________________
૫૨
D‘‘સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય'' એમ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં જણાવ્યું છે. તે આધાર છૂટી જતાં, તે જ્ઞાન ઉપર આવરણ આવ્યા પહેલાં એટલે હજી ચૌદપૂર્વધારી કહેવાય પણ શ્રદ્ધાધન ખોઇ બેઠો, તેથી લૌકિક જીવો જેવી વાસનાને આધીન થઇ, પામર બની જાય છેજી .
‘‘સમકિત નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિમાંહી'' એમ શ્રી દેવચંદ્રજીએ ગાયું છે અને પરમકૃપાળુદેવે પણ કહ્યું છે : ‘‘અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્ મળ્યા નથી, સત્ સુણ્યું નથી અને સત્ શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ સુણ્યે અને એ ધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.'' (૧૬૬) ‘શ્રદ્વા પરમ વુન્દ્રા'' એવું વારંવાર ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા. શાસ્ત્રજ્ઞાન દુર્લભ નથી, પણ સમ્યગ્દર્શન દુર્લભ તે દુર્લભ જ છેજી. (બો-૩, પૃ.૪૯૭, આંક ૫૩૩)
મુમુક્ષુ
જેને આ મનુષ્યભવની દુર્લભતા સમજાઇ હોય, અને દોષો દેખી દોષો ટાળવા પુરુષાર્થ કરે અને મોહ ઘટાડે, તેને મુમુક્ષુ ગણવા યોગ્ય છેજી.
ઉપશમ, વૈરાગ્ય, ત્યાગ અને ભક્તિ સહજ સ્વભાવરૂપ કરી દેવાની પરમકૃપાળુદેવની ભલામણ છે, નહીં તો મુમુક્ષુપણું ટકવું મુશ્કેલ છેજી. (બો-૩, પૃ.૬૬૧, આંક ૭૮૮)
વીતરાગ ભગવાનનો ધર્મ શું ? વીતરાગ થવું. રાગ-દ્વેષ ન હોય તો જગતના પરમાણુ આત્માને અડે નહીં. વીતરાગ ભગવાન જેવા થયા છે, તેવા થવા માટે તેને પગલે-પગલે ચાલવાનું છે. એ જ મારે કરવું છે, એમ જેને થાય તે મુમુક્ષુ છે. (બો-૧, પૃ.૨૭૧)
ઘણા શ્રાવકાચાર પુસ્તકોમાં આવે છે કે શ્રાવકનાં વ્રત પાળવાથી શ્રાવક ન કહેવાય; પણ તે સાથે જેને મુનિ થવાની ભાવના છે, તે શ્રાવક છે. (બો-૧, પૃ.૩૪૭, આંક ૩૩)
શરીરના લાભ કરતાં આત્માના લાભ તરફ વિશેષ લક્ષ આપનાર, મુમુક્ષુ કે આત્માર્થી કહેવાય છે. બાકી શરીરની જરૂરિયાતો પૂરી પાડનારા જગતમાં ઘણા છે, તે જગતમાં ભમે છે. તે પરિભ્રમણથી છૂટવું હોય તેને માટે, મોક્ષમાર્ગ જ્ઞાનીપુરુષે પ્રરૂપ્યો છે. તે જ્ઞાનીની આજ્ઞા યથાશક્તિ ઉપાસશે, તેનું કલ્યાણ થશેજી.
‘‘કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.’’ (૪૬૦) એવું કૃપાળુદેવનું વચન છે, તેનો વિચાર આપ કરશો. આપણાં અહોભાગ્ય ગણવા યોગ્ય છે કે જગતનાં આટલાં બધાં પ્રાણીઓમાંથી, જ્ઞાનીને શરણે જવાના ભાવ આપણને જાગ્યા. હવે તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરતાં કાયર થવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૨૨૮, આંક ૨૨૪)
વારંવાર મુમુક્ષુદશાનો વિચાર કરવો કે મોહાસક્તિથી મૂંઝાઇ ક્ષણે-ક્ષણે મોક્ષમાર્ગમાં પ્રવર્તે તે મુમુક્ષુ કહેવાય. પરમકૃપાળુદેવને રાજી કરવા જીવવું છે, તો તેણે નિષેધ કરેલે માર્ગે ચાલીને શું મોઢું બતાવીશ, એમ વારંવાર પોતાના આત્માને ઠપકો આપી, વિષય-કષાય મંદ કરી, પ્રથમ ભૂમિકામાં આવવું ઘટે છેજી.
‘‘વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ.