________________
(૫૫૨)
આ પુરુષાર્થ આ ભવમાં નહીં કરું અને અચાનક દેહ છૂટી જશે તો કરવાનું છે તે મનમાં રહી જશે. અને આજ સુધી આંધળાની પેઠે પોતાનો દુશ્મન બની, મેં પોતાને દુ:ખ દેવામાં બાકી રાખી નથી, અનેક કર્મો બાંધ્યાં છે, તે ભોગ વા કેવાય ભવમાં ભમવું પડશે. માટે જ્યાં સુધી આ મનુષ્યભવ છે. ત્યાં સુધીનો કાળ, પ્રમાદ તજીને, જરૂર આત્મહિત થાય તેમ જ ગાળી લઉં, એવો દ્રઢ નિશ્ચય કરી, કંઇ ને કંઈ કામ કરતાં પણ ધર્મકાર્યમાં ચિત્ત રાખ્યા કરવાની ટેવ પાડી મૂકવા યોગ્ય છે. મોહને મારવાનો લાગ આવ્યો છે, તે વખતે ઊંધ્યા કરીશ તો વેદના, મરણ કે તેવા મૂંઝવણના પ્રસંગમાં મોહને વશ થઇ, તેમાં તણાઈ જવાથી, માઠી ગતિમાં ઘસડાઈ જવાનો પ્રસંગ આવશે. માટે હવે તો મોહનિદ્રામાંથી જાગ્રત-જાગ્રત થવાની, રહેવાની જરૂર છેજી. મોહશત્રને મારવાનો લાગ આવ્યો છે, તે વખતે પ્રમાદ આડે કરવાનું તે કાર્ય રહી ન જાય તેની ફિકર દયમાં રાખીને, જે કંઈ કરવા ધાર્યું હોય તે કર્તવ્ય છે. બીજી વસ્તુઓ તરફનો પ્રેમ તો જરૂર ઘટાડવો જ પડશે, તે વિના છૂટકો નથી. તે વિષે વારંવાર વિચાર
કરતા રહેવાની જરૂર છે). (બો-૩, પૃ.૪૬૬, આંક ૪૯૦) T સાચા દિલની ભાવના સદ્ગુરુકૃપાએ યથાવસરે સફળ થાય છેજી. “માના વિનાશના કહેવાય છે.
માટે પોતાનાથી બને તેટલો પુરુષાર્થ સરુઆજ્ઞા ઉઠાવવામાં કરી, ન બને તેનો મનમાં ખેદ રાખી, તે અર્થે વિશેષ પુરુષાર્થ જાગ્રત થાય તેવી ભાવના, પ્રાર્થના, ઝૂરણા કરતા રહેવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૨૫૦, આંક ૨૪૪). મનુષ્યભવમાં કર્તવ્ય એક સમ્યક્દર્શનની પ્રાપ્તિ છે અથવા આત્મસ્વરૂપની ઓળખાણ છે અને તે તો આત્મસ્વરૂપ જેને પ્રાપ્ત થયું છે તેવા આપ્તપુરુષના યોગ વિના બની શકે તેવું નથી. માટે એ પુરુષના યોગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી.
આ કાળનાં અલ્પ આયુષ્ય અને અચાનક મરણ નીપજતાં ભાળીને ચેતવા જેવું છેજી. આખો દિવસ પરકથા અને પરવૃત્તિમાં વહ્યો જાય છે, તેમાંથી થોડો કાળ અવશ્ય કાઢી લઈ “હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?'' એવા આત્મા સંબંધીના વિચારમાં વૃત્તિને રોકી આત્માનું ચિંતવન, ભાવના બને તેટલી કર્તવ્ય છેજી.
"उत्तमा स्वात्मचिन्ता स्यात् मोह चिन्ता च मध्यमा ।
अधमा कामचिन्ता स्यात् परचिन्ता अधमाधमा ।।" ભાવાર્થ : આપણા આત્માના ઉદ્ધારની ચિંતા-વિચારણા કરવી, એ ઉત્તમ ચિંતવન કહેવાય છે. મોહને વશ કે શુભ રાગને લઈને બીજા જીવોનું ભલું કરવાની વિચારણા, તે મધ્યમ ચિંતવન છે. કામભોગની ચિંતવના કરવી, તે અધમ છે અને બીજાનું ભૂંડું થાય, અકલ્યાણ થાય તેવા વિચાર કરવા, તે અધમમાં
અધમ ચિંતવના છે. (બો-૩, પૃ.૩૭, આંક ૨૩). T “દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ નથી કરતા, તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે,
એમ સમજો. એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે.'' (૮૪૩) આ પરમગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું વચનામૃત દ્ધયમાં અખંડ જાગ્રત રહો, એ ભાવના કર્તવ્ય છે.