિય અને વિનયવાળું વચન બોલવું, વચનથી વેર બંધાય છે.
વિનયથી બોલવું. પ્રભુશ્રીજી કહેતા કે વનો વેરીને પણ વશ કરે. (બો-૧, પૃ. ૨૯૨, આંક ૪૧) || પોતાના દોષો દેખી ટાળવાનો પુરુષાર્થ, ત્યાં સત્સંગના વિયોગે પણ કરતા રહેવો ઘટે છેજી. જેમ બને
તેમ બીજો પરિચય ઘટાડી, મૌન કે જરૂર વગરનું ન બોલવાનો અભ્યાસ વધે, તેમ કર્તવ્ય છેજી. પરમાર્થસત્ય સંબંધી પરમકૃપાળુદેવે કહ્યું છે, તે બહુ વિચારવું ઘટે છેજી, “ચેલણા રાણી અને શ્રેણિક રાજા' બોલતાં પહેલાં તે આત્મા હતા અને તેમના એ ભવની અપેક્ષાએ એવાં નામ હતાં, એવો લક્ષ થયા પછી બોલાય, તેને પરમાર્થસત્ય કહ્યું છે. તે વગર જેટલું બોલાય છે, તે પરમાર્થે સાચું નથી, એમ વિચારી વાણી ઉપર સંયમ આવે, એવો દરેકે અભ્યાસ પાડવાની જરૂર છેજી. પરમાર્થ સાધવામાં, ભગવાનના ગુણગ્રામ ચિતવવામાં, કોઇના પરોપકાર અર્થે વાણી વપરાય તો લેખે છે, નહીં તો વચનદંડથી જીવ દંડાય છે. પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષ આપણે માથે છે તો આપણે તો તેમણે કહેલાં વચન વાંચવા છે, વિચારવાં છે, તેમણે કહ્યું તે કરવું છે, તેની આજ્ઞામાં જ આટલો ભવ તો ગાળવો છે. બીજે વૃત્તિ જતી