________________
(૫૭) માર્ગાનુસારી 0 માર્થાનુસારીના પાંત્રીસ બોલ: (૧) ન્યાયસંપન્ન વિભવ - ન્યાયથી ધન મેળવવું. સ્વામીદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસ દઇને ઠગવું, ચોરી
કરવી, થાપણ ઓળવી વગેરે નિંદવા યોગ્ય કામ ત્યાગ કરીને ધન કમાવું તે. (૨) શિષ્ટાચાર પ્રશંસા - ઉત્તમ પુરુષોનાં આચરણનાં વખાણ કરવાં. (૩) સરખા કુળાચારવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવો. (૪) પાપનાં કામથી ડરવું. (પ) પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. (૬) કોઈનો અવર્ણવાદ બોલવો નહીં. (૭) જે ઘરમાં પેસવા-નીકળવાના અનેક રસ્તા નથી અને જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન
હોય અને પાડોશી સારા હોય તેવા ઘરમાં રહેવું. (૮) સારા આચરણવાળા પુરુષોની સોબત કરવી. (૯) માતા તથા પિતાની પૂજા કરવી – તેમનો સર્વ રીતે વિનય સાચવવો અને તેમને પ્રસન્ન રાખવાં. (૧૦) ઉપદ્રવવાળા સ્થાનકનો ત્યાગ કરવો - લડાઈ, દુકાળ વગેરે અડચણવાળાં ઠેકાણાં છોડવાં. (૧૧) નિંદિત કામમાં ન પ્રવર્તવું, નિંદવાયોગ્ય કામ ન કરવાં. (૧૨) આવક પ્રમાણે ખર્ચ કરવું. (૧૩) ધનને અનુસરતો વેષ રાખવો - પેદાશ પ્રમાણે પોશાકી રાખવી. (૧૪) આઠ પ્રકારના બુદ્ધિના ગુણોને સેવવા : ૧. શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા, શુશ્રુષા; ર. શાસ્ત્ર
સાંભળવાં, શ્રવણ; ૩. તેનો અર્થ સમજવો; ૪. તે યાદ રાખવો; ૫. ઉહ = તેમાં તર્ક કરવો તે સામાન્યજ્ઞાન; ૬. અપોહ = વિશેષજ્ઞાન; ૭. ઉહાપોહથી સંદેહ ન રાખવો અને ૮. જ્ઞાન =
આ વસ્તુ આમ જ છે એવો નિશ્ચય કરવો. (૧૫) નિત્ય ધર્મને સાંભળવો, જેથી બુદ્ધિ નિર્મળ થાય. (૧૬) પહેલાં જમેલું ભોજન પચી જાય, ત્યાર પછી નવું ભોજન કરવું. (૧૭) જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એક વાર ખાધા પછી મીઠાઈ વગેરે આવેલી જોઈ,
લાલચથી તે ઉપર ખાવું નહીં, કારણ કે અપચો થાય. (૧૮) ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સાધવા. (૧૯) અતિથિ તથા ગરીબને અન્નપાનાદિ આપવાં. (૨૦) નિરંતર અભિનિવેશ રહિત રહેવું - કોઇને પરાભવ કરવાનાં પરિણામ કરી, અનીતિથી
કામનો આરંભ કરવો નહીં તે. (૨૧) ગુણી પુરુષોનો પક્ષપાત કરવો - તેમનું બહુમાન કરવું. (૨૨) નિષિદ્ધ દેશકાળનો ત્યાગ કરવો – રાજા તથા લોકોએ (ત્યાગ કરેલા) નિષેધેલા દેશકાળમાં જવું
નહીં. (૨૩) પોતાની શક્તિને અનુસરીને કામનો આરંભ કરવો. (૨૪) પોષણ કરવા યોગ્ય જેવાં કે માબાપ, સ્ત્રીપુત્રાદિકનું ભરણપોષણ કરવું. (૨૫) વ્રતને વિષે રહેલા તથા જ્ઞાન કરીને મોટા એવા પુરુષોને પૂજવા.