________________
(૫૪૮)
માની, દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી માને છે તે બધું ઊંધું છે; તો જ્ઞાનીનાં વચનોના આધારે ખોટાને ખોટું માની, સાચું જ્ઞાનીએ પ્રગટ કર્યું છે તે શુદ્ધ, સહજ આત્મસ્વરૂપ છે, તે મને માન્ય હો, તે જ હું છું, તે જ મારું સ્વરૂપ છે, તેથી ભિન્ન તે હું નહીં અને મારું પણ નહીં, આમ વારંવાર દૃઢ ભાવના કરવાથી જ્ઞાનીના સાચા શિષ્ય થવાય છેજી. આ પત્ર વારંવાર વિચારી, જીવન પલટાવી, જ્ઞાનીના સાચા અનુયાયી થવા ભલામણ છે. (બો-૩, પૃ.૭૯૬, આંક ૧૦૨૪) D આપે પરમકૃપાળુદેવના ચિત્રપટનું સ્મરણ ઝાંખું રહે છે એમ જણાવ્યું; તેના ઉત્તરમાં જણાવવાનું કે
સ્ટય-દર્શન આપણા ભટકતા મનને રોકવા માટે છે. ધ્યાનમૂનું મૂર્તિ એમ બોલીએ છીએ, તે લક્ષમાં રાખવા વિનંતી છેજી, સ્પષ્ટતા-અસ્પષ્ટતાની ફિકર-ચિંતા કરવા યોગ્ય નથી. પ્રેમપૂર્વક વારંવાર દર્શન કરતા રહેવાથી, તેમાં વૃત્તિ રાખી, તેમણે પ્રાપ્ત કરેલી વીતરાગતા, દેહાધ્યાસનો અભાવ, સમ્યજ્ઞાનાદિ પ્રભાવોનું ચિંતન કરતા રહેવાથી, તે પરમપુરુષમાં તન્મય થવાની આપણી ભાવના વધે છે અને વૃત્તિ ત્યાં રોકાય છે, એકાગ્રતા થતી જાય છે; તે તરફ વિશેષ લક્ષ રાખવા ભલામણ છેજી. જેમ બને તેમ કલ્પનાઓ શમાવી, સ્વરૂપ પ્રત્યે વળવાથી આત્મહિત થાય છેજી. જે મહાપુરુષે સર્વ વિકલ્પો તજી આત્મામાં સ્થિરતા કરી, જ્ઞાતા-દ્રષ્ટા-નિર્વિકલ્પ થયા, તે મહાપુરુષનાં દર્શન, વંદન, ભક્તિ-સ્મરણાદિ આજ્ઞા તે જ અર્થે હોય. તે ન ચુકાય તેવી ભાવના આપણે કરતાં રહેવું, એ હિતકારક છેજી. જ્ઞાનીએ આત્મા જામ્યો છે તે માટે માન્ય છે; મને અત્યારે કંઈ ભાન નથી એટલે હું કલ્પના કરું તેમાં કંઈ માલ નથી. મારું કામ તો જ્ઞાનીએ કહેલા સત્સાધનની આરાધના કરવી એ જ છે. તેનું જે ફળ આવશે તે સત્ય જ હશે, કેમકે આત્મા જાણીને જે પુરુષે આજ્ઞા કરી છે તે આજ્ઞાનું ફળ આત્મશુદ્ધિ જ આવે, એવી દૃઢ માન્યતા કરવી-રાખવી ઘટે છેજી. કોઈ વસ્તુ દેખાય, ન દેખાય તેને વિષે કંઈ વિકલ્પ નહીં કરતાં, બધું ભૂલી જવાનું છે. “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.'' તે સર્વ બાદ કરતાં બાકી રહે તેવો છે; તેની ભાવનાનો ક્રમ પરમકૃપાળુદેવે એક પત્રમાં જણાવ્યો છે.
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઇતી. અમુક કાળ સુધી શૂન્ય (નિર્વિકલ્પતા) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતુંતે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઇતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઇ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકત્યાગ વિના વૈરાગ્ય
યથાયોગ્ય પામવો દુર્લભ છે.'' (૧૨૮) (બો-૩, પૃ. ૨૮૭, આંક ૨૭૬) | મંત્રનું સ્મરણ બહુ પ્રેમથી કરવું અને ચિત્રપટ પરમકૃપાળુદેવનો હોય તો તેનાં દર્શન, વારંવાર,
પ્રેમપૂર્વક કરવાં. એ ભાવના જીવને સારી ગતિમાં લઈ જનાર છે; અને પુરુષનો ભવોભવમાં યોગ