________________
(૫૩)
અનાર્ય જેવા દેશમાં જવાનું હોવાથી વિશેષ કાળજી રાખીને સદ્વર્તન, વિચાર અને સપુરુષની આજ્ઞામાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પોતાના વિચારબળ વગર, ત્યાં બીજું કોઈ અનાચાર આદિ માર્ગે જતાં અટકાવનાર નથી; માટે કુસંગથી બચતા રહેવા અને સલ્ફાસ્ત્ર વાંચન-વિચારમાં બચતો વખત ગાળવા ભલામણ છેજી. સ્ટીમરમાં તમને બિલકુલ કામ ન હોય, માત્ર ખાવા-પીવા કે હાજતો પૂરી કરવા પૂરતું જ ખોટી થવું પડે, બાકીનો બધો વખત નવરાશ હોય છે. કાળ ગાળવા અણસમજુ જનો પત્તાં રમવામાં કે ઊંઘવામાં વા નકામા વિકલ્પોમાં કાળ ગુમાવે છે. તેવી ભૂલ તમે ન કરો અને ધંધામાં પછી વખત બચાવવો મુશ્કેલ પડશે ગણી, તે વખતે સદ્વાંચન, વિચાર અને આત્મહિતનું સાધન સદ્ગુરુકૃપાએ મળ્યું છે, તેમાં વિશેષ ભાવ રાખી જરૂર જાણે ગુફામાં પેસી જાય તેમ, આત્મસાધન કરવા જ દરિયાની મુસાફરી
સ્વીકારી છે એમ દાઝ રાખી, જાગૃતિનો બધો વખત સ્મરણ આદિ ધર્મકાર્યમાં જ કાઢવો છે, એવો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છેજ. જેટલા વૈરાગ્ય અને ધર્મ પ્રત્યે ઉલ્લાસભાવ હશે, તે પ્રમાણે આ તમારા કસોટીના વખતને તમે ગાળી શકશો. ત્યાં આફ્રિકા પહોંચ્યા પછી પણ, વખત મળે કે સસાધનમાં જોડાઈ જવું. મનને નવરું ન રાખવું, તે દુરિચ્છા કરે તે પોષવી નહીં; પણ તેની સામે પડી, સન્માર્ગમાં હઠ કરીને પણ મનને રાખવું. આમ પુરુષાર્થ આદરશો તો કોઈ હાથ ઝાલવા આવનાર નથી. કળિકાળ કે અનાર્યક્ષેત્ર, એ માત્ર બાહ્ય નિમિત્તો છે, પુરુષાર્થ આગળ બધાં નિર્બળ છે એમ માની, આ આત્માને જન્મમરણનાં મહા દુ:ખોથી મુક્ત કરવો છે, એ ભાવદયા ભૂલી જવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ. ૨૫૬, આંક ૨૫૦) I એક પ્રશ્ન આપને વિચારવા, અને યોગ્ય લાગે તો ઉત્તર લખવા કરું છુંજી.
આદ્રકુમાર અનાયદેશમાં જન્મ્યા; ત્યાં જ શ્રી અભયકુમારની કૃપાથી જિનમૂર્તિનાં દર્શન કરતાં તેમને જાતિસ્મરણજ્ઞાન થયું; પૂર્વના ભવ, ચારિત્ર પાળેલું તે બધું યાદ આવ્યું તો ત્યાં ચારિત્ર પાળીને ધર્મ-આરાધન કરવાનું મૂકીને, ત્યાંથી નાસી છૂટી આર્યદેશમાં કેમ આવ્યા હશે ? શ્રી અભયકુમાર સાથે પત્રવ્યવહાર આદિથી સંતોષ કેમ નહીં માન્યો હોય? રાજકુમારને તેવી ગોઠવણ કરવી અઘરી નહોતી. કેમ તેમને ત્યાં ગમ્યું જ નહીં? યથાશક્તિ વિચાર કરી, યોગ્ય લાગે તો, પત્ર લખો ત્યારે તે વિષે લખશોજી. (બો-૩, પૃ.૭૦૧, આંક ૮૪૨)
T સિંકદરે ઘણી લડાઇઓ કરી, દેશો જીત્યા, અઢળક ધન એકઠું કર્યું. છેવટે રોગ થયો. કેટલાય વૈદ્યો આવ્યા, કોઇ મટાડી ન શક્યા. પછી તેણે પશ્ચાત્તાપ કર્યો. આવું થવાનું જાણ્યું નહોતું, નહીં તો હું આટલું બધું શા માટે કરત ? સાથે આવે એવું કંઈ ન કર્યું ! પછી ભંડારીને બોલાવી, હીરા-માણેક બધું કઢાવ્યું. સિકંદરની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. પછી તેણે વિચાર્યું કે મારે તો એવું થયું પણ હવે બીજા જીવો ન ભૂલે એવું કરવું. તે માટે તેણે રાજ્યના માણસોને કહ્યું કે હું મરું ત્યારે મને સ્મશાને લઇ જતી વખતે મારા હાથ બહાર રાખજો, જેથી લોકોને લાગે કે બાદશાહ ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે ગયો; અને વળી કહ્યું કે હકીમો હોય તેના ખભા ઉપર ઠાઠડી મૂકજો, જેથી લોકોને લાગે કે આટલા બધા હકીમો હોવા છતાં મરી ગયો, હકીમો કંઈ ન