________________
૫૬૭
છેજી; નહીં તો મમત અને તાણાખેંચમાં કોઇ રીતે ધર્મ નીપજે, એવી કોઇ કાળે આશા રાખવી વ્યર્થ છે.(બો-૩, પૃ.૧૬૨, આંક ૧૬૪)
આપે પોતાના દોષ દેખી, તે દૂર કરવાનો નિશ્ચય કર્યો છે, તે બહુ પ્રશંસવા યોગ્ય છે; તેમ જ કર્તવ્ય છે. પાપ છોડવાનો સુયોગ, આ મનુષ્યભવમાં જ બને તેમ છે. કાગડા-કૂતરાના ભવમાં શું બની શકે તેમ છે ?
મુમુક્ષુનું વર્તન એવું હોવું જોઇએ કે શત્રુ પણ તેનો વિશ્વાસ કરે; કારણ કે તેના હૃદયમાં દયાનો વાસ હોય છે, તેથી તેનું વર્તન સ્વપરને હિતકારી હોય તેવું હોય છે. (બો-૩, પૃ.૯૧, આંક ૮૨)
જે મનુષ્ય ઊંચી ભૂમિકામાં રહી, નીચી પ્રવૃત્તિ કરે તેને તે કલંકરૂપ છે. ચંદ્ર સાવ સફેદ હોય છે, તેમાં થોડીક કાળાશને લીધે મનુષ્યો તે તરફ આંગળી કરે છે; તેમ ઊંચી ભૂમિકામાં નીચ કામ કરે તે કલંકરૂપ છે. મુમુક્ષુને છાજે તેવું આચરણ રાખવું જોઇએ, નહીં તો પછી સત્પુરુષને કલંક ચઢાવે; કેમ કે લોકો તો, મુમુક્ષુ હોય અને સારું આચરણ ન રાખતો હોય, તો કહે કે સત્પુરુષ એને એવું જ કહેતા હશે.
પરમકૃપાળુદેવ મુમુક્ષુઓને ઠપકો આપતા કે સમાગમ કરતાં પાંચ-પાંચ વર્ષ થયાં છે, છતાં હજુ કેમ કશું કરતાં નથી ! સત્પુરુષનો યોગ થયા પછી તો દેહને ભૂલી જ જાય. ખાવા-પીવાનું કશું ગમે નહીં. દેહ મારો નથી તો દેહને ગમે તે થાય, તેમાં મારું કશુંયે બગડવાનું નથી. મુમુક્ષુની ભૂમિકા બહુ ઊંચી છે, બહુ યોગ્યતા આવી જાય છે. (બો-૧, પૃ.૫૫)
I જીવ જેમ જેમ ઇન્દ્રિયોના વિષયો ભોગવે, તેમ તેમ તૃષ્ણા વધે છે. ઉપરથી શીતળ દેખાય છે, પણ અંદરથી આત્માને બાળે છે. માયા-મોહ તે જીવના શત્રુ છે, એ જીવને સમજાયું નથી. મોહને શત્રુ માને તો મૂંઝાય, પછી મુમુક્ષુ થાય.
જીવ બીજાની દયા ખાય છે, પણ પોતાની દયા આવતી નથી. ક્ષણે-ક્ષણે દુઃખી થઇ રહ્યો છે, એની દયા આવતી નથી. મારો આ જીવ બળે છે, તેને બહાર કાઢું એવી ભાવના થતી નથી, દયા આવતી નથી. દયા આવે તો બહાર કાઢવાનું થાય. (બો-૧, પૃ.૨૫૩, આંક ૧૫૦)
— ક્ષમાપનાઓ જીવે અનેક વાર માગી છે અને બીજાને માફી આપી છે; છતાં આ જીવને હવે કોઇ પણ જીવ સાથે સ્નેહબંધન કે દ્વેષબંધન ન થાય, કેવળ એક સમરસ વીતરાગભાવ રહે, એવો ભાવ હજુ કોઇ કાળે આવ્યો નથી; તેવા ભાવો પ્રાપ્ત કરવા તેવો પુરુષાર્થ પણ કરતો નથી; ઊલટી માયાની અને કષાયની વૃદ્ધિ કર્યા કરે છે. પ્રતિબંધ વધારતો હોય અને પોતાના ખ્યાલમાં ન આવતું હોય; અને પોતે ઊલટો હું ત્યાગી, વૈરાગી છું - એમ માનતો હોય, આવા જીવને મુમુક્ષુ કહેવો કે મોહનીયકર્મે ઠગેલો કહેવો ? તે વિચારવા યોગ્ય છે. (બો-૩, પૃ.૩૯, આંક ૨૫)
વિચારવાન
D વિચારવાન તેનું નામ કે જે આ સંસાર પ્રત્યે ઉદાસીનભાવ રાખી, ત્રણે કાળ ટકી રહે તેવું આત્મસુખ છે, તેની પ્રાપ્તિ અર્થે જ્ઞાનીપુરુષે કહેલું આરાધે.
પુણ્યાધીન જે ધનસંપત્તિ છે, તે સદા રહેનાર નથી. તેને માટે દિવસના ચોવીસ કલાક ન ગાળે તો ચાલે તેમ છે, છતાં તેમાં જ સુખ કલ્પાયું છે, તેથી તેની પ્રધાનતા હૃદયમાં પૂર્વ સંસ્કારે રહેતી હોય, તે ગૌણ