________________
(૫૩૩) મુખપાઠ કરેલું ભૂલી ન જવાય તે અર્થે ફેરવતા રહેવું. વિચારપૂર્વક વર્તન વગેરે લક્ષપૂર્વક પાળતા રહેવું. તેને વિગ્ન કરે તેવી સોબત, વાંચન કે વાતચીતનો ઓછો પરિચય રાખવો. વાંચન, મનન, નવું શીખવાનું વગેરે વિશેષ ન બને તો હાલ જે થાય છે તેમાંથી પાછા હઠવાનું તો ન જ બનવું જોઇએ, એટલો ખ્યાલ રાખ્યા કરવો. રોજ સાંજે સૂતા પહેલાં તપાસી જવું કે આજે કોઈ એવું કાર્ય મન-વચન-કાયા વડે બન્યું છે કે જે મારે ગુરુજનો આગળ સંતાડવું પડે, કે તે જાણી તેમને ખેદ થાય? ન્યાયનીતિ એ ધર્મનો પાયો છે. માટે નીતિના નિયમોનું પણ ઉલ્લંઘન ન થાય તેવું વર્તન, ત્યાં ખાસ કરીને રાખવાની જરૂર છે; કારણ કે ત્યાં નિરંકુશ જીવન હોવાથી કોઈ ટોકનાર હોય નહીં, કોઇની શરમ નડે નહીં અને મન તો નીચે રસ્તે ઢળી પડે તેવી ઉંમર છે; માટે શત્રુઓની વચમાં રહીને સુરક્ષિત રહેવા જેવી જાગૃતિ જોઈએ, તેવી જાગૃતિ ધર્મને માટે રાખવાની જરૂર છે. મન ગમે તેવી વસ્તુઓની ઇચ્છા કરે પણ પહેલું પૂછવું કે ત્યાં નાર કુટુંબમાં હોઉં તો હું કઈ-કઈ વસ્તુઓને જરૂરની ગણું? અને અહીં સંજોગ બીજા છતાં ખાસ જરૂરની જે જણાય, તે જ મારે વાપરવી છે. નહીં તો બને ત્યાં સુધી મનની ઇચ્છાઓને રોકવી છે. ઇચ્છાઓ રોકાશે તેટલું ખરેખરું તપ થશે. આ વાતનો વારંવાર વિચાર કરી, તે પ્રમાણે વર્તશો તો તમે બીજાને શિખામણ આપો તેવું તમારું જીવન ઘડાશે. લીધેલા નિયમ કદી પણ તોડું નહીં, એવું રોજ સૂતી વખતે સંભારતા રહેવા વિનંતી છે.જી.
(બી-૩, પૃ.૩૭૬, આંક ૩૮૨). | | પરદેશમાં રહેવું થાય ત્યાં સુધી એક પણ દિવસ નિત્યનિયમ ન ચુકાય, એ લક્ષ રાખવો. દિવસે ન બને
તો રાત્રે, રાત્રે ન બને તો દિવસે; પણ એક વખત તો ત્રણ પાઠ અને મંત્રની માળા જરૂર કર્તવ્ય છે. વધારે વખત હોય તો તત્ત્વજ્ઞાન, મોક્ષમાળા કે સમાધિસોપાન જેવાં ધાર્મિક પુસ્તકોના વાંચનમાં વખત ગાળવો. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન, સમાગમ કે બોધ યાદ હોય, તે યાદ કરવો. બને તો લખી રાખવો, અને તેને અનુસરીને વર્તવાની ભાવના કર્તવ્ય છેજી. અનાદિશમાં પુસ્તક વગેરે ન મળે, તો જે મુખપાઠ કર્યું હોય તે વારંવાર બોલવું, વિચારવું. સ્મરણમંત્રનું રટણ કામ કરતાં પણ કર્યા કરવું. સદાચાર એ ધર્મનો પાયો છે. માટે જેને પોતાના આત્માનું હિત કરવું હોય, તેણે અન્યાય અને પાપને માર્ગે તો કદી ન જ જવું. મન આડાઅવળા વિકલ્પોમાં ચઢી જાય તો ત્યાંથી પાછું વાળી, મંત્રમાં કે જ્ઞાનીપુરુષનાં આત્મસિદ્ધિ આદિ શાસ્ત્રના મનનમાં જોડવું. નવરું મન રહ્યું તો તે નખોદ વાળે તેવું છે; માટે તેને સારા કામમાં જોડેલું રાખવું. (બી-૩, પૃ.૬૭૮, આંક ૮૧૪) 1 જ્ઞાનીપુરુષના વિયોગમાં, તેમનાં વચનો, યોગ્યતા પ્રમાણે જીવના ભાવ સુધારવામાં મદદરૂપ થાય છે,
તેથી અવકાશ કાઢીને, નિત્યનિયમ ઉપરાંત મોક્ષમાળા, સમાધિસોપાન કે વચનામૃતમાંથી અનુક્રમે વાંચતા રહેવાનો અભ્યાસ રાખશોજી. અનાર્ય જેવા દેશમાં પોતાનું આત્મબળ સદ્ગુરુનાં વચનોથી વધતું રહે, તેમ કર્તવ્ય છેજીવિશેષ પ્રતિબંધો દુ:ખદાયી માની, ઓછા કરતા રહેવાની જરૂર છે. જરૂર પૂરતાં કામ પરવારી, પરમકૃપાળુદેવનાં વચનોમાં વૃત્તિ જોડવાનો અભ્યાસ પાડતા રહેશો.