________________
(૫૪)
મુકાયો છે, પણ તે શુભ નિમિત્તોમાં પણ જીવને લાભ ન થાય તો નિમિત્તોનો વાંક નથી; એટલો લક્ષ ભૂલવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૪૧૨, આંક ૪૧૮)
ભાવ T બધા મળી વિચારોની આપ-લે કરો તેમાં, પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની અપૂર્વતા, આ કાળમાં તેમનો
મહદ્ ઉપકાર અને તેમના શરણથી જીવની જાગૃતિનો સંભવ છે – આ ભાવ વિશેષ વિચારાય તેમ
ભલામણ છેજી, (બી-૩, પૃ.૭૩૫, આંક ૯૦૦) T ભક્તિભાવ સ્વપરને હિતકારી છે. જેટલી પરમકૃપાળુદેવ ઉપર જેની શ્રદ્ધા છે, તેટલો તે જીવ
ભાગ્યશાળી છે. સમજણ તો પૂર્વે જ્ઞાનાવરણીયકર્મ દૂર કરવા કરેલા પુરુષાર્થને આધારે હોય છે, પણ દર્શનમોહ દૂર થઈ શ્રદ્ધા થવામાં ભાવની પ્રાધાન્યતા છે. તે ભાવ સર્વ કરી શકે તેમ છે. બાઇ-ભાઇ, ભણેલા-અભણ, ગરીબ-ધનવાન, બ્રાહ્મણ કે પતિત, ગમે તે શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ ગ્રહણ કરી, મરણ સુધી ધારે તો ટકાવી શકે તેમ છે. (બી-૩, પૃ.૧૬ ૧, આંક ૧૨) મુખ્ય કરવા યોગ્ય શું છે? તો કે, ભાવની તપાસ. મારા ભાવ કેવા થઇ રહ્યા છે? કેવા કરવા છે? એમ જ સમયે-સમયે ભાવની તપાસ કરવાનો પુરુષાર્થ જીવ જો આદરે તો અવશ્ય કલ્યાણ થાય. (બો-૧, પૃ.૩૬, આંક ૭). | દુકાને ઘરાક ન આવતું હોય તોપણ દુકાન ખુલ્લી રાખી બેસવું પડે છે, તેમ આપણા ધારેલા ભાવ ન
થાય તોપણ રોજ આરાધન કર્યા કરવું. પોતાનું ધ્યેય શું છે, તે નક્કી કરવામાં તો અધું કામ થઇ જાય છે; પૂર્ણ થતાં સુધી જંપીને બેસવાનું
નથી. માટે પુરુષાર્થ કર્યા કરવો. (બો-૧, પૃ.૧૮, આંક ૨૦) T કંઇક મનમાં, હજી શત્રુરૂપ વિકારો પ્રત્યે મીઠાશ રાખી હશે તો તે જીવને ભોળવી ભવમાં ભમાવે તેવી
તેનામાં શક્તિ છે; પણ જો તેનાથી જીવ ત્રાસ પામી, કરગરીને પણ, તેથી છૂટાછેડા કરવાના ભાવ સેવ્યા કરશે તો તેનું બળ નહીં ચાલે. બધો આધાર જીવના ભાવ ઉપર છે. હવે તો એક પરમકૃપાળુદેવનું જ શરણ, મરણપર્યંત હિતકારી સમજી ઉપાસવું છે. તેમાં વિઘ્ન કરનાર ભાવો ધર્મ-ઘાતક જાણી, તે પ્રત્યે કટાક્ષદ્રષ્ટિ રાખી, તેથી કંપતા દયે પ્રવર્તવું પડે તો પણ કેમ છુટાય, એ જ લક્ષ હવે તો રાખવો છે. જો તેને પોષ્યા કરીશું તો તે આપણો છાલ છોડશે નહીં અને ભવોભવ દુઃખી
કરશે, એવો ત્રાસ નિરંતર વિકારભાવો ભણી રાખવો ઘટે છેજી. (બી-૩, પૃ.૭૧૬, આંક ૮૬s). [ આખું જૈનદર્શન ભાવ ઉપર છે. સમ્યફદ્રષ્ટિ પણ મનુષ્યભવમાંથી દેવગતિમાં જાય છે. મનુષ્ય થાય
એવા ભાવ તો કોઈ વખતે ઉત્પન્ન થાય છે. જેવા ભાવ હોય તેવી ગતિ થાય. વાતાવરણની અસર ભાવ ઉપર થાય છે. ઝાડ નીચે આપણે કંઈ સારી વાત કરીએ તો તેને પણ કંઈક અસર થાય છે. પ્રભુશ્રીજી કહેતા કે આ રાયણ તળે ભક્તિ કરીએ છીએ, તે રાયણના જીવને પણ લાભ થાય છે.
કષાયી જીવો જેમાં રહેતા હોય, તે ક્ષેત્ર પણ કષાયી થાય છે. જે કાળમાં પાપના ભાવો છે, તે કાળ હેય છે. પાંચમા અને છઠ્ઠા આરામાં બધી પાપની પ્રવૃત્તિ થાય છે, તે કાળ હેય છે. એવું સાંભળવા મળે તોય