________________
(૫૮૩ આ દુષમકાળમાં ભગવાન પર નિષ્કામ પ્રીતિ રાખનાર, તેની આજ્ઞાની અપૂર્વતા દયમાં રાખનાર તથા યથાશક્તિ શરણાગત ભાવે આજ્ઞા ઉઠાવનાર ભગવદ્ભક્તો તથા તેમનાં વચનોની પ્રાપ્તિ દુર્લભ છે. સાચા ભાવે, સપુરુષને અભેદભાવે નમસ્કાર કરનારનું પણ કલ્યાણ થવા યોગ્ય છે; તો જેણે તેનો જ આધાર લીધો છે અને મરણ સુધી તેને શરણે રહી, તેને આશ્રયે દેહ છોડવાનો નિશ્ચય જેનો વર્તે છે, તે તો મહાભાગ્યશાળી છે.જી. આવા કાળમાં પણ તેવા પુરુષોનો યોગ પરમાર્થ-પ્રેમીને ઉલ્લાસનું કારણ
જી. (બી-૩, પૃ.૭૪૪, આંક ૯૧૭) T ભાઈ ....નો પત્ર મળ્યો. પરમકૃપાળુદેવનાં તેમને દર્શન થયાં છે, તે જાણી સંતોષ થયો છેજ.
મહાભાગ્યશાળીને તેનાં ચર્મચક્ષુથી પણ દર્શન થાય. ભાઈ ....ને તમારા સમાગમે શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ થાય અને તેમની ભક્તિથી મારું કલ્યાણ થશે, એમ ભાવના રહ્યા કરતી હોય તો તેમનો જણાવેલો મંત્ર જીવને સમાધિમરણનું કારણ છે; પણ સપુરુષનો નિશ્ચય અને આશ્રય દ્રઢ થયે તે પ્રાપ્ત થવા યોગ્ય છેજી. હાલ તો આપના સમાગમ ભક્તિ અને મોક્ષમાળાનું શ્રવણ કરે તે યોગ્ય છેજી. તેમની ભાવના જાગે ત્યારે આશ્રમમાં આપની સાથે આવે તો વધારે હિતકારી છે.
(બો-૩, પૃ.૭૭૩, આંક ૯૮૮) D “જે આશ્રયના બળે જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) એવું આશ્રયનું બળ પરમકૃપાળુદેવે જણાવ્યું છે અને ““આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે.' (૬૯૨) એમ કહ્યું છે તે દ્ધયમાં ઉતારી, મરણ સુધી આશ્રયને ટકાવી રાખે તે મહાભાગ્યશાળી
મહા નરરત્નોને નમસ્કાર છે. (બી-૩, પૃ.૧૫૧, આંક ૧૫૨) [] જેને પોતાના દોષ દેખાય છે, તે ભાગ્યશાળી છે. અંતરમાં જે ધર્મકાર્ય નથી બનતું, તેનો ખેદ રહે છે, તે
કલ્યાણકારી છે, સારો છે. પરકથા અને પરવૃત્તિમાં આખું જગત વહી રહ્યું છે, તેમાંથી કેમ બચવું અને જીવન કેમ સફળ કરવું, તેનો વિચાર ડાહ્યા પુરુષો કરે છે. (બી-૩, પૃ.૨૫, આંક ૭૩૦) D જીવના દોષ તો અનંત છે, પણ સત્સંગયોગે, પશ્ચાત્તાપથી, સાચા મને જીવ છૂટવા ધારે તો છૂટી શકે
છે. તમારું જીવન સુધારવાની ભાવના તમને જાગી છે, તે જાણી. તેમાં કલ્યાણ છે. ધર્મના કામમાં ઢીલ કરવા યોગ્ય નથી. દેહને, ભોગને અર્થે જીવે ઘણાં કર્મ બાંધ્યાં છે અને અનંતકાળથી રખડે છે, પરંતુ આટલો ભવ આત્માર્થે ગાળવાનો જેનો દ્રઢ નિશ્ચય થાય અને તે નિશ્રયને આરાધે તે મહાભાગ્યશાળી
ગણવા યોગ્ય છે. (બી-૩, પૃ.૭૪૧, આંક ૯૧૦) D આ દુષમકાળમાં આપણો જન્મ એક રીતે દુઃખસૂચક છે, તોપણ પરમ ઉપકારી ભાવદયાસાગર શ્રી પ્રભુશ્રીજીનો યોગ આ હડહડતા કાળમાં પણ બની આવ્યો, તે આપણા પૂર્વનાં મહદ્ ભાગ્ય સમજવા યોગ્ય છેજી. જે કાળમાં વિરલા પુરુષો વિચરે અને તેને ઓળખનાર પણ વિરલા જીવો હોય, તેવા કાળમાં આપણને અનાયાસે, રાંકના હાથમાં રતન આવી ચઢે તેમ સત્પરુષનો યોગ થયો, તેણે કહેલું રુચ્યું, તે કરવાની ભાવના વધી અને તેમણે બતાવેલી પરમકૃપાળુદેવની ભક્તિ અંશે પણ રોજ બને છે, તે આપણાં અહોભાગ્ય સમજવા યોગ્ય છે.જી.