________________
૫૪૪ ) મહાત્માએ કહ્યું, “ભાઇ, ધર્મક્રિયા સાચી ભાવપૂર્વક તો તારા મોટાભાઈને સ્મશાનમાં બેઠાં થઇ છે અને તે તો ધર્મના સ્થાનમાં, જ્યાં ચિત્ત ભગવાનમાં રાખવું જોઇએ, તેને બદલે નાટકમાં અને મિજબાનીના તરંગમાં રાખ્યું હતું. તેથી તેને સંસારફળની પ્રાપ્તિ થઇ છે અને મોટાભાઈને વૈરાગ્યને લઈને મોક્ષનું કારણ બન્યું છે.'' આમ ‘ભાવ તિહાં ભગવંત' કહ્યું છે તે લક્ષમાં રાખવા યોગ્ય વાત છે. “મન ચંગા (પવિત્ર) તો કથરોટમાં ગંગા' એ કહેવત પ્રમાણે સગુરુ આજ્ઞામાં જેટલો કાળ ભાવપૂર્વક ગાળશો, તેટલું જીવન સફળ ગયું માનવા યોગ્ય છેજી.
“શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મન, શિષ્ટ કહે તે પ્રમાણ રે, મન, સુયશ લહે એ ભાવથી, મન ન કરે જૂઠ ડફાણ રે, મન...''
(બી-૩, પૃ.૪૪૯, આંક ૪૬૮) ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રી વારંવાર કહેતા હતા કે ક્રિયા તો તેવી ને તેવી જ કરવાની છે પણ ભાવ બદલી નાખવાનો છે. જે કંઈ કરતા હોઈએ તેમાં “હું આત્માર્થે કરું છું, આટલું કામ પતી જાય તો મારે ભક્તિ માટે વખત ગાળવો છે, આ કામ ન આવી પડયું હોત તો અત્યારે હું ભક્તિમાં કેવો તલ્લીન થઈ ગયો હોત?' એવા ભાવ જો રહે તો બીજું કામ કરતાં છતાં તે ભાવથી તો ભક્તિ જ કરે છે. જ્યાં ભાવ છે ત્યાં જ આત્મા છે અને ભાવથી જ બંધન થાય છે કે છુટાય છે, માટે ભાવ સુધરે તેમ પ્રવર્તવું અને તેવાં નિમિત્તો ઇચ્છવાં કે જેથી આપણા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે ઉલ્લાસવાળા રહે. સગાંવહાલાં પ્રત્યે પણ સંસારભાવને બદલે આત્મભાવ ક્યારે થશે એવી ભાવના વારંવાર સેવવાથી ધર્મભાવના જાગ્રત રહે અને કાળે કરીને પરમશાંતિપદ પ્રાપ્ત કરી શકાય છે.
(બી-૩, પૃ.૧૦૫, આંક ૯૬) | | ગોમ્મસારનું વાંચન થતું ત્યારે ઘરડી ડોશીઓ ન ચલાય તો પણ ભાવ કરીને સાંભળવા આવતી, ત્યારે
મુનિશ્રી મોહનલાલજીએ પ્રભુશ્રીજીને પૂછયું કે આવો અઘરો કર્મગ્રંથ, શું આ ડોશીઓ સમજતી હશે? ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે ભાવ ત્યાં ભગવાન છે. જે કાનમાં પડે છે, તે વખત આવ્યે ઊગી નીકળશે. ‘તેને આવ્યો પ્રેમ તો મારે શો નેમ.” એમ કરી ભગવાને ગોવાળને દર્શન દીધાં. તે સમજવા જેવી વાત છે. ભાવથી બધું થાય છે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં.' દુનિયાના પદાર્થો ઉપરથી પ્રેમ ઊઠી, પ્રભુ તરફ વળે તો બધાં શાસ્ત્રોનો સાર આત્મામાં આવી જાય છે; પરંતુ તેમ થાય ત્યારે. પ્રભુશ્રીજી કહેતા કે સત્પરુષનાં દર્શન માટે તથા બોધ સાંભળવા, જે વખતે વિચાર કરીને ડગલું ભર્યું કે ડગલે-ડગલે યજ્ઞનું ફળ થાય છે. (બો-૧, પૃ., આંક ૬). D સદ્વર્તન, સદાચરણ એ મોટી પ્રભાવના છે એમ સમજી, જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાના ભાવ નિરંતર
કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૧૩૭, આંક ૧૩૭) D આપના પત્રમાં જે કોમળ ભાવો, આ પર્યુષણ પર્વ નિમિત્તે પ્રગટ થયા છે, તેવા ભાવો ટકી રહે તો ઘણી
ધર્મજાગૃતિ પ્રાપ્ત થાય. પરમકૃપાળુદેવનાં વચનામૃત, સમાધિસોપાન આદિનો સ્વાધ્યાય દરરોજ કંઈ-કંઇ પણ કરતા રહેવાનો નિયમ રહે તો તેવા ભાવો ટકે અને વૈરાગ્યની વૃદ્ધિ થઇ, અપૂર્વ યોગ