________________
(૫૧૫) કહ્યું છે કે ““જ્યાં જ્યાં આ જીવ જભ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથાપ્રકારના અભિમાનપણે વર્યો છે; જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચાર કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અધિકરણક્રિયાનો હેતુ કહ્યો છે.'' (પ૨૨) આ બહુ વિચારી, વર્તનમાં મૂકવા જેવી પરમકૃપાળુની શિખામણ છે. જે ગામમાં જન્મ થયો હોય ત્યાં પૂર્વના સંસ્કારને લઇને, મારાપણું સહેજે થઇ જાય છે, જે કુટુંબમાં જીવ હોય તે મારું મનાઈ જાય છે અને જે દેહમાં વાસ થયો છે તેથી પોતે ભિન્ન છે એમ સ્મૃતિમાં રહેવું તો મહામુશ્કેલ છે. ગામ, ઘર, ખેતર, કુટુંબ, દેહ આદિ ક્ષેત્ર પ્રતિબંધ છે; તેનો ત્યાગ કરવા છતાં મનમાં રહેલી મારાપણાની ભાવના, વાસના ફરી ત્યાં જ ભવ કરાવે તેવું બળ ધરાવે છે, તેને છૂટવા દે તેવી નથી. તેથી જ્ઞાની પુરુષો તેનો ઉપાય બતાવે છે કે વારંવાર સત્પષના બોધનું સ્મરણ કરી, અંતરમાં ભાવના એવી રાખવા યોગ્ય છે કે આ દેહ પણ છોડીને એકલા ચાલી જવાનું છે તો પછી ગામ, ઘર કે કુટુંબ ક્યાં સાથે આવવાનું છે? જે સાથે નથી આવવાનું, તેની મમતા કર્મબંધન કરાવવા સિવાય બીજું શું કરાવે તેમ છે? તો હવે એ દ્રઢ નિશ્ચય કરું કે મારું આમાંનું કાંઈ નથી. જે કંઈ દેખાય છે, સંભળાય છે, સુંઘાય છે, સ્પર્શ કરાય છે કે ચખાય છે કે કલ્પનામાં આવે છે - તેમાંનું કંઈ મારું નથી. મારું સ્વરૂપ તો જ્ઞાનીએ જાયું છે, અનુભવ્યું છે, ઉપદેશ્ય છે, અને વારંવાર નિષ્કારણ કરૂણાશીલતાથી જણાવ્યું છે તેવું છે. (બો-૩, પૃ.૧૦૫, આંક ૯૬). પૂ..... પૂછાવે છે કે ત્યાંના લોકો આમંત્રણ આપે તો શું કરવું? વ્યવહાર લાંબો કરવો હોય તોપણ થાય, ટૂંકો કરવો હોય તોપણ થાય. ટૂંકી જિંદગીમાં જેમ જેમ જીવ ત્યાગ-વૈરાગ્યથી વ્યવહાર સંકોચીને વર્તશે તેટલો બોજો ઓછો. બીજાને ત્યાં જવું હોય તો તેમને બોલાવવા પણ પડે, તેમની ટીપ વગેરેમાં ભરવું પણ પડે અને અનેક ન જોઇતા પ્રતિબંધ વધે; માટે વિચારીને પગલું ભરવું ઘટે છેજી. આવકનાં સાધન ઓછાં હોય અને માનપાનના સંબંધો જીવ વધારે તો દુઃખી થાય, એ વ્યવહારદ્રષ્ટિથી પણ સમજાય તેવું જી. (બો-૩, પૃ.૭૮૬, આંક ૧૦૦૩) આપે પૂ. ... સંબંધી લખ્યું છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે મુમુક્ષુને સંબંધ માત્ર ધર્મ-પ્રયોજન પૂરતો હોય છે; અને તે પણ પોતાને અને પરને હિતરૂપ થતો હોય તો સંબંધ કરવો કે ટકાવવો યોગ્ય છેજી જો સ્વ-પરને ક્લેશ કે પ્રતિબંધનું કારણ હોય તો તે મોહદયાનો પ્રકાર સંભવે છેજી. પરમકૃપાળુદેવને શરણે જે જીવ જશે, તેનું કલ્યાણ સંભવે છે. તે અર્થે મારો કે તમારો પરિચય હશે, ત્યાં સુધી હરકત નથી; પણ પરમકૃપાળુદેવનું ઓળખાણ તથા તેની આજ્ઞા પ્રાપ્ત થયા પહેલાં, જે જે ઓળખાણ તથા પત્રવ્યવહાર આદિ પ્રસંગો પડે, તે પ્રતિબંધનાં કારણ સમજાય છે). તે અર્થે હું પણ પત્રવ્યવહાર કરતાં ડરું છું; તો તમારે કેમ વર્તવું તે તમે વિચારી લેશોજી. (બો-૩, પૃ.૫૫૬, આંક ૬૧૫)