________________
soo સીતાજીનું શીલભંગ કરવા રાવણે માગણી કરી. રાવણનું મન દુભાય છે એમ જાણવા છતાં અન્યાયમાર્ગ જાણી, સીતાજીએ તેની માગણી સ્વીકારી નહીં. રામે સીતાની શોધ કરી. હનુમાન આદિ દ્વારા સીતા પાછી મળે તો યુદ્ધ કરવું નથી એમ જણાવ્યું પણ રાવણે માન્યું નહીં, તેથી લડાઈ કરી. જગતમાં ન્યાયમાર્ગ પ્રવર્તાવવા રાવણના આખા વંશનું નિકંદન કરવાનું કામ શ્રી રામને કરવું પડ્યું. આ બધું વિચારવું ઘટે છેજી. “તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય, તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.' (૨-૧૫) એમ પરમકૃપાળુદેવની શિખામણ છે, તે લક્ષમાં લેવા વિનંતી છે.જી. (બો-૩, પૃ.૨૯૧, આંક ૨૮૦) આજીવિકા D આજીવિકા જેટલું કમાઈ શકતો ન હોય તે અધૂરે અભ્યાસે ધર્મ આરાધવા દોડે તો નહીં ઘરનો, નહીં
ઘાટનો એવા ધોબીનો કૂતરાની દશા તેને પ્રાપ્ત થાય. માટે આજીવિકાના સાધન પૂરતી યોગ્યતા પ્રથમ કરી લેવી અને સાથે-સાથે ધર્મપ્રેમ પણ વધારતા રહેવું. ધર્મને મૂકીને કોઈ કાર્ય કરવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ. ૨૩૯, આંક ૨૩૩) [ આજીવિકામાં જેટલું મળતું હોય તો ટયુશન વગેરેમાં વધારે વખત ગાળવા કરતાં ભક્તિમાં, વાંચનમાં વિશેષ કાળ જાય તેમ કરશો તો યોગ્યતા વધશે. (બી-૩, પૃ.૭૪૧, આંક ૯૧૨) પરસ્પર લાભનું કારણ થતું હોય તો બીજી બાબતો ગૌણ કરી, મુમુક્ષુજીવોનો સહવાસ પ્રેમપૂર્વક કર્તવ્ય છેજી જેણે નોકરી કરવી હોય તેણે નિમકહલાલીથી આજીવિકાળે કર્તવ્ય છે; પણ જે નોકરીમાં ઘણો વખત ગાળવો પડે અને આત્મહિતને અર્થે કાળ ગાળવામાં મુશ્કેલી પડે તેવી નોકરી કરતાં મુમુક્ષુભાઈને ત્યાં જ રહેવાનું બને તો તે પોતાનું જ કામ જાણી, કાળજીથી બને તેટલી નોકરી કરી, બાકીનો વખત સ્વપરને હિત થાય તેવી ધર્મચર્ચા, વાંચન, મનનમાં જાય તો જીવનની ઉન્નતિનું તે કારણ છેજી. પરંતુ ખાસ લક્ષમાં રાખવાનું એ છે કે ધર્મને નામે બીજાને ભોળવી, ધર્મની વાતોથી રાજી થઈ, વગર મહેનતે આજીવિકા ચલાવવાની વૃત્તિ રાખે તો જીવને અધોગતિનું કારણ છેજી. માટે જેની પાસેથી આજીવિકાનું સાધન મળે, તેને બોજારૂપ ન થતાં નિમકહલાલીથી (પ્રામાણિકપણે) બને તેટલું કામ દુકાનમાં પણ કરવું ઘટે. કામ શીખતી વખતે ઓછા ઉપયોગી થવાય તો પછી તેનો બદલો કામ શીખ્યા પછી વાળવો; પણ કામ શીખીને, માત્ર ધનની લાલચે વિશેષ પગાર મળે ત્યાં ન જવું, વગેરે વ્યવહારનીતિ લક્ષમાં રાખનાર આ ભવ, પરભવમાં સુખી થાય છે. (બી-૩, પૃ.૫૦૬, આંક ૫૪૬) 0 પ્રારબ્ધ-અનુસાર જીવને આજીવિકા યથાપ્રયત્ન મળી રહે છેજી. તેમાં ધનના લોભ કરતાં કે બીજી અપેક્ષા
કરતાં જીવન શાંતિમય જાય એવી ભાવનાથી જે પ્રયત્ન કરવા જીવ ઈચ્છે છે, તે પ્રશંસાપાત્ર છે. મુમુક્ષુ મુમુક્ષુ પ્રત્યે ભાઈ-ભાઈ કે ભાઈ-બહેનનો સંબંધ સચવાય અને ક્લેશનું કારણ ઊપજે તોપણ ગૌણ કરી, ભક્તિના લાભને મુખ્ય માની વર્તી શકાય તેમ લાગતું હોય, તો સાથે રહી ધંધો કરતાં તેમાં