________________
(૫૪૭ T વિભાવ તે સ્વભાવ નથી અને સ્વભાવ તે વિભાવ નથી. શુભભાવ હોય તોય વિભાવ છે અને
અશુભભાવ હોય તોય વિભાવ છે. બંનેનું કારણ એક જ છે. એક્ટથી મોક્ષ નથી. પુણ્યથીય મોક્ષ નથી. પુણ્ય પાપ બેયની હોળી કરવાની છે. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૭) T વિશુદ્ધભાવ એટલે ચિત્તપ્રસન્નતા અથવા મનની સ્થિરતા. કષાયની મંદતામાં ચિત્તલોભ હોય નહીં, તેથી આનંદ આવે છે. આત્મા આનંદરૂપ છે. તેવા સમયમાં (ચિત્તપ્રસન્નતા હોય ત્યારે) મંત્રનું સ્મરણ કરવું, એ ઘણા લાભનું કારણ છે. કષાયનું નિમિત્ત ન હોય તો તેવા ભાવ વધુ વખત સુધી ટકી રહે છે. આનંદઘનજીના જીવનમાં પણ એ જ આવે છે.
ચિત્તપ્રસન્ન રે પૂજનફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટરહિત થઇ આતમ અરપણા રે, આનંદઘનપદ રેહ.'' પરમકૃપાળુદેવે પણ કહ્યું છે કે તેવા ભાવો એ મોક્ષનું કારણ છે. તેવા જીવોને નિશ્રયે મોક્ષ થવાનો જ છે. વિશુદ્ધભાવની વર્ધમાનતા થાય એ જ પુરુષાર્થ કરવાનો છે. કર્મો વચ્ચે આવે પણ લક્ષ એ જ રાખવો.
(બો-૧, પૃ.૨૧, આંક ૨૪) D પ્રશસ્ત રાગ, અનુકંપા, ચિત્તપ્રસન્નતા (વિશુદ્ધભાવ) એ શુભ પરિણામ છે. વિશુદ્ધભાવ એ આત્માનો
નિર્ણય કરવામાં સહાયક છે. તેવા ભાવ હોય ત્યારે આત્માનો નિર્ણય થાય, તે સાચો થાય છે. વિચારદશા ત્યારે કહેવાય. પ્રશસ્ત રાગ અને અનુકંપામાં પણ વિશુદ્ધભાવ હોય છે. (બો-૧, પૃ. ૨૯, આંક ૩૬)
ભાવના
પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે અને અન્ય વિચારોનું વિસ્મરણ થાય એમ ભાવના કર્તવ્ય છેજી. તે પરમપુરુષે આત્મા જાણ્યો છે, તે માટે માન્ય છે. તેની હા એ હા અને તેની ના એ ના, એમ વૃઢ મતિ
કર્તવ્ય છે. (બો-૩, પૃ.૬૫૬, આંક ૭૭૭) | હાલ જે પુરુષનાં વચનામૃત વાંચો છો, તે વિચારી, તે પુરુષની સમ્યકજ્ઞાનમય, અસંગ,
અપ્રતિબંધદશાની ભાવના કરતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ.૨૩૬, આંક ૨૩૧) T સશ્રદ્ધા પામીને જગતથી ઉદાસીન થવું અને આત્મશાંતિ થાય તેવા ભાવોનું રટણ રહે, મોક્ષેચ્છા
વર્ધમાન થયા કરે, નિવૃત્તિ આદિ મળે સત્સંગ, સન્શાસ્ત્ર અને પરમકૃપાળુદેવના સ્વરૂપનું ચિંતન રહ્યા કરે, તેવી ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૧૧, આંક ૮૫૮). | આટલા ભવમાં પરમકૃપાળુદેવ પ્રસન્ન થાય તેમ જ પ્રવર્તવું છે, એ લક્ષ અહોરાત્ર રહ્યા કરે તો જીવનો
પગ કોઈ પાપકાર્યમાં ન પડે, બધાં દુ:ખથી તે બચી જાય. માટે પરમકૃપાળુદેવનાં વચનો વાંચી, વારંવાર વિચારી, તેમની દોરવણી પ્રમાણે જ આ ભવના છેવટનાં વર્ષો મારે જરૂર ગાળવાં છે, એવી ગાંઠ મનમાં પાડી દઇ, લાગ આવ્યું તેમ જ કરવું છે, એ ભાવ દિવસે-દિવસે વર્ધમાન કરવો ઘટે છે. જેવી જેની ભાવના, તેવું તેને ફળ વહેલુંમોડું મળી રહે છેજી; તો ભાવના સારી રાખવામાં ભિખારી શા માટે રહેવું ? એમાં કંઈ ખર્ચ થાય તેમ નથી કે નથી દુઃખ કે કષ્ટ પડતું. માત્ર અજ્ઞાનને લઈને જીવ પોતાનું નહીં તેને પોતાનું માની, મારું-મારું કરી રહ્યો છે. પોતે દેહાદિરૂપે નથી, છતાં દેહાદિરૂપ હું છું