________________
(૫૫૦) | આત્મા અવિનાશી છે. તેનો નાશ માનવો એ જ ભ્રાંતિ છે. બાકીની બધી વસ્તુઓ તે બદલાની છે,
નાશ પામનારી છે; તો તે પર્યાવૃષ્ટિ છોડી દઇ આત્મભાવનામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે (બી-૩, પૃ.૬૪, આંક ૫ ) T મોહનીયકર્મ બધું બગાડી દે એવું છે અને મરણ કોઇને મૂકે એમ નથી, માટે ચેતતા રહેવાની જરૂર છે. તૃષ્ણા, વાસના કે પ્રીતિ ઠાર-ઠાર થઈ જાય, તે તોડી નાખવાની જરૂર છે. આ કળિકાળમાં વૈરાગ્યને વિપ્ન ઘણાં હોય છે અને જીવને ધર્મ કરવા જતાં વિઘ્ન પાડે છે, પણ જેમ બને તેમ વધારે વખત વાંચવા-વિચારવામાં ગાળવાનો રાખી, પર્યાયવૃષ્ટિમાં તણાઈ ન જવાય, તે માટે કાળજી રાખવી. બધા પર્યાયો નાશવંત છે, ઠગારું પાટણ છે, ભુલવણીનું ઘર છે એમ માની, હવે આત્મા ઉપર આવી જવું. આત્માની જ ચિંતવના, આત્માની જ ગવેષણા, આત્માની જ ઉપાસના માટે જીવવું છે એમ રાખી, આટલો ભવ ઉત્તમ ભાવનામાં ગાળવામાં આવશે તો અનંત ભવનું સાટું વળી રહેવા જેવો જોગ પ્રાપ્ત થયો છે જાણી, ધર્મમાં વૃત્તિ રાખી, શાંતિથી જે બની આવે તે કર્યા જવું; પણ અહીં રહેવાય તો સારું અને આમ કરીએ તો ઠીક, એવી તૃષ્ણા-ઇચ્છાઓ ન કરવી. કોઈ ઠેકાણે મરણ છોડનાર નથી;
અને અયાચક વૃત્તિએ સદ્ગુરુનું શરણું દૃઢ ભાવવું. (બો-૩, પૃ.૧૬, આંક ૫૩) તે આત્મા કદી જન્મ્યો નથી અને મરતો નથી. ભવાયો જેમ રાજા, જોગી કે બાઇ-ભાઇનો વેશ લાવે છે,
પણ ભવાયો દેખાય છે, તેવો કદી થઇ જતો નથી. તેમ ગમે તેવો દેહ બાઇ-ભાઇનો દેખાતો હોય પણ આત્મા કદી દેહ થયો નથી. આત્મા કોઇનો ધણી નથી, કોઇની સ્ત્રી થયો નથી, કોઇની મા થયો નથી કે બાપ થયો નથી; પણ દેહને દેખીને અજ્ઞાની જીવો આત્માને દેહરૂપ માની, બધો સંસારનો ભાર તાણી દુઃખી થાય છે; એ બધી અણસમજ છે, પણ કોઈ સંતના વિશ્વાસે, જ્ઞાનીનું કહ્યું માન્ય કરવા યોગ્ય છે કે હું દેહ નથી પણ દેહથી ભિન્ન જાણનાર, દેખનાર જ્ઞાનીએ જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, ઉપદેશ્યો છે તેવો આત્મા હું છું. હું કપાતો નથી, ઘસાતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી, મરતો નથી, જન્મતો નથી, બળતો નથી;
દુઃખ-વ્યાધિ-પીડા દેહમાં થાય છે તેને જાણનાર માત્ર હું છું. (બો-૩, પૃ.૬૧૪, આંક ૭૧૨) || હું કંઈ ન જાણું, પરંતુ પરમકૃપાળુદેવે આત્મા જામ્યો છે તેવો મારો આત્મા છે, એવી માન્યતા મારે
કરવી છે. બીજી કોઈ કલ્પના કરવી નથી. એની આજ્ઞા ઉઠાવવાના મારા ભાવ છે. અસંગ, અપ્રતિબંધ, અપ્રમત્ત આત્મસ્વરૂપ જ્ઞાનીએ અનુભવ્યું છે, ઉપદેશ્ય છે તે રત્નત્રયરૂપ સહજ આત્મસ્વરૂપની હું તો ભાવના અત્યારે કરું છું. આવી – જ્ઞાનીએ ભાવી છે તેવી – આત્મભાવના મારે
ભાવવી છે, એમ ચિંતવન-શ્રદ્ધા કર્તવ્ય છે). (બી-૩, પૃ.૫૮૨, આંક ૬૫૮). | જગત ગમે તે કહે, પણ આપણે તો ભક્તિ કરવી. સલ્ફાસ્ત્ર વાંચવું, વિચારવું, ભાવના
પરમકૃપાળુદેવની કરવી. ચિત્રપટનું વારંવાર દર્શન કરી, ભાવના કરવી કે પરમકૃપાળુદેવ દેહથી ભિન્ન છે. મારે એવા થવું છે. દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરવો છે. (બો-૧, પૃ. ૨૫૮, આંક ૧૨)