________________
(૫૬૬) ઇચ્છાઓ ઊંડાણમાં, અંતરમાં પડી હોય છે. તે ઇચ્છાથી એટલે દેહનાં સુખની ઇચ્છાથી આખું જગત પ્રવર્તી રહ્યું છે. તેવી ને તેવી ઇચ્છા જો મુમુક્ષુની રહ્યા કરતી હોય તો સત્પરુષનો, જીવને સમાગમ થયો ન કહેવાય, સપુરુષના માર્ગને પામેલો પુરુષ ન કહેવાય; કારણ કે પુરુષનો જેને યોગ થયો હોય, બોધ થયો હોય અને સત્પષની શિખામણ માન્ય થઈ હોય તો તે જ્ઞાનભાવનાવાળો હોય. દેહ, જે આત્માથી જુદો છે એમ સપુરુષ પાસેથી સાંભળીને માન્યું હોય તો તેનાં સુખે સુખી અને તેનાં દુઃખે દુઃખી આત્મા થાય છે, એમ ન માને. પરમકૃપાળુદેવે “મૂળમારગ'માં દેહથી ભિન્ન, દેહના રોગોથી ભિન્ન, દેહનાં સુખથી ભિન્ન, દેહનાં દુઃખથી ભિન્ન, જેને કંઈ લાગેવળગે નહીં એવો અસંગ આત્મા કહ્યો છે, તેવું મારું સ્વરૂપ છે. અત્યારે જે દેહ, વેદના, સગાં, ઘર, ધન આદિમાં સુખદુ:ખની કલ્પના થયા કરે છે, તે કરવાની જ્ઞાનીપુરુષે ના કહી છે. બીજા વિચારો ભૂલી જઈ, મનમાં આવે તો તેના તરફ અનાદર રાખી, મારે તો જ્ઞાનીએ કહ્યું છે તે માનવું છે કે આત્મા અજર, અમર, અવિનાશી, નિત્ય, અછઘ, અભેદ્ય, વ્યાધિ-પીડાથી રહિત પરમાનંદસ્વરૂપ છે, તે જ મને હિતકારી છે. પરમગુરુએ પ્રગટ કરેલું શુદ્ધ આત્મસ્વરૂપ જ મારે માનવું છે. બીજું બધું સ્વપ્ન જેવું અને એંઠ જેવું છે, તે તરફ હવે મારી નજર કરવી નથી. મને તારનાર તો શ્રી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ છે.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો (આત્મધર્મનો) સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) આ ભાવના વારંવાર કરતા રહેવા ભલામણ છે. મંત્રનું બને તેટલું આરાધન અંતકાળ સુધી ચાલતું રાખવું. કોઇ મંત્ર બોલે તો તે સદ્ગુરુએ કહેલો મંત્ર છે તેમાં ચિત્ત રાખવું. વેદનામાં જતા મનને રોકી તપુરુષના શરણે, આશરે રહેવું. (બી-૩, પૃ.૨૨૭, આંક ૨૨૩)
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય;
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.' પરમકૃપાળુદેવને આપણે શા માટે ભજીએ છીએ ? મોક્ષને માટે કે બીજા કોઈ હેતુએ ? મોક્ષની ઇચ્છા જેને હોય તે મુમુક્ષુ અને સાચા મુમુક્ષુમાં શો ફેર હશે ? સાચા મુમુક્ષુના હૃદયમાં કેવા ગુણો હોવા જોઇએ ? એમાંના કયા ગુણો ખાસ કરીને આપણામાં નથી ? અને તે પ્રાપ્ત કરવા શું કરીએ છીએ? પરમકૃપાળુદેવનું નામ જગતમાં આપણે દીપાવવું છે કે વગોવાય તેવું આચરણ કરવું છે? અત્યારની આપણી પરસ્પર એકબીજા મુમુક્ષુ પ્રત્યેની લાગણીઓ માનભરી છે કે કુસંપવાળી છે ? તેનું ફળ આગળ જતાં શું આવશે? હવે આપણે કેમ વર્તવું? આ અને આવા જરૂરના જણાય તેવા પ્રશ્નો, પરસ્પર મુમુક્ષુ ભાઇબહેનો એકઠા થાઓ ત્યારે વિચારી, કંઇક આત્મહિત થાય તેવે રસ્તે અવાય, તે સ્વપરને ઉપકારક છે એમ જાણી, આ બોલો લખ્યા છે; તેનો વિચાર કરી, કોઈ નિકાલ આણવા દિલથી ભાવના રાખશો તો હિત થવા સંભવ