________________
(૫૫૧) આપણે સમાધિમરણની રોજ ભાવના તથા તૈયારી કરતા રહેવાની જરૂર છેજી. દરરોજ સૂતી વખતે તો પરમકૃપાળુદેવને શરણે આત્મઅર્પણતા સંભારી તે જ શરણું સાચું છે, હું કંઇ જ ન જાણું, પણ પરમકૃપાળુદેવે જેવો જામ્યો છે તેવો આત્મા મારો છે – એમ મારે માનવું છે, તે જ મને
હો એ ભાવના કરતા રહેવા જેવી છે. (બી-૩, પૃ.૪૭૮, આંક ૫૦૭) |સહજ સમાધિની ભાવના મુમુક્ષુજીવો વારંવાર કરે છે, તે એવા પ્રકારની હોય છે કે હે ભગવાન ! એવો
ક્યારે દિવસ આવશે કે જ્યારે મને આત્માનો આનંદ અનુભવાશે ? એ આત્માને આનંદ, લાખો રૂપિયાની ખોટ વેપારમાં જાય તો પણ લૂંટાઈ જતો નથી અને લાખો રૂપિયાનો લાભ થાય તો પણ તે આનંદ બાહ્ય કારણોથી વધતો નથી. માત્ર આત્મભાવનાને આધારે પ્રાપ્ત થતો આનંદ, આત્મપરિણામમાં ઉલ્લાસ વધતાં, વધે છે અને આત્મભાવનામાં વિઘ્ન નડતાં હાનિ પામે છે. તે આત્મનિર્મળતા દિન-દિન વધતી જાય અને આત્મિક આનંદ અખંડિતપણે અનુભવાતો જાય, તેવી દશાની વારંવાર ભાવના કર્તવ્ય છે). (બી-૩, પૃ.૨૯૮, આંક ૨૮૭) D પરમકૃપાળુ પરમાત્માએ જે આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે અને ઉપદેશ્ય છે તેવું જ મારા આત્માનું
સ્વરૂપ છે. મારે એ જ માન્ય કરવું છે. મને કંઈ ખબર નથી પરંતુ જ્ઞાની પરમગુરુની મને શ્રદ્ધા છે. છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તે મહાપુરુષનું મને શરણ હો ! કર્મના ઉદયે દેહમાં વ્યાધિ, પીડા, અશક્તિ અનેક પ્રકારે જણાય તેને આંત્માનું સ્વરૂપ મારે માનવું નથી. હું દુઃખી છું. હું રોગી છું, હું મરી જઈશ એવી કલ્પના તજીને જ્ઞાનીએ કહ્યું છે એવું નિત્ય, અભેદ્ય, અછઘ, જરામરણ આદિથી રહિત શાશ્વત આત્માની માન્યતા કરું છું. ‘જ્ઞાનીને હો તે મને
હો.' (બી-૩, પૃ.૬૨૫, આંક ૭૩૧) I હવે તો એવી ભાવના કર્યા કરવી ઘટે છે કે હે ભગવાન ! મારે કોઈ તમારા સિવાય આધાર નથી; તમારે
આધારે જ બાકી રહેલી જિદગીના દિવસો જાઓ. આટલા કાળ સુધી તો મને આપના તરણતારણ પ્રભાવનું ભાન નહોતું, તેથી મૂંઝવી મારે તેવા આધાર ગ્રહણ કરીને દહાડા એળે ગાળ્યા; પણ હવે મારા આત્માનું જરૂર, આપના શરણે, કલ્યાણ થશે, એવી અંતરમાં શ્રદ્ધા પ્રગટી છે તે જ મારે આધારરૂપ છે. આ દેહનું ગમે તેમ થાઓ, ગમે તેટલી મૂંઝવણો આવી પડી; પડોશી, ઘરનાં માણસ કે આખું જગત વિરોધ કરીને કનડતું હોય તો પણ એક જો તમારી આજ્ઞા, મંત્રસ્મરણ મારા હૃદયમાં સદાય જાગ્રત હોય તો મને કોઈ મૂંઝાવી શકે તેમ નથી. મારા આત્માનો વાંકો વાળ નહીં થાય, એટલી આપની શક્તિનો મને વિશ્વાસ છે. જગતના તરફ નજર રાખીને આખો આવરદા ગાળ્યો, પણ પાણી વલોળે માખણ ન નીકળે તેમ મારા આત્માનું તેથી કંઈ કલ્યાણ થયું નહીં, પણ હવે તો તમારી આજ્ઞા આરાધવામાં જેટલો પુરુષાર્થ કરીશ તેટલો મારો આત્મા તમારી સમીપ આવશે, તમારા જેવો થશે. માટે હવે તો મારી જ ખામી છે, મારો જ પ્રમાદ મને નડે છે, તેને હવે નહીં ગણતાં જરૂર જેટલું ખાવાનું, ઊંઘવાનું કે ઘરનું જરૂરનું કામ પતી ગયું કે હવે તો હે પ્રભુ ! આપની આજ્ઞા અહોરાત્ર આરાધવાની અંતરમાં વૃઢ ભાવના - પ્રતિજ્ઞા જેવી – કરવી છે કે એ આરાધના અને મરણ વખતે, રોગ વખતે, ક્રોધાદિ વિકારોના પ્રસંગે કર્મબંધથી બચાવે.