________________
(૫૮૭ વિનાનો જ ભૂલ જાણી શકે, ભાંગી શકે. ભૂલને ભૂલવા માટે, સાચું ભાન થવા માટે, ભૂલ વિનાના સદા શુદ્ધ, સર્વજ્ઞ, જ્ઞાની ગુરુને સેવવા એ પ્રયાચના છે. આ જગતમાં કોઇ, કોઇનો શત્રુ નથી, મિત્ર નથી, કોઈ સ્વામી નથી, કોઈ સેવક નથી, કોઈ શેઠ નથી, કોઈ ગુલામ નથી. આ બધી પૂર્વકર્મજનિત અવસ્થાઓ છે. એક શત્રુ કહો તો અનાદિના પૂંઠે પડેલા ક્રોધ, માન, માયા, લોભ, મોહ જે એક ક્ષણ પણ છોડતા નથી, તે બળવાનમાં બળવાન શત્રુ છે. તેને મારવા, જીવે એક ઘડીનાય વિલંબ વિના, સદ્ગુરુની સાચી શ્રદ્ધારૂપી શસ્ત્રથી સજ્જિત થવા યોગ્ય છેજી. જીવે પોતાની પાસે જેટલી શક્તિ હોય, તેનો કાંઈ પણ અન્ય પ્રકારે વ્યય નહીં કરતાં, તે સર્વ શક્તિનો સદા, એક પુરુષની આજ્ઞા સેવવામાં જ સંપૂર્ણ વ્યય કર્તવ્ય છે કે જેથી અનાદિનું રઝળવું મટે. જેથી સંસાર ન છૂટે, તે મુમુક્ષુને માન્ય કેમ થાય ? અનાદિથી અનંત સંસારનો બંધ કરાવતા અનંતાનુબંધી કષાયો ક્રોધાદિ, તે જીવને કેમ મુકાય, તે વિચારવા જેવું છે. સપુરુષ પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે, તેમના અનુયાયી પ્રત્યે સાચો પ્રેમ થવાથી અનંતાનુબંધી મોળો પડી, ક્ષય થવાનું બને છે અને એ ક્ષય થતાં સંસાર પરિક્ષીણ થઈ જાય છે. સારાંશમાં, જે કોઇ પ્રવૃત્તિ આપણે કરીએ તે પહેલાં, તે પ્રવૃત્તિમાંથી નીચેનાં પરિણામ આવે છે કે નહીં; તે વિચારવું યોગ્ય છે :(૧) એનું પરિણામ, પ્રત્યક્ષ કે પરંપરાએ, મુક્તિ છે? (૨) એ પ્રવૃત્તિ કરતાં અંતરભાવ ક્યાં રહી શકશે ? અંતરનાં પરિણામ, વૈરાગ્યમય થઈ,
સપુરુષના માર્ગે જશે? સપુરુષોના બોધને, તે કેટલી અનુસરતી છે?
રાગ, દ્વેષ, અજ્ઞાન અને મોહ, તેમાં કેટલો ક્ષય થાય છે? (૫) સપુરુષની શ્રદ્ધા, તેમાં કેટલી રહે એમ છે? (૬) આત્મા કેટલો ઊંચો, સાચી રીત, જ્ઞાનીની દ્રષ્ટિએ આવે છે? (૭) આત્માર્થી જીવોએ એ માર્ગ આચર્યો છે કે કેમ? (૮) એ પ્રવૃત્તિ આત્માના સ્વભાવની કે સ્વભાવના હેતુભૂત થાય એમ છે? (૯) જ્ઞાનીની આજ્ઞા, એમાં લોપાતી તો નથી ને? (૧૦) એમાં જીવનો આશય શું રહે છે? (૧૧) એમાંથી જીવને આ કે રૌદ્રધ્યાન થવાનું કોઈ પણ અવસરે બને એમ છે કે કેમ? (જ્યાં આ,
રૌદ્ર હોય ત્યાં આત્મહાનિ છે.). આ ઉપર લખેલ ઉપર, થોડો વિચાર કરશો તો પ્રવૃત્તિ પ્રત્યે શમ થઈ જશે. આત્માના ભાવ જેમાં મુખ્ય લક્ષ ન હોય, આત્માના ભાવ જેમાં શુદ્ધ ન થાવ - એ પ્રવૃત્તિ કર્તવ્ય, કાર્યકારી નથી. આ સંસારના ભાવોની પ્રવૃત્તિથી અન્ય કોઇ પણ ભાવ કે પ્રવૃત્તિનો એટલે આત્મહિતકારી પ્રવૃત્તિનો આમાં કોઈ પ્રકારે નિષેધ નથી. આત્મહિતકારી પ્રવૃત્તિ કઈ, તે તુલના કરવામાં સહાયભૂત થાય એવાં જ્ઞાનીઓનાં બાંધવચન આપને સહાયભૂત થાય એ આશયે લખ્યાં છે. બાકી તલ તો જીવે, પોતાને માટે, પોતે કરી લેવી યોગ્ય છે;