________________
(૪૪૭) D પરમકૃપાળુદેવે ૫.૩.૫.પૂ. પ્રભુશ્રીજીને પ્રથમ પત્ર લખ્યો છે તેમાં “નિરંતર ઉદાસીનતાનો ક્રમ
સેવવો, સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; ....'' (૧૭૨) લખ્યું છે, તે ક્રમ ઉપર તમને આવતા જાણી હર્ષ થાય છેજ. તે પત્ર મુખપાઠ ન કર્યો હોય તો કરી, તેમાં જે માર્ગ દર્શાવ્યો છે, તે દ્ધયમાં અંકિત કરવા યોગ્ય છેજી. વૈરાગ્ય અને અપ્રમત્તપણે પુરુષે દર્શાવેલા માર્ગનું આરાધન, એ જ પરમકૃપાળુદેવે સ્વાત્મવૃતાંતરૂપ કાવ્ય ““ધન્ય રે દિવસ આ અહો !' ગાયું છે, તેનો સાર છે. તે પણ મુખપાઠ કરી, તેમાં જણાવેલા ક્રમે, પગલે-પગલે ચાલવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૪૬૧, આંક ૪૮૩) તત્ત્વજ્ઞાનમાં “પુરાણપુરુષને નમોનમઃ”ના મથાળાવાળો લેખ (પત્રાંક ૨૧૩) તથા પત્રાંક ૨૫ અને
૫૭૨, વારંવાર વિચારવા તથા મુખપાઠ કરવા ભલામણ છે). (બી-૩, પૃ.૭૫૭, આંક ૯૫૧) D થોડું વંચાય તેની ફિકર નહીં, પણ જેટલું વંચાય તેનો વિશેષ-વિશેષ વિચાર થાય તેમ કર્તવ્ય છે.
વચનામૃતમાંથી પત્રાંક ૨૬૨ વારંવાર વાંચી, મુખપાઠ કરવા યોગ્ય છે. નિર્વિકારદશા દિવસે-દિવસે
વધે એમ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૬૨૫, આંક ૭૩૦) D પૂ. .... હમણાં રોજ એક વાર પોતાને માટે, બીજા હોય તોપણ હરકત નથી, પણ ખાસ પોતાને વિચારવા અર્થે પત્રાંક ૩૯૭ ક્ષાયિક સમ્યક્ત્વ વિષેનો, ખાસ કરી પાછળનો ભાગ, પોતાની દશા બોધબળ આવરણ ન પામે તે અર્થે છે, તે લક્ષ રાખી વાંચવા યોગ્ય છે; થાય તો મુખપાઠ પણ કરી લેવો
ઘટે છે. (બી-૩, પૃ.૬૯૦, આંક ૮૨૮) || બને તો પત્રાંક ૪૫૪ મુખપાઠ કરી, તેમાં જણાવેલી યોગ્યતા પ્રથમ પ્રાપ્ત કરી, યોગ્યતા વધારતા
જવાથી, આપોઆપ ઘણા સંશયો સમાઈ જવા સંભવ છેછે. (બી-૩, પૃ.૩૮૭, આંક ૩૯૨) T સદ્ગત ....નાં માતુશ્રીને પણ ધીરજ આપશો અને પત્રાંક ૫૧૦ (બંધવૃત્તિ સંબંધી) વાંચી સંભળાવશો તથા થાય તો મુખપાઠ કરવા સૂચવશોજી. બધાં મુમુક્ષુ ભાઈબહેનોએ, એ પત્ર જાણે પોતાના ઉપર જ પરમકૃપાળુદેવે લખ્યો છે એમ માની, તેમાં કહેલી વાત લક્ષમાં લેવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૫૮૫, આંક ૬૬૨) વચનામૃત પત્રાંક ૫૧૧નો છેલ્લો ફકરો “સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે.” તે મુખપાઠ કરી, ફેરવતાં રહેવાની ભલામણ છેજ. થોડે થોડે, કંઈ-કંઈ મુખપાઠ કરવું, મુખપાઠ કરેલું ફેરવવું અને વિચારી, આત્માને શાંત કરવા યોગ્ય
છે). (બી-૩, પૃ.૭૬૪, આંક ૯૬૬) D “આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસહ્મસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ
ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.” (પ૬૯)
સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગષવો, અને આત્મા ગવેષવો હોય, તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગષવો; તેમ જ