________________
(૫૩૮)
સાધનરૂપ તેની આજ્ઞામાં કે તેનાં વચનોમાં વૃત્તિ રાખી તેને માટે પુરુષાર્થ કરવાનો નિયમ રાખે તો વિપરીત પ્રસંગોથી બચી જવાય, ભાવના વર્ધમાન થાય અને ઉત્તમ નિમિત્તોમાં જોડાવાનું બળ મળે
અને આત્મવીર્ય કંઈક ફોરવી જીવ આગળ આવે. (બી-૩, પૃ.૧૨૧, આંક ૧૧૮) T સુખમાં ઉત્તમ નિમિત્તોની કિંમત પણ સમજાતી નથી. દુઃખમાં, વૈરાગ્યમાં તો સન્શાસ્ત્ર પણ પ્રત્યક્ષ
સમાગમ જેવાં થઈ પડે છેજી, વિશ્વાસ, શ્રદ્ધા પરમ દુર્લભ છે. તે જેને ઘેર છે, તેને કંઈ દુઃખરૂપ નથી.
બધાંને તે સવળું કરી નાખે છે. (બો-૩, પૃ.૫૭૮, આંક ૬૫૦) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ છેલ્લી ભલામણ સત્સંગ કરતા રહેવાની કરી છે, તે નાનાં-મોટાં, સ્ત્રી-પુરુષ
સર્વને અમૃત સમાન હિતકારી છે. નિમિત્તાધીન વૃત્તિ હોવાથી સારાં નિમિત્તોનો પરિચય બને તેટલો વધારે કર્તવ્ય છે. જે જે પૂર્વનાં બંધનોને લઈને જ્યાં જન્મ થયો છે, જેમની સાથે સંબંધ જોડાયાં છે, મારાં મનાય છે - તે તે સર્વ દેહાદિક પદાર્થો પ્રત્યે અહંભાવ-મમત્વભાવ સહેજે સ્ફર્યા કરે છે; તે જ આત્માનો શત્રુ છે એમ માની, તે પ્રત્યે કટાક્ષદ્રષ્ટિ રાખી, તેથી બને તેટલા દૂર રહી, અપરિચય રાખી, તે ભાવ મંદ પાડવાનો અભ્યાસ કર્યા સિવાય તે વૃત્તિઓ વશ થાય તેમ નથી. વૃત્તિની છેતરામણી ન થાય તે તરફ મુમુક્ષુજીવ ખાસ લક્ષ રાખે છેજી. છૂટવું, છૂટવું, છૂટવું જ જેના અંતરમાં થયું હોય તે કંઈક છૂટવાનો ક્રમ લે છે. ખરું છૂટવાનું ભાવથી છે, પણ નિમિત્તાધીન ભાવ હોવાથી નિમિત્તોમાં જે ઉત્તમ નિમિત્તો સમજાય તે ગ્રહવાની બુદ્ધિ, બુદ્ધિમાન સ્વીકારે છેજી, ઉદયને આગળ કરીને મુમુક્ષુ ન વર્તે, પણ પુરુષાર્થને પ્રથમ રાખે. પછી ન બને તો પ્રારબ્ધ કે ઉદયનો દોષ માને. (બી-૩, પૃ.૧૧૫, આંક ૧૧૦) જગતવાસી જીવોને સારા નિમિત્તે સારા ભાવ થાય છે, અને ખરાબ નિમિત્તે ખરાબ ભાવ થાય છે. નિમિત્ત તો સારું જ રાખવું. સારું નિમિત્ત હોય તો ઉપાદાન સારું થાય. પ્રભુશ્રીજી કહેતા કે સાંભળ-સાંભળ કરને ! જેવો સંગ તેવો જીવ થાય છે; માટે સારું નિમિત્ત ગોઠવવું. અશુભ નિમિત્તો ત્યાગવાં. સંસાર એ અશુભ નિમિત્તરૂપ અને અનંત કુસંગરૂપ છે. શ્રી ઋષભદેવ ભગવાન ત્યાસી લાખ પૂર્વ વર્ષ, ઘરમાં રહ્યા છતાં સંયમ લેવાના ભાવ ન થયા. પછી ઇન્દ્ર, જેનું આયુષ્ય ક્ષીણ થવા આવ્યું છે એવી નીલાંજના નામની અપ્સરાને, ભગવાનની સભામાં નાચ કરવા મોકલી. નાચતાં-નાચતાં તેનું આયુષ્ય પૂરું થઈ ગયું, તેથી તે અપ્સરાના શરીરના બધા પરમાણુ વીખરાઈ ગયા; પણ ઈન્દ્ર ત્રિક્રિયાથી કોઈને ખબર ન પડે તેમ પાછી તેવી ને તેવી અપ્સરા નાચતી દેખાડી. તેથી સભાસદોને ખબર ન પડી કે આ અપ્સરાનું મૃત્યુ થયું છે; પણ ઋષભદેવ ભગવાન અવધિજ્ઞાનવાળા હતા, તેથી ઉપયોગ દઈ જોયું તો મરેલી જાણી. તે જોઈને ભગવાનને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ઉપાદાન બળવાન હતું, છતાં યોગ્ય નિમિત્ત મળ્યું ત્યારે જાગ્યા. સારા નિમિત્તામાં રહેવું. સત્સંગ કરવો. ખોટાં નિમિત્તો ન મેળવવાં. ઉપાદાન કારણ બળવાન ન હોય
અને ખોટા પુરુષોનો સંગ કરે તો જીવ ખોટો થઇ જાય છે. (બો-૧, પૃ.૨૪૯, આંક ૧૪૩) D “ભરત ચેત, ભરત ચેત ! માથે મરણ ઝપાટા દેત !' મોટા છ ખંડના અધિપતિ ભરત ચક્રવર્તી આવા
ચેતવાનાં વચન કાને પડે તો વૈરાગ્ય રહ્યા કરે, તે માટે એક માણસ રાખતા; કારણ કે તે